લાગણી એટલે emotions.
ક્યારેય વિચાર્યું છે કે આ લાગણી ક્યાંથી જન્મે છે. લાગણી વિચારમાંથી જન્મે છે. જો વિચાર સકારાત્મક હોય તો તે વિચારમાંથી જન્મેલ લાગણી ખુશી આપનારી હોય છે અને જો વિચાર નકારાત્મક હશે તો લાગણી પણ દુખ પહોંચાડનારી હશે. જેવો તમે વિચાર બદલશો તેવી તે લાગણી જતી રહેશે.
વ્યક્તિ પોતના વિચારની પસંદગી પોતાની જાતે જ કરતી હોય છે. પણ તે બાબતથી તે અજાણ હોય છે. જો તમે એકની એક વાત વિશે વારંવાર વિચાર્યા કરશો તે તે વિચાર એક લાગણીને જન્મ આપશે. કહેવાય છે કે સકારાત્મક લાગણીની હયાતીમાં ક્યારેય ક્રોધાગ્નિ ઊભો ના થઈ શકે. લાગણીની લગની લાગી જાય તો ક્રોધનો અગ્નિ કદી ભડકે ન બળે. કેમકે લાગણીના પાણીમાં ક્રોધાગ્નિને શાંત કરવાની વિશિષ્ટ શક્તિ હોય છે. ક્રોધાગ્નિને ભડકે બાળવાનું જોરદાર નિમિત્ત આંખ સામે હોય છતાં પણ લાગણીનું પાણી તો ઠારવાનું જ કામ કરાવે?
આ વાત સમજાવતો સરસ્વતીચંદ્રના રચયિતા ગોવર્ધનરામ ત્રિપાઠીનો એક કિસ્સો સમજવા જેવો છે.
વાત એમ હતી કે મુંબઈની કચેરીમાં એક મોટો ગૂંચવાળાવાળો મુકદ્દમો ચાલી રહ્યો હતો અને તે મુકદ્દમો લડી રહ્યા હતા ગોવર્ધનરામ ત્રિપાઠી. કેસ જીતવા તેમણે રાત-દિવસ એક કરી કેટલાંય પુસ્તકોનો અભ્યાસ કરી અને તેને આધારે તેમની દલીલોના કાગળ તૈયાર કર્યા. આ કાગળોની અન્ય એક નકલ કરવાના હેતુથી તે કાગળો ટેબલ પર રાખી તેઓ કામસર બહાર ગયા.
તેમની ગેરહાજરીમાં તેમની નાની દીકરી રમતાં રમતાં ત્યાં આવી અને તે વખતે ઉત્તરાયણનો તહેવાર આવતો હોવાથી તેને જાતે પતંગ બનાવવાનું મન થયું. આથી પતંગ બનાવવા તેણે ટેબલ પર પડેલા કાગળ લીધા અને પતંગ બનાવવાનો પ્રયત્ન કરવા લાગી. આ પ્રયત્નોમાં તેમાંના ઘણાં કાગળો તેણે ડૂચો કરી નાખી દીધા અને છેલ્લે સફળતા મળતાં તે ખુશ થઈ ગઈ.
તે જ વખતે ગોવર્ધનરામ પરત ફર્યા. તેમને જોઈને હરખાતી દીકરી જાતે બનાવેલો પતંગ તેમને બતાવવા લઈ ગઈ. પતંગ જોતાંની સાથે જ વકીલના મનમાં ફાળ પડી. દીકરીએ મહત્ત્વના કાગળોનું કચુંબર કરી દીધું, ભારે નુકશાન થયું કેમકે આબરુનો સવાલ હતો.
એક-બે પળ વિક્ષુબ્ધ બન્યા પછી તરત તેમણે પોતાની જાતને સંભાળી લીધી અને દીકરી પ્રત્યેની લાગણીની લગનીએ ક્રોધનો અગ્નિ પ્રગટે તે પૂર્વે જ શાંત કરી દીધો.
સ્મિત કરતાં કાગળ ભેગાં કરતાં તેમણે પોતાની દીકરીને કીધું કે, ‘બેટા! મારા કામના આ કાગળિયા ના અડાય હોં !
બસ આ જ રીતે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં સંયમિત વર્તણુક માનવીને સાચી સમજ અને દિશાનું માર્ગદર્શન કરે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.