દરેક વ્યકિતના જીવનમાં સ્વચ્છતા એ એક મહત્ત્વનું પાસુ છે પછી ભલે એ આધ્યાત્મિક જીવન હોય કે વ્યવહાર માર્ગ હોય. જીવનમાં સ્વચ્છતા એ પ્રાથમિક બાબત છે. આધ્યાત્મિક જીવનમાં આંતરિક સ્વચ્છતાની જરૂર છે તો વ્યવહાર માર્ગે બાહ્ય સ્વચ્છતાની જરૂર છે. બાળકોના જીવનમાં કુટુંબ અને શાળામાં નાનપણથી જ સ્વચ્છતાનું મૂલ્ય સમજાય તથા “સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” એવા સંસ્કાર દઢ કરવામાં આવે છે.
સ્વચ્છ ભારત માટે આવું જ કંઈક આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, મહાત્માગાંધીનું એક અધુરુ સ્વપ્ન પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. ગાંધીજીનું સ્વપ્ન હતું કે સ્વચ્છ ભારતની તસવીર વિશ્વ નિહાળે, જોકે તે હજુ સુધી પૂર્ણ થઇ શક્યું નથી. હવે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગાંધીજીના આ સ્વપ્નને પૂર્ણ કરવાનું બીડુ ઉપાડ્યું છે. જેની શરૂઆત તેમણે ગાંધીજીની જન્મજયંતી 2 ઓક્ટોબરથી સ્વયંઝાડું હાથમાં લઇને અને કચરો ઉપાડીને કર્યું છે. નરેન્દ્ર મોદીએ દેશભરને આહ્વાન કર્યું છેકે તેઓ આ સ્વચ્છ ભારતના અભિયાનમાં જોડાય.
નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની જાહેરાત કરવામાં આવતાં ગુ જરાતે તેને હાથોહાથ ઉપાડી લીધું છે. ગુજરાત પોતાના બે પનોતા પુત્ર મહાત્મા ગાંધીનું સ્વપ્ન અને નરેન્દ્ર મોદીના અભિયાનને પૂર્ણ કરવા માટે તૈયાર થઈ ગયું છે. આ માટે આનંદીબહેન પટેલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્ય મંત્રીમંડળની એક બેઠક યોજી હતી. જેમાં 2જી ઑક્ટોબર(ગાંધી જંયતિ)થી 31 ઑક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બનાવવાનો નિર્ણય કર્યો છે.2જી ઑક્ટોબરે શરૂ થયેલા આ અભિયાન હેઠળ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી – ૨૦૧૯ ની ઉજવણી થાય ત્યાં સુધીમાં રાજ્યમાં સતત તબક્કાવાર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે.
મહાત્મા ગાંધીએ જે ભારતનું સપનું જોયું હતું તેમાં માત્ર રાજકીય આઝાદી નહોતી, પરંતુ એક સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના પણ હતી. મહાત્મા ગાંધીજીએ ગુલામીની બેડીઓ તોડીને ભારતને આઝાદ કરાવ્યું. હવે આપણું કર્તવ્ય છે કે ગંદકી દૂર કરીને ભારત માતાની સેવા કરીએ.
ચાલો, આપણે ભારત દેશના આદર્શ નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઈએ કે –
– હું સ્વયં સ્વચ્છતા પ્રત્યે સજાગ રહીશ અને તેના માટે સમય ફાળવીશ.
– દર વર્ષે 100 કલાક એટલે કે અઠવાડિયામાં બે કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાના આ સંકલ્પને ચરિતાર્થ કરીશ.
– હું ન તો ગંદકી કરીશ કે ન તો કરવા દઈશ.
– સૌથી પહેલાં પોતાનાથી, મારા પરિવારથી, મારા મહોલ્લાથી, મારા ગામથી અને મારા કાર્યસ્થળથી શરૂઆત કરીશ.
– હું એમ માનું છું કે દુનિયાના જે પણ દેશ સ્વચ્છ દેખાય છે એનું કારણ એ છે કે ત્યાંના નાગરિક ગંદકી કરતા નથી અને કરવા દેતાનથી
આ વિચાર સાથે હું ગામે ગામ અને ગલીએ ગલી સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરીશ.
– હું આજે શપથ લઇ રહ્યો છું, તે અન્ય 100 વ્યક્તિઓ પાસે પણ લેવડાવીશ. તે પણ મારી જેમ સ્વચ્છતા માટે 100 કલાક આપે,
તેના માટે પ્રયાસ કરીશ. મને જાણ છે કે સ્વચ્છતાની તરફ વધારેલ એક ડગલું સમગ્ર ભારત દેશને સ્વચ્છ બનાવવામાં મદદ કરશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.