ફેબ્રુઆરી મહિનો આવ્યો નથી અને રોઝ ડે, ટેડી ડે, ચોકલેટ ડે, હગ ડે, વેલેન્ટાઇન ડે (Valentine Day , 14th Feb. 2020, Friday) વગેરેની તૈયારીઓ ચારેબાજુ જોવા મળશે. યુવાનીઓ તો જાણે આખું વર્ષ આ જ દિવસની રાહ જોતા હોય તેવું લાગે. અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ પ્રમાણે વેલેન્ટાઇનનો અર્થ આ મુજબ આપેલ છે : સંત વૅલન્ટાઇન દિને (ફેબ્રુ – ૧૪) પસંદ કરેલી પ્રેયસી, તે દિવસે પ્રિયતમ કે પ્રિયતમાને લખેલો નનામો પત્ર
જરૂરિયાતમંદને મદદ કરી તેના મુખ પર હાસ્ય લાવો તો તેને માટે તમે તે દિવસના તેના વેલેન્ટાઇન
મૃત્યુના બિછાને પડેલા માણસને નવજીવનની આશા મળે તે તેના માટે વેલેન્ટાઇન
સરહદે બેઠેલા સૈનિકને પોતાના પ્રિયજનનો સંંદેશ જે દિવસે મળે તે તેના માટે વેલેન્ટાઇન
કોઈને નિરાશાના અંધકારમાંથી બહાર લાવો તો તે તેના માટે વેલેન્ટાઇન
આમ, વેલેન્ટાઇન એ ફક્ત પ્રેમી-પ્રેમિકા વચ્ચે I love youની આપ લે જ નથી પરંતુ તેથી વિશેષ છે.
વેલેન્ટાઇનને ઉજવવો છો તો તેને તેના ખરા અર્થમાં ઉજવો. કોઈના ચહેરાનુંં હાસ્ય બનો, કોઈનામાં ઉમંગ અને ઉત્સાહનો સંચાર કરનાર બનો. યાદ રાખો શબ્દોમાં બહુ તાકાત છે. તમારા ફાલતુ વાક્યો જેમ અન્ય લોકોના માનસ પર મોટી અસર કરે છે તે જ રીતે તમારા પ્રસંશાના શબ્દો કે ઉત્સાહભર્યા શબ્દો તેમનામાં નવું જોમ ઉમેરે છે. આજકાલ માનવી સખત તાણ અનુભવતો હોય છે. આ માનસિક તાણમાંથી તે વ્યક્તિને બહાર લાવવી તે પણ એક પ્રકારનું વેલેન્ટાઇન જ છે.
રોજ સવારે તમારી લિફ્ટનો દરવાજો ખોલનાર લિફટમેનથી લઈ, ગાડી સાફ કરનાર, પહેરેદાર, ઑફિસમાં પટાવાળો, ચાવાળો આ બધા સામે એક સુંંદર સ્મિત સાથે good morning અને have a good day કહેશો તો તે પણ તેમના માટે રોજ વેલેન્ટાઇન બની જશે.
આનો મતલબ એ પણ નથી કે તમે તમારા પ્રિય પાત્રને વેલેન્ટાઇન પર ના પૂછો કે, will you be my valentine ? પૂછો જરૂરથી પૂછો પણ મનમાં એક સકારાત્મક વિચાર સાથે, હાથમાં ગુલાબ અને એક ચોકલેટ, ચહેરા પણ એક સુંદર સ્મિત, જવાબદારીવાળી વર્તણુક અને બધા સાથે આત્મીયતાભર્યો વહેવાર જો હશે તો સામે વાળું પાત્ર એમ જ કહેશે કે, yes, I will be your valentine…
Have a happy valentine to all readers.
Valentine – સંત વૅલન્ટાઇન દિને (ફેબ્રુ – ૧૪) પસંદ કરેલી પ્રેયસી, તે દિવસે પ્રિયતમ કે પ્રિયતમાને લખેલો નનામો પત્ર
Good – ઉચિત કે આવશ્યક ગુણવાળું, પર્યાપ્ત, સદ્ગુણી, નૈતિક દૃષ્ટિથી શ્રેષ્ઠ, લાયક, યોગ્ય, સદ્વર્તની, પરોપકારી, પથ્યકર, નક્કર, માફક આવે એવું, અનુકૂળ, ખરાબથી વિપરીત, સારું સરખું, વિપુલ, ગુણવાન, પુષ્કળ, લાભ, શુભ, સાચું, યથાર્થ, ભલું, કલ્યાણ, સંતોષપ્રદ, પ્રશંસનીય, પુનિત, હરકોઈ ઇષ્ટ વસ્તુ, નફો, જંગમ મિલકત, વેપારનો માલ
Love – ઉષ્માભરી લાગણી, પ્રેમ, વહાલ, સ્નેહ, પ્રણય, અભિરુચિ, આસક્તિ, કામેચ્છા, શોખ, પ્રેયસી, પ્રિયકર, પ્રેમપાત્ર વ્યક્તિ, જાતીય આવેશ, મજાનો માણસ કે વસ્તુ, (રમતમાં) શૂન્ય, કશું નહિ
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.