Gujaratilexicon

સરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)

September 18 2020
Gujaratilexicon

આજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે.

આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી મેળવીએ. (easy cooking tips)

કેક

કેક (cake) બનાવતી વખતે આઇસિંગ સુગર શબ્દ સાંભળીએ છીએ આ આઇસિંગ સુગર એટલે જલદી જામી જાય તેવી ખાંડ અને જો બ્રાઉન સુગર કહે તો ખાંડ (sugar) ને ગરમ કરીને બ્રાઉન કરવામાં આવે. પણ શું તમને ખબર છે કે તમે બ્રાઉન સુગરને બદલે અડધા ભાગની ખાંડ અને અડધા ભાગનો ગોળનો ભૂકો વાપરી શકો છો.

સોડા બાયકાર્બ

તે જ રીતે સોડા બાયકાર્બ, કોર્નફ્લોર તથા ક્રીમ ઑફ ટાર્ટારનું મિશ્રણ એટલે બેકિંગ પાઉડર જેનો ઉપયોગ કેક (cake), બિસ્કીટ વગેરેને ફુલાવવા માટે વપરાય છે.

આ પણ વાંચો : અનાજ સંગ્રહ કરવાની રીત

ચાઇનીઝ વાનગીઓમાં મુખ્યત્વે નુડલ્સ (noodles) , આજીનો મોટો, ચીલી સોસ, સોયાસોસ (soya sauce), વિનેગરનો ઉપયોગ થાય છે. નુડલ્સ એ મેંદાની બનાવટ છે. જ્યારે કોઈ પણ શાકભાજીને જલદીથી ચડાવવા માટે આજીનો મોટો વપરાય છે પણ આરોગ્યની દૃષ્ટિ તેનું સેવન બને તેટલું ટાળવું હિતાવહ છે.

ચીલી સોસ રેડ અને ગ્રીન એમ બે કલરમાં આવે છે એટલે કે લીલાંં મરચાંનો સોસ અને લાલ મરચાંનો સોસ.

સોયાબીનમાંથી બનાવેલા સોસને સોયાસોસ કહે છે જે જાડો કથ્થઈ રંગનો હોય છે. ચાઇનીઝ વાનગીઓમાં મુખ્યત્વે આનો વપરાશ વધુ થાય છે.

વિનેગરને સરકો પણ કહે છે. કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તેનો ઉપયોગ થાય છે. તે સ્વાદમાં ખાટો હોય છે.

આ ઉપરાંત ચાઇનીઝ વાનગીઓ મોટે ભાગે છીછરા વાસણમાં અને ફાસ્ટ ગેસ ઉપર થાય છે. તેમ જ આ વાનગીઓ ગરમ જ પીરસવાની હોય છે.

સ્ટોક વોટર એટલે શાકભાજીને બાફી તે પાણી અલગ કાઢી લેવું તેને સ્ટોક વોટર કહે છે. સૂપ બનાવવામાં આ પાણીનો ઉપયોગ કરી શકાય છે.

આ ઉપરાંત ઘણી વાનગીઓમાં બટાકાની જગ્યાએ કાચું કેળું, ડુંગળીની જગ્યાએ દૂધી, કોળું વિનેગરને બદલે લીબુંનો રસ, માખણને બદલે ઘી વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

Enjoy easy cooking tips for fast and healthy food.

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects