Gujaratilexicon

ગુજરાતીલેક્સિકોનની વિવિધ મોબાઇલ ઍપ્લિકેશન………

May 23 2014
Gujaratilexicon

ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટેકનૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટેકનૉલૉજીના યુગમાં નવીન ટેકનૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ ઓફલાઇન અને ઓનલાઇન મોબાઇલ ઍપ્લિકેશન રજૂ કરે છે. આ ઍપ્લિકેશન દ્વારા વેબસાઇટ ઉપર સૌથી વધુ સરાહના અને લોકચાહના પામેલા તેના વિવિધ શબ્દકોશ વિભાગ, કહેવતો, રૂઢિપ્રયોગ અને અન્ય વિભાગો વગેરેને સરળતાથી ઉપલબ્ધ બનાવ્યા છે. આ ઉપરાંત ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ અને અન્ય વિવિધ રમતો એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ, બ્લેકબેરી અને વિન્ડોઝ ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.

ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની જેમ જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશન કાર્ય કરે છે. વપરાશકર્તા કોઈપણ અંગ્રેજી શબ્દ લખી તેનો ગુજરાતી અર્થ અને અન્ય માહિતી મેળવી શકશે. ગુજરાતીમાં શબ્દ ટાઇપ કરવા માટે ઑનલાઇન કીબોર્ડની સુવિધા આપવામાં આવી છે. દરેક ઍપ્લિકેશનમાં મદદ-માર્ગદર્શિકા આપેલ છે.

ગુજરાતીલેક્સિકોનની મોબાઇલ ઍપ્લિકેશન તમારા મોબાઇલ વગેરે ઉપકરણમાં આવતા તે એક હાલતું-ચાલતું (હાથવગું)‌ ગુજરાતી ભાષા જાણવાનું સરળ સાધન બની રહેશે. ચાલો ત્યારે, મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

· Android – https://play.google.com/store/search?q=gujaratilexicon&c=apps

· Blackberry – http://appworld.blackberry.com/webstore/search/gujaratilexicon/?

· iPhone – https://itunes.apple.com/us/app/gujaratilexicon-dictionary/id663856148?

· Windows – http://www.windowsphone.com/en-in/store/app/shabdakosh-gujaratilexicon/73c2fdd2-936c-4726-ae3b-e6e53ef182be

આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા ફોનથી 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects