જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહર બસાયા…. અમદાવાદ શહેર આગામી ૨૬મીએ પોતાની ૬૦૦મી બર્થડે ઊજવી રહ્યું છે. જોબ ચાર્નોકના કોલકત્તા અને અંગ્રેજોને દહેજમાં મળેલા મુંબઈ કરતાં પણ અમદાવાદ ઉમરમાં મોટું છે. છેલ્લાં ૬૦૦ વર્ષમાં લાખો લોકોએ અમદાવાદને પોતીકું બનાવ્યું છે. મૂળ બાર દરવાજામાં વસેલું અમદાવાદ આજે જાણે સિલાઈએથી ફાટું ફાટું થતું હોય તેમ ચોમેર વિસ્તરી રહ્યું છે.
વિશિષ્ટ વાવ, પોળ, મંદિરો અને મસ્જિદો માટે જાણીતા અમદાવાદે ફલાયઓવર અને રિવરફ્રન્ટથી માંડીને બીઆરટીએસની નવી ઓળખ મેળવી છે. કરોડો લોકોનાં સપનાં અમદાવાદમાં સાકાર થયાં છે. દૂધમાં સાકર ભળે તેમ પ્રતિદિન હજારો પરપ્રાંતિયો અમદાવાદમાં સમાઈને સમરસ થઈ જાય છે. વિભિન્નતામાં એકતા જાણે અમદાવાદની નવી ઓળખ બની રહી છે.
આજે અમદાવાદ એજયુકેશન સિટી છે, મેડિકલ ટુરિઝમનું હબ છે, ટ્રેડિંગ કેપિટલ છે. નેનોનું નવું સરનામું છે… વાતનો સાર એ કે મહાજન પરંપરા ધરાવતું સદાય વાઇબ્રન્ટ અમદાવાદ દેશનું સર્વશ્રેષ્ઠ મેટ્રો બનવાની હરીફાઈમાં મોખરાનું સ્થાન મેળવી ચૂકયું છે. નર્મદાના નીરે સાબરમતી સ-જળ થઈ છે. કેરોસીનવાળી રિક્ષાઓ હવે સીએનજીથી દોડે છે.
દધિચી મુનિથી માંડીને પંડિત રવિશંકર મહારાજ, ગાંધી બાપુ, સરદાર પટેલ, ઇન્દુચાચાની કર્મભૂમિસમાન અમદાવાદ છેલ્લાં ૬૦૦ વર્ષમાં ઘણું બદલાયું છે, પરંતુ નથી બદલાયો અમદાવાદીઓનો મિજાજ. પ્રત્યેક અમદાવાદી ‘અમદાવાદ’ શહેરના જાણે પ્રેમમાં છે.
અમદાવાદના આ મિજાજને સુસંગત રહી આ શહેરને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવવાની દિશામાં ‘દિવ્ય ભાસ્કર’ જૂથ ફરી એક વાર પોતાની જાતને સમર્પિત કરે છે. ‘આઇ લવ માય અમદાવાદ’નું આ અભિયાન આગામી દિવસોમાં અવિરતપણે ચાલતું રહેશે. આ ઉજવણીમાં આપ સૌને જોડાવા અમારું ભાવભીનું નિમંત્રણ છે.
Courtesy – Dviya Bhaskar – 01-02-2010
http://www.divyabhaskar.co.in/2010/02/01/100201015644_600_years_of_ahmedabad.html
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.