– દુ:ખ એ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહનું વિટામિન છે
– સંકુચિત જ્ઞાન એ મત છે ને વિશાળ જ્ઞાન એ જ વિજ્ઞાન છે
– કલેશ કરાવનારું કોણ? અજ્ઞાન
– મતભેદનો અર્થ શો? ભીંત જોડે અથડાયો! આપણા માથાને વાગ્યું, તે ભીંતનો દોષ કે આપણો દોષ?
– મતભેદ થાય ત્યારે ઝઘડો થાય, મનભેદ થાય ત્યારે ડાઇવોર્સ થાય. તનભેદ થાય ત્યારે નનામી નીકળે
– સત્ય કોને કહેવાય? કોઈ જીવને વાણીથી દુ:ખ ના થાય, વર્તનથી દુ:ખ નાથાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય, એ મોટામાં મોટું સત્ય છે, મોટામાં મોટો સિદ્ધાંત છે! આ રિયલ સત્ય નથી, આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર-સત્ય છે
– અભિમાન એટલે માનની જાહેરાત
– સહનશીલતા એ અહંકારનો ગુણ છે
– ધર્મમાં પૈસાનો વ્યવહાર બંધ થઈ જશે ત્યારે ધર્મ શોભા આપશે
– અશુભ ભાવથી પાપ બંધાય, શુભ ભાવથી પુણ્ય બંધાય અને શુદ્ધ ભાવથી મોક્ષ
સૌજન્ય : લઘુ આપ્તસૂત્રમાંથી
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.