૩૧મી ઑક્ટોબર, એ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનો દિવસ છે. (૩૧ ઑક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) આ દિવસ સમગ્ર ભારતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે પણ મનાવાય છે.
સરદાર પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ ફાળો આપ્યો હતો એટલું જ નહિ આઝાદ બનેલા રાષ્ટ્રના એકીકરણનું અશક્ય કામ કરી બતાવી ભારતના રાજકીય ઇતિહાસમાં એક દુરંદેશી નેતા તરીકે એમનું નામ અમર કરી ગયા છે. સ્વ.વલ્લભભાઈની નેતૃત્વ શક્તિ ગજબની હતી અને એટલે જ તેઓ ભારત અને દુનિયાભરમાં ‘સરદાર’ના હુલામણા નામથી સંબોધાય છે.
તેમનાં પ્રેરક અવતરણોઃ
“ચારે બાજુઓથી મુશ્કેલીઓ તૂટી પડે તો અમે લમણે હાથ દઈને બેસી જતા નથી. સમસ્યાઓનો ઝટ ઉકેલ ન થાય તો અમે ભાગ્ય કે ઈશ્વરને દોષ દેતા નથી. કદાચ અમારા મોં પર લોકો અમને ધુત્કારે તેથી અમે જીવન હારી જતા નથી. બધી બાહ્ય સંપત્તિ અમને ત્યજી જાય તેથી અમે અકિંચન બની જતા નથી.”
“ ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઇચ્છું છું….બીજા કોઈ પણ જેટલા બહાદુર થઈ શકે તેટલો ગુજરાતી પણ થઈ શકે. શરીરે ભલે તમે દુબળા હો, પણ કાળજું વાઘ-સિંહનું રાખો. સ્વમાન ખાતર મરવાની તાકાત તમારા હૃદયમાં રાખો. કોઈ તમને અંદરો અંદર લડાવી ન શકે એટલી સમજણ રાખો.ગરીબોની સેવા એ ઈશ્વરની સેવા છે.”
સરદાર પટેલના જીવન અને કાર્ય વિષે વિગતે માહિતી વિકિપીડિયાની આ લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.
સાંપ્રત અહેવાલઃ
આજે સરદારની જન્મજયંતી નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં રન ફોર યુનિટી ચાલી રહી છે. આજના દિવસે એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલી આ દોડમાં વહેલી સવારથી લોકો એકતાના સંદેશ સાથે દોડ્યા હતા. તો ગુજરાતમાં પણ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. જેના ભાગરૂપે ગુજરાત સહિત દેશભરમાં 565થી વધુ સ્થળે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયા. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આનંદીબહેન પટેલે લીલીઝંડી બતાવીને દોડને પ્રસ્થાન કરાવી. મોટી સંખ્યામાં લોકોએ રન ફોર યુનિટીમાં ભાગ લઈને એકતાનાં દર્શન કરાવ્યાં. વલ્લભસદનથી સવારે 5 વાગ્યે શરૂ થયેલી રન ફોર યુનિટી ડિલાઈટ ચાર રસ્તાથી, બુટાસિંગ ચાર રસ્તા, ઈન્કમટેક્સ ચાર રસ્તા, અંજતા કોમર્શિયલ સેન્ટર, ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ફરીને પરત વલ્લભસદન રિવરફ્રન્ટ પર ફરશે. આજની આ દોડમાં શહેરભરમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે.
આ તકે મુખ્યમંત્રી આનંદીબેને ખાસ યુવાવર્ગને ધ્યાનમાં રાખીને ‘ભારતના સરદારને સલામ’ મથાળા સાથે એક બ્લોગ લખ્યો છે.
આનંદીબેને પોતાના બ્લોગમાં એકતા પર વિશેષ ભાર મુકતાં લોકોને હાકલ કરી છે કે, ‘ગુજરાતની એકતામાં આપણે નવચેતન ભરી દઈએ. ગુજરાતની એકતાનો રંગ આપણે વિશ્વને બતાવીએ. જો જો હોં, ગુજરાતનો રંગ જાય ના!’ તેઓ એમ પણ લખે છે કે, ‘કેન્દ્રમાં હવે જ્યારે નરેન્દ્રભાઈની સરકાર છે ત્યારે આ વખતની ૩૧ ઑક્ટોબર ઘણી અલગ રહેશે.’
………………………………………………………………………………………………………………………..
નવી દિલ્હી, 31 ઑક્ટોબર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ જયંતીના રાષ્ટ્રીય એકતા દિવસે રન ફોર યુનિટિની શરૂઆત કરી હતી. વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી આયોજિત આ મેરેથોન દોડમાં વડાપ્રધાન મોદીએ પણ ભાગ લીધો હતો. દોડમાં ભાગ લેવા માટે વિજેન્દ્ર કુમાર અને પહેલવાન સુશીલ કુમાર પણ રાજપથ પહોંચ્યા હતા.
દેશના પ્રથમ ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની આજે ૧૩૯મી જન્મજયંતી છે. આ નિમિત્તે સમગ્ર દેશમાં ‘રન ફોર યુનિટી’ અથવા ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી સહિત અમદાવાદ અને હૈદરાબાદ જેવી સ્થળો પણ રન ફોર યુનીટિનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં રન ફોર યુનીટિ માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લીલી ઝંડી બતાવી હતી.
વડાપ્રધાન મોદીએ આજે સવારે અહીં પટેલ ચોક ખાતે જઈ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમયે સ્થળ પર સુષ્મા સ્વરાજ, નાણા મંત્રી અરુણ જેટલી, શહેરી વિકાસ મંત્રી વૈંક્યા નાયડું અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સહિત બીજેપીના તમામ અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે શબ્દાંજલિ આપતાં કહ્યું હતું કે, સરદાર પટેલને જન્મજયંતી નિમિત્તે વંદન કરું છું. આધુનિક ભારતના એ ખરા ઘડવૈયા છે. આઝાદી મળ્યા બાદ દેશમાં ૫૫૦૦ રાજા-રજવાડાંઓને સરદાર પટેલે ભારતમાં જોડી દેવાનું ભગીરથ કાર્ય કરી બતાવ્યું હતું. દેશને સરદાર પટેલની સેવાનો લાભ ઓછો મળ્યો હતો. પટેલ અને મહાત્મા ગાંધીની જોડીએ દેશને આઝાદી અપાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. મહાત્માં ગાંધી પણ સરદાર પટેલ વગર અધુરા હતા.
મહાન ચાણક્ય બાદ દેશને એક સૂત્રમાં બાંધવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ સરદાર પટેલે. તેમણે ભારત પર રાજ ચાલુ રાખવાના બ્રિટિશરોના સપનાં ચકનાચૂર કરી નાખ્યા હતા, એમ પીએમ મોદીએ કહ્યું હતું.
ગુજરાતીલેક્સિકોન તરફથી સૌ દેશવાસીઓને આ રાષ્ટ્રીય પર્વે એકતા, અખંડિતતા, દેશપ્રેમ, દેશવિકાસ અને તે થકી સુખ-શાંતિ અને સમૃદ્ધિની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે,
માહિતી સ્રોતઃ
http://www.sandesh.com/article.aspx?newsid=3003847,
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.