ખુશ ખબર..
‘ગુજરાતીલેક્સિકોન’ના વપરાશકારો…. આનંદો…..
આપણાં ગુજરાતી બાળકો ગમ્મત સાથે જ્ઞાન આપતાં આપણાં લોકપ્રિય ઉખાણાંથી વંચિત થતાં જાય છે. બાળમાનસના ઘડતરમાં તેની વિશિષ્ટ ભૂમિકા પિછાણી ‘ગુજરાતીલેક્સિકોને’ તેના વપરાશકારોનાં સંતાન/બાળમિત્રો માટે અલાયદી કીડ્ઝ કોર્નર Kids Corner ( http://www.gujaratilexicon.com/game/kids-corner/ ) શરૂ કરી છે. હવે આપણે આપણાં બાળકોને પણ આ મીઠી શબ્દરમતમાં રસ લેતાં કરી શકીશું.
તેમાં ત્રણ વિભાગો છે. સ્ક્રીન પર ગુજરાતીમાં લખતાં ન આવડ્યું કે ફાવ્યું હોય તોય રમી શકાય તેવું તે સરળ છે.
આવો, આ તે ત્રણ વિભાગો વિશેની માહિતી જોઈએ.
ઉખાણાં : ( http://www.gujaratilexicon.com/game/kids-corner/ukhana/ )
આ વિભાગમાં 5-5 ઉખાણાંનો એક સેટ આપવામાં આવે છે. દરેક ઉખાણાંના જવાબ માટેના ચાર વિવિધ વિકલ્પો આપેલાં હોય છે. ઉખાણાંનો આપને જે ઉત્તર યોગ્ય લાગે તેના ઉપર ક્લિક કરો, તે જવાબ ત્યાં છપાઈ જશે. આ રીતે આપને જેટલાં પણ ઉખાણાંના ઉત્તરની જાણકારી હોય તેટલા ઉત્તરો આપો. ત્યારબાદ Submit બટન ઉપર ક્લિક કરશો તો, તમે આપેલા જવાબમાંથી કેટલા સાચા છે તે અને જો તમે આપેલો કોઈ ઉત્તર ખોટો છે તો તેનો સાચો ઉત્તર શો છે તેની જાણકારી મેળવી શકશો. જો આ રમત રમવામાં આનંદ આવે તો નીચે આપેલા Play More બટન ઉપર ક્લિક કરી બીજાં ઉખાણાં રમાવાનો આનંદ મેળવી શકશો.
સામાન્યજ્ઞાનના પ્રશ્નો : ( http://www.gujaratilexicon.com/game/kids-corner/gk/ )
આ વિભાગમાં 5-5 પ્રશ્નોનો એક સેટ આપવામાં આવ્યો છે. દરેક પ્રશ્નના ઉત્તર માટે ચાર વિવિધ વિકલ્પો આપેલા હોય છે. પ્રશ્નનો આપને જે ઉત્તર યોગ્ય લાગે તેના ઉપર ક્લિક કરો અને આ રીતે આપને જેટલા પણ પ્રશ્નના ઉત્તરની જાણકારી હોય તેટલા ઉત્તરો આપો. ત્યાર બાદ Submit બટન ઉપર ક્લિક કરી તમે આપેલા જવાબમાંથી કેટલા સાચા છે તેનો જવાબ તરત જ મેળવી શકો છો. અને તમે આપેલો કોઈ ઉત્તર જો ખોટો હોય તો તેનો સાચો ઉત્તર શો છે તેની પણ જાણકારી મેળવી શકો છો. જો આ રમત રમવામાં આનંદ આવે તો નીચે આપેલા Play More બટન ઉપર ક્લિક કરી બીજા પ્રશ્નો રમવાનો આનંદ મેળવી શકો છે.
હેન્ગ મંકી : ( http://www.gujaratilexicon.com/game/kids-corner/gk/ )
આ રમત તમે ગુજરાતી શબ્દો તેમજ અંગ્રેજી શબ્દો બંને માટે રમી શકો છો. તમે જે વિભાગ પસંદ કરશો તે ભાષાનો કોઈ એક શબ્દ આ રમતમાં પસંદ થશે અને તે કયો શબ્દ હોઈ શકે તે વિચારવા માટે તમને 10 વિકલ્પો આપવામાં આવશે અને હા ગુજરાતીમાં જે શબ્દ હશે તે સાદો એટલેકે કાના-માત્રા-હ્રસ્વ કે દીર્ધ ઈ અને ઉ સિવાયનો જ હશે. તો ચાલો તૈયાર થઈ જાવ તમારા દોસ્તને બચાવવા માટે.
અને હા, છેલ્લે જો આપને આ રમતો રમવામાં આનંદ આવે તો આપના મિત્રોને તેની લિંક વહેંચવાનું/મોકલવાનું ભૂલતા નહીં.
બાલમાનસ – child psychology.
ઉખાણું – riddle, puzzle; saying; parable.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.