– એક કંજૂસની પત્ની બિમાર હતી. લાઈટ જતી રહી એટલે એણે મીણબત્તી સળગાવી હતી. માંદગી વધી જતાં એ ડૉક્ટરને બોલાવા નીકળ્યો. જતાં જતાં પત્નીને કહેતો ગયો : ‘હું ડૉક્ટરને લેવા જાઉં છું. જો તને એવું લાગે કે તું નહીં બચે તો મહેરબાની કરીને મરતાં પહેલાં મીણબત્તી ઠારતી જતી ‘
—————————————————————————————————————
– શિક્ષક : કહે જોઉં, દુષ્કાળ અને પૂરમાં જમીનઆસમાનનો ફરક છે, કઈ રીતે?
વિદ્યાર્થી : સર, દુષ્કાળમાં નેતાઓ કારમાં પ્રવાસ કરે છે, જ્યારે પૂરમાં હેલિકોપ્ટરમાં.
—————————————————————————————————————-
– શિક્ષક : ઉજ્જડ કોને કહે છે?
મયૂર : જ્યાં કશું જ ના ઊગે.
શિક્ષક : શાબાશ, એક ઉદાહરણ આપ.
મયૂર : જી, મારા ડેડીનું માથું.
—————————————————————————————————————-
– એક મૂરખ એની રિક્ષામાંથી મહામહેનતે પૈડું કાઢતો હતો તે જોઈને કોઈએ પૂછ્યું : ‘અરે મૂરખ, આ શું કરે છે?’
મૂરખ : દેખતાં નથી! અહીં લખ્યું છે : only for two wheelers.
—————————————————————————————————————-
– ભિખારી : ‘બહેન આઠા આના આલોને!’
બહેન : ‘અત્યારે શેઠ ઘરમાં નથી. ‘
ભિખારી : ‘ઘરમાં તમારી આઠ આના જેટલી પણ કિંમત નથી! ‘
🙂
Source :
http://www.scribd.com/doc/13747969/Gujarati-Jokes-Part-2
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.