ઇન્ટરનેટ પર ફેસબુક અને ઈમેલ ચેક કરવા સિવાય આજના ઈન્ટરનેટ યુઝરને કાંઈ ઝાઝુ કામ હોતું નથી. જો કે આમાં તમે ને અમે બધાંયનો સમાવેશ થઈ ગયો, પરંતુ ઇન્ટરનેટ પર ખોખાંખોળા કરતી વખતે બે વેબસાઈટ્સથી ભારતીય અને ગુજરાતી એમ બંને રીતે મારી છાતી ગર્વથી ફુલાઈ ગઈ તેમ જ શરીરમાં જોશ ભરાઈ ગયો. વળી, એ ખ્યાલ પણ આવ્યો કે ઇન્ટરનેટનો સાચી દિશામાં ઉપયોગ કેટલો યથાર્થ નીવડી શકે.
આ વેબસાઈટ્સની વાત કરીએ તો સૌ પ્રથમ http://www.arisefreeindia.org જેમાં ભારત દેશની આઝાદી માટે અડગ રહી લડ્યાં હતાં પરંતુ આજે તેમનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. બસ, આવા જ ભૂલાયેલા દેશભક્તોને તેમનું યોગ્ય સન્માન પાછું મળે તેના માટેના બનતા દરેક પ્રયત્નો વેબસાઈટ દ્વારા કરવામાં આવે છે. સૌથી આશ્ચર્યની તેમ જ આજના જુવાનિયાઓને શીખ આપનારી વાત એ છે કે આ પ્રકારનું બીડું અમેરિકામાં રહેતા ભારતીય યુવાન દિપક પારેખે ઝડપ્યું છે.
આ જ સંસ્થા પોતાની પ્રવૃત્તિઓના ભાગરૂપે આવતીકાલે એટલે કે 16 એપ્રિલ, 2011ના રોજ “World Walks For Peace – 2nd Annual 5 mile Walk-a-thon” ઈવેન્ટનું Troy Community Center, Detroit, USA ખાતે આયોજન કર્યું છે. જેમાં વિશ્વશાંતિની અપીલ માટે લોકો 5 માઈલ ચાલશે.
ખરેખર, જ્યારે આખું યંગિસ્તાન ફેસબુક અને ટ્વિટર પર વર્ચ્યુઅલ મજા માણવામાં મદમસ્ત છે ત્યારે આ અમેરિકન-ભારતીય યુવાને યુવાનીની સાથે સાથે દેશભક્તિનો ધર્મ પણ નિભાવ્યો તે જોઈ આનંદની સાથે ગર્વની લાગણી પણ અનુભવાઈ.
જ્યારે બીજી વેબસાઈટની વાત કરીએ તો http://www.kidneyingujarati.com જ્યાં ગુજરાતી ડોક્ટરે કિડની વિશેની તમામ માહિતી તદ્દન મફત આપી માનવસેવા ધર્મ નિભાવ્યો છે. આજના જમાનામાં ડોક્ટર ભગવાન મનાય છે ત્યારે ડો.સંજય પંડ્યાએ પોતાની માનવસેવા નીતિને કારણે કિડની બચાવવા વિષય પર લખેલા પુસ્તકોને વેબસાઈટ ઉપર મૂકીને બને તેટલા લોકોની મદદ કરવાનો એક નિખાલસ અને અમૂલ્ય પ્રયત્ન કર્યો છે. ગુજરાતી, હિન્દી અને મરાઠી એમ ત્રણેય ભાષાઓમાં કિડનીને લગતી સંપૂર્ણ માહિતી આવરી લેવામાં આવેલી આ વેબસાઈટ ખરેખર આપણા માટે ઉપયોગી નીવડે છે.
ઉપરોક્ત વેબસાઈટ્સને નિહાળતા તેમના ઉમદા હેતુથી મુખમાંથી એક જ વાક્ય સરી પડ્યું કે “ખરેખર, માણસાઈ હજુ મરી નથી પરવારી”. કદાચ, આપણે કોઈ મહાન કાર્ય ન કરી શકીએ તો કાંઈ નહીં પરંતુ આ પ્રકારના માનવસેવાના કાર્યમાં આપણે કોઈ પણ રીતે સહભાગી બનીશું તો એ એક મહાન કાર્યથી ઓછું નહીં જ હોય.
Let’s wake up because we can do it!!
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ