અગાઉ જણાવ્યા પ્રમાણે શ્રી અપૂર્વભાઈ પાનેરિયાએ ગુગલ ક્રોમ બ્રાઉઝર માટે ગુજરાતીલેક્સિકોનનું એક એડ ઓન (એક્સટેન્શન) બનાવ્યું છે જે કેવી રીતે ડાઉનલોડ કરવું તેમજ તે કેવી રીતે ઉપયોગી છે અથવા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.
સૌ પ્રથમ તો એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ એડ ઓન ફકત અને ફક્ત ગુગલ ક્રોમ બ્રાઉઝર માટે છે તેથી તે અન્ય વેબ બ્રાઉઝર જેમકે ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, સફારી કે ઓપેરા વગેરે જેવા અન્ય બ્રાઉઝરમાં કાર્ય કરશે નહીં.
ક્રોમ એક્સટેન્શન ડાઉનલોડ કરવા સૌ પ્રથમ ગુગલ ક્રોમ બ્રાઉઝર ખોલો અને નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો –
https://chrome.google.com/webstore/detail/bhmafcbmjdeopomnencnfogfdpdpnnnj
આ લિંક ઉપર ક્લિક કરતાં નીચે મુજબની સ્ક્રિન ખુલશે
અહીં આપેલ Add to Chrome બટન ઉપર ક્લિક કરો
Add to Chrome બટન ઉપર ક્લિક કરતાં નીચે મુજબની સ્ક્રિન ખુલશે
અહીં આપેલ Add બટન ઉપર ક્લિક કરતાં ક્રોમ એક્સટેન્શન તમારા બ્રાઉઝરમાં ઇનસ્ટોલ થશે અને ત્યારબાદ નીચે જણાવ્યા મુજબનો મેસેજ અને આઇકન જોવા મળશે.
આ દર્શાવે છે કે ક્રોમ એક્સટેન્શન તમારા બ્રાઉઝરમાં કાર્યરત થઈ ગયું છે.
હવે કોઈપણ વેબસાઇટ ખોલો.
દા.ત. http://news.google.co.in/
હવે આ સાઇટ ખુલતાં તમે જ્યારે એમાં કોઈપણ સમાચાર કે વિગત વાંચતાં હોવ અને કોઈ શબ્દનો અર્થ કદાચ ખ્યાલ ના હોય તો તે શબ્દ માઉસની મદદથી સિલેક્ટ કરો અને પછી માઉસ ઉપર ડબલ ક્લિક કરો તો તમને નીચે મુજબનો જવાબ જોવા મળશે.
આમ, આ રીતે આ એક્સટેન્શન કાર્ય કરે છે. હાલમાં તમે અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ જોઈ શકો છો. આ અર્થ ગુજરાતીલેક્સિકોનની સાઇટ ઉપરથી લેવામાં આવે છે.
નજીકના ભવિષ્યમાં આ સુવિધા ગુજરાતી – અંગ્રેજી અને ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આશા છે આ સુવિધા આપના વાચનને વધુ સુલભ બનાવશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.