તા- ૨૬/૧૨/૦૯ અને તા/ ૨૭/૧૨/૦૯ એ બે દિવસ માટે અમદાવાદ ખાતે Red Hat અને Arnion Technologies Pvt Ltdના સંયુક્ત ઉપક્રમે Arnion Technologiesની ઑફિસમાં FUEL (Frequently Used Entries for Localization) વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું. આ વર્કશોપમાં સામાન્ય રીતે બધી ઓપરેટિંગ સિસ્ટમમાં કે પછી કમ્પ્યૂટરમાં બીજે બધા વપરાતા હોય તેવા ૫૭૮ સામાન્ય શબ્દોનું ભાષાંતર કરવામાં આવેલું હતું.
આ વર્કશોપમાં પ્રથમ દિવસે Red Hat (પૂના)માંથી શ્રી અંકિત પટેલ, શ્વેતાબેન કોઠારી આવેલા હતા. ભાષા નિષ્ણાત તરીકે શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ, શ્રી પ્રશાંતભાઈ દવે અને શ્રી કેતનભાઈ ઉપાધ્યાય તથા સમગ્ર Infineon Infotech ટીમ ઉપસ્થિત રહી હતી.
વર્કશોપની શરૂઆતમાં સૌ પ્રથમ અંકિતભાઈ દ્વારા આ પ્રોજેક્ટ અંગેની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ સૌ મિત્રોનો એકબીજા સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પસંદ કરવામાં આવેલા સામાન્ય શબ્દો કે જેનું અંકિતભાઈ અને શ્વેતાબહેન દ્વારા ભાષાંતર કરવામાં આવેલું હતું તે યોગ્ય છે કે નથી અથવા તો તેની જગ્યાએ બીજો કયો શબ્દ પ્રયોજી શકાય તેમ છે તે અંગે દરેક શબ્દ માટે ચર્ચા કરવામાં આવેલી. પ્રથમ દિવસના અંતે ૨૪૭ શબ્દો ઉપર કામ કરવામાં આવેલું. સાંજે ૬.૦૦ વાગે પ્રથમ દિવસની ચર્ચાનું સમાપન કરવામાં આવેલું.
ત્યારબાદ બીજે દિવસે સવારે પુન: ૧૦ વાગે આ કાર્ય શરૂ કરવામાં આવેલું. બીજે દિવસે શ્રી સિદ્ધાર્થભાઈ, શ્રી યોગેન્દ્રભાઈ વ્યાસ અને શ્રી પ્રશાંતભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા અને બાકી રહેલા બીજા ૩૩૧ શબ્દ ઉપર કામ કરવામાં આવેલું.
આ વર્કશોપમાં દરેકે દરેક શબ્દ ઉપર ઝીણવટપૂર્વકની ચર્ચા કરવામાં આવેલી અને કોઈપણ વ્યક્તિ સરળ રીતે સમજી શકે તેવા શબ્દોનો ઉપયોગ થાય તેનું ધ્યાન રાખવામાં આવેલું હતું.
આ સમગ્ર વર્કશોપ દરમ્યાન વડીલ મિત્રોએ ખૂબજ શાંતિથી તથા વસ્તુની મહત્તા સમજી ને પોતાનો જે અભિપ્રાય આપ્યો છે તે ખૂબ જ અગત્યનો છે. અને આ બે દિવસના કાર્યક્રમ માટે પોતાનો અમૂલ્ય સમય ફાળવવા બદલ Arnion Technologies સૌની ખૂબ જ આભારી છે
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં