૧૯૭૨માં પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડ્યું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.
લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે – લોકો પર્યાવરણ બચાવવાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવાય છે
વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્ત્વને સ્વીકારતાં – વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળે છે.
પર્યાવરણની સાદા શબ્દોમાં પરિભાષા કરીએ તો….
પર્યાવરણ એટલે આપણી આસપાસની જમીન, હવા, પાણી, પ્રાણીઓ, વનસ્પતિ, વન્ય સૃષ્ટિ, જૈવિક કચરો વગેરે…
પૌરાણિક સમયમાં આપણે કુદરતી તત્ત્વો વૃક્ષ, અગ્નિ, પાણી, પર્વતો, પશુસંપત્તિ વગેરેની પૂજા કરતા હતા. આપણે જાણતા હતા અને સમજતા હતા કે પર્યાવરણ – કુદરત માનવજાતને સમૃદ્ધ કે નષ્ટ કરી શકે તેટલું મહત્ત્વનું અને શક્તિશાળી પરિબળ છે. પરંતુ આજે આપણે ભૌતિક વિકાસ અને સફળતાની દોડમાં પર્યાવરણનાં મહત્ત્વનાં અંગોને ભૂલતા જઈએ છીએ અને જાણે-અજાણે નુકસાન કરી બેસીએ છીએ.
આપણને જિવાડનાર કુદરતી સંપત્તિનો આપણે તેના માલિક હોઈએ તેમ ઉપયોગ કરીએ છીએ. મનફાવે તેમ બગાડ કરીએ છીએ. અનેક પ્રદૂષણોથી પ્રદૂષિત કરી મૂકીએ છીએ. પરિણામ સ્વરૂપે હાલ આપણે આશીર્વાદ સમાન આ અમૂલ્ય સંપત્તિની ખૂબ તંગી અનુભવી રહ્યા છીએ.
માનવજાતે પર્યાવરણ તરફ કરેલી અગણિત ભૂલોનો કારણે ગ્લોબલ વૉર્મિંગનો ભય સમગ્ર સૃષ્ટિ પર તોળાઈ રહો છે. ગંભીર બિમારીઓ નોંતરતાં પ્રદૂષણોમાં માનવીઓએ પોતાનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મૂક્યું છે. આપણી પર્યાવરણ વિરોધી જીવનશૈલી, કુદરતી અને માનવનિર્મિત કાયદાઓને ઉલ્લંઘવાની કુટેવો, ઔદ્યોગિક અને જોખમી વ્યવસાયમાં સફળતા માટે પર્વાવરણના ભોગે પણ પ્રગતિ સાધવાની ઝંખના વગેરે…આપણને પતનના માર્ગે ધકેલી રહ્યાં છે !
ચેતો પૃથ્વીવાસીઓ ચેતો !!
આપણે ‘સંતુલિત વિકાસ’ એટલે કે પર્યાવરણને નુકસાન વગર પ્રગતિનો માર્ગ અપનાવીએ તો તે બાબત માનવજાત માટે આશીર્વાદરૂપ બની જાય.
પર્યાવરણને બચાવવા માટે આપણે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જેમ કે,
જો આપણે આટલું કરી શકીએ તોય ઘણું કહેવાશે.
બીજાને દોષ દેવાને બદલે જાતે જ નાનાં-નાનાં હકારાત્મક પગલાં લઈશું અને પર્યાવરણનું જતન, પોષણ અને રક્ષણ કરીશું તો સાચા અર્થમાં વિશ્વ પર્યાવરણદિનની ઉજવણી થઈ ગણાશે.
આટલું વિચારીએઃ
દરેકને પોતાનું વાહન વૃક્ષના છાંયડામાં મૂકવું ગમે છે પણ કોઈને વૃક્ષ ઉછેરવાનું મન થાય છે ?!
આપણે આપણી જાતને પૂછીએ અને જીવનમાં એક વૃક્ષ અચૂક ઉછેરીએ.
એક વૃક્ષ… એક જીવન.
આવનારી પેઢીને જીવન આપવું છે ?
ચાલો શરૂઆત આપણાથી કરીએ.
………………………………………………………………………………………………………
એક નાનો બાળક એકવાર તેની મમ્મીને કહે છેઃ મમ્મી, મમ્મી જો….પેલો કચરાવાળો આવ્યો…!
તેની મમ્મી તેને પ્રેમથી સમજાવે છેઃ બેટા, કચરાવાળો એ નહીં આપણે છીએ. તે તો સફાઈવાળો છે.
હંમેશાં સ્વચ્છતાનો અભિગમ અપનાવીએ.
……………………………………………………………………………………………………….
પર્યાવરણમિત્રો આનંદો !! અમદાવાદમાં એક અઠવાડિયા સુધી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાશે… ૧ થી ૮ જૂન દરમિયાન યોજાનાર આ ઉત્સવમાં સૌને હાર્દિક આમંત્રણ છે. સૌને માટે પ્રવેશ નિઃશુલ્ક છે. – વ્હેલશાર્કનું ૪૦ ફૂટનું એરબલૂન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર
વિશેષ જાણકારી માટે વાંચોઃ
(http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/environment-day-celebration)
પર્યાવરણ – જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણથી સર્જાતો પ્રાકૃતિક પરિવેશ; એન્વાયરન્મેન્ટ (2) આસપાસ
અશોક – ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં થયેલો મગધનો મૌર્યવંશી ચક્રવર્તી રાજા. તેણે ઈ. સ. પૂર્વે ૨૩૪થી ૧૯૮ સુધી રાજ્ય કર્યું.
પરિભાષા – તે તે શાસ્ત્રમાં અમુક ચોક્કસ પદાર્થ કે ક્રિયા, ગુણ વગેરેને માટે નક્કી કરેલો સાંકેતિક શબ્દ, વ્યાખ્યાશબ્દ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.