આજે આપણે બધા કર્મની વાતો કરીએ છે તો શું તમે જાણો છો કે કર્મનો શો સિદ્ધાંત છે ? What is Theory Of Karma)
ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન અને અટપટી છે. તેનું કારણ છે કે માનવીનું જીવન પણ અટપટું છે.
દુનિયામાં બધા માણસો દુખી કે સુખી નથી, કોઈ દુખી છે તો કોઈ સુખી છે. આ સુખ અને દુખ માનવીના કર્મ ઉપર આધારિત હોય છે. તો ચાલો આજે કર્મનો સિદ્ધાંત સમજીએ. (Theory of Karma)
આપણે જે કોઈ પણ કાર્ય કે ક્રિયા કરીએ તે કર્મ કહેવાય. ખાવું, પીવું, ગાવું, ચાલવું, નાહવું, હસવું, રડવું, ઊંઘવું, જાગવું વગેરે બધા પણ એક કર્મ કહેવાય. આ કર્મને ત્રણ ભાગમાં વિભાજીત કરી શકાય.
માણસ સવારે ઊઠે અને રાત્રે સૂવે તે દરમ્યાન જે પણ કર્મ કરે તેને ક્રિયામણ કર્મ કહેવાય. આ ક્રિયામણ કર્મનું ફળ મળે તે પછી જ તે કર્મ શાંત થાય. દા.ત તરીકે તમને તરસ લાગી અને તમે પાણી પીધું એટલે કે પાણી પીવાનુંં કર્મ કરવાથી તરસ મટી ગઈ એટલે તે ફળ મળ્યું. ક્રિયામણ કર્મ ફળ આપીને શાંત થઈ ગયું.
પરંતુ કેટલાક ક્રિયામણ કર્મનું ફળ તાત્કાલિક મળતું નથી પરંતુ યોગ્ય સમયે મળે છે. એટલે કે તમે જે કર્મ કર્યું તેનું ફળ તેનો સમય ના આવે ત્યાં સુધી સંચિત થયું તેને સંચિત કર્મ કહેવાય છે.
દા.ત તમે આજે પરીક્ષા આપી પણ તેનું પરિણામ તમને એક મહિના પછી મળ્યું તો આને સંચિત કર્મ કહેવાય છે. માનવી તેના વિવિધ ભવ દરમ્યાન આવા સંચિત કર્મ એકત્ર કરતો રહે છે અને તેનો યોગ્ય સમય આવે તેનું સારું કે ખરાબ ફળ માનવીને મળતું રહે છે. એટલે કે ક્રિયામણ કર્મ જે ફળ આપીને શાંત થયા નથી તેને સંચિત કર્મ કહેવાય.
જ્યારે સંચિત કર્મ ફળ આપવા તૈયાર થાય ત્યારે તેને પ્રારબધ કર્મ કહે છે. એક આત્મા 84 લાખ ભવોના ફેરા ફરે છે. અને દરેક ભવમાં નવા ક્રિયામણ કર્મો કરે છે. તેમાંંથી કેટલાક સંચિત કર્મો જમા થયા કરે છે. જે સમય આવે પાકીને ફળ આપવા પ્રારબ્ધ રૂપે જીવની સામે આવીને ઊભા રહે છે અને અનંતકાળ સુધી જીવનો મોક્ષ થવા દે નહિ એટલે સંસાર અસાર કહેવાયો છે.
કોઈ પણ કર્મ કરો એટલે તેનું ફળ અચૂકથી મળે જ. તમે ગમે તેટલા પ્રયત્નો કરો પણ ફળ તો તમારે ભોગવવું જ પડે. એટલે કે કરેલાં કર્મો ભોગવવા જ પડે. આ સિદ્ધાંત ઉપર જ આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત પ્રચલિત થઈ છે : જેવું કરો તેવું લણો, જેવું કરો તેવું પામો, જેવી કરણી તેવી ભરણી.
આથી હે માનવ સત્કર્મ કરો અને સારું ફળ મેળવો.
(હીરાભાઈ ઠક્કર લિખિત કર્મનો સિદ્ધાંત પુસ્તકને આધારે)
બ્લોગ લખનાર : મૈત્રી શાહ
ગહન – deep, thick; inaccessible, inpenetrable; incomprehensible; mysterious. deep or thick forest
કર્મ – act. deed; action, work; activity; function; conduct, behaviour; religious ceremony, rite; fate, luck, doings of paste life of lives; duty; bad, evil, immoral, act(s); sin; [gr.] object (of a verb).
સંચિત – amassed, accumulated; hoarded. n. accumulated karma (merit or demerit) of past life or lives.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.