ગુજરાત રાજ્યના વેરાવળ શહેરમાં પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મહાલય, એટલે ભગવાન શિવના (Shiva Mandir) બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ. સોમનાથ મંદિરની (Somnath Temple) આભા, સકારાત્મક વાતાવરણ, બાજુમાં ખળભળ વહેતો સમુદ્ર શિવભક્તિમાં લીન થવા માટે અદ્ભુત વાતાવરણ પૂરું પાડે છે.
તો ચાલો જઈએ શ્રદ્ધાળુઓના ભક્તિ ધામ એવા વિશ્વવિખ્યાત સોમનાથ (Somnath Temple) મહાદેવ જ્યોર્તિલિંગના ઈતિહાસમાં..
સોમનાથનું પહેલું મંદિર આશરે 2000 વર્ષ પહેલાં મધ્ય કાલીન યુગમાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઈ.સ. 649ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજુ મંદિર બનાવ્યું હતું. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર 13 માળ ઊંચું હતું જેના દ્વાર હીરાજડિત હતા. તેની ઉપર 14 સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઊંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર ધારી તે તરફ વહાણો હંકારતા. ઈ.સ.755માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. ત્યારબાદ પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ઈ.સ.૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.
સોમનાથ મંદિર ઉપર મુસ્લીમ શાશક મહેમુદ ગઝનવી, સુલતાન મુઝ્ઝફરખાન ઉપરાંત ઔરંગઝેબ વિગેરે દ્વારા છ વખત આક્રમણ કરવામાં આવ્યું હતું. વર્ષ 1947માં ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા કરી અને 1951માં આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા ઉપર જ સાતમી વખત નિર્માણ થયું. 11મે 1951ના દિવસે જયારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તે સમયના ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે જ્યોર્તિલિંગની પ્રતિષ્ઠાન વિધિ કરી ત્યારે કહ્યું હતું- “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે.” એ સમયે 101 તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી અને સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. આવા વિજયઘોષ સાથે સોમનાથ મંદિરને દાર્શનિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું.
સોમનાથ વેરાવળથી 7 કિમી દૂર છે, સોમનાથ પહોંચવા માટે ગુજરાતના દરેક શહેર અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ, મુંબઈથી ડાયરેક્ટ ટ્રેન- બસની સુવિધા ઉપલબ્ધ છે. સોમનાથમં રોકાણ માટે ગેસ્ટ હાઉસ, ધર્મશાળા અને વિશ્રામગૃહ ખુબ વ્યાજબી દરે મળી રહે છે.
ભક્તિ અને આધ્યાત્મિકતાની દૃષ્ટટિએ શિરમોર સ્થાન ધરાવતા સોમનાથ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
બ્લોગ લખનાર : મીરા જોશી
આ બ્લોગમાં આવેલ કેટલાક ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ (Gujarati to English Meaning)
મહાલય : place; sacred place, temple; great destruction.
જીર્ણોદ્ધાર : repairing a building, temple, etc.
શિરમોર : crown for the head; the best of its kind.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.