ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારી, ઓ મને તારી યાદ સતાવે
ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ
સાથે રમતા સાથે ભમતાં
સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજું આવ્યું
વાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોઉં છું
તારો કોઈ સંદેશો ના આવે…
ઓ, તારો કોઈ સંદેશો ના આવે
મને તારી , મને તારી યાદ સતાવે
ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ
તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે…
મને કોઈ ના માર્ગ બતાવે…
મને તારી, ઓ મને તારી યાદ સતાવે
ઓ નીલગગનનાં પંખેરું….
મોરલા સમ વાટલડી જોઉં
ઓ રે મેહુલા તારી
વિનવું વારંવાર તુને
તું સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ
તુ કાં નવ મને બોલાવે …
ઓ, તુ કાં નવ મને બોલાવે
મને તારી, મને તારી યાદ સતાવે
ઓ નીલગગનનાં પંખેરું….
એક રજકણ સૂરજ થવાને શમણે
એક રજકણ સૂરજ થવાને શમણે
ઉગમણે જઈ ઊડે
પલકમાં ઢળી પડે આથમણે
જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઈ રહે
એ કોઈ અકળ મૂંઝવણે
એક રજકણ…
જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળા કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય
ચકિત થઈ સૌ ઝાંખે એને
ટળવળતી નિજ ચરણે
એક રજકણ…
સાત સમન્દર તરવા ચાલી
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી
ઝંઝા બોલી ખમ્મા ખમ્મા હિમ્મત બોલી અલ્લાબેલી
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી
એવા પણ છે પ્રેમી અધૂરા વાતોમાં જે શૂરા પૂરા
શીર દેવામાં આનાકાની દિલ દેવાની તાલાવેલી
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી
કોનો સાથ જીવનમાં સારો શૂન્ય તમે પોતે જ વિચારો
મહેનત પાછળ બબ્બે બાહુ કિસ્મત પાછળ માત્ર હથેળી
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી
આપખુદીનું શાસન ડોલ્યું પાખંડીનું આસન ડોલ્યું
હાશ કહી હરખાયો ઈશ્વર ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી
ઝંઝા બોલી ખમ્મા ખમ્મા હિમ્મત બોલી અલ્લાબેલી
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી
પંખેરું – પગથી જમીન ઉપર ચાલે અને પાંખથી આકાશમાં ઊડે તેવું પ્રાણી, પક્ષી, ખગ, વિહગ, વિહંગ, વિહંગમ
રજકણ – ધૂળનો બારીક અંશ, અણુ, કણી
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં