માનવી હંમેશા જીવનમાં કંઈને કંઈ વાત ઉપર દુ:ખી રહ્યા કરતો હોય છે. સુખ, ખુશી(happiness / happy life), શાંતિ અને સફળતા (success)ની શોધમાં સતત ભટક્યા કરતો હોય છે. આ પરિસ્થિતિમાં વર્ષોના વર્ષ વીતી જાય છે તેનો તેને ખ્યાલ રહેતો નથી. આપણે જ્યારે જગતને ચાહીએ છીએ ત્યારે જ આપણે જીવન પામીએ છીએ. આ ઉપરાંત, કોઈ પણ વિચારના અંકુર માનવીના પોતાના જ શબ્દોમાંથી પ્રાણ પામે છે અને પછી પાંગરે છે. જેમ વસંત ઋતુને નવજીવનની ઋતુ કહે છે કેમ કે તે સમયે કુદરતમાં નવું જીવન આવે છે. શું કદી તમે વિચાર્યું છે કે મારામાં નવું જીવન કેવી રીતે આવે ? નવી ચેતના કેમ સ્ફુરે ? આ બધા મુદ્દા વિચારશો તો આપો આપ રાહ મળશે અને જીવનમાં સુખી થવાના પથ પર આગળ વધી શકશો.
આપણા પુરાણોમાં પણ વિવિધ સાધુ-સંતો દ્વારા, જ્ઞાની ભગવંતો દ્વારા એક યા બીજા સ્વરૂપે જીવનમાં સુખી થવાના ઉપાયો આપવામાં આવેલા છે. જો એ બધાનો નિચોડ કરવામાં આવે તો મુખ્યત્વે નીચે જણાવેલી બાબતો જાણવા મળશે
જો ઉપરના મુદ્દાને ધ્યાનમાં રાખી તે પ્રમાણેનું આચરણ કરવામાં આવે તો વિશ્વમાંં બધે જ સુખ શાંતિ જોવા મળે. અત્યારની પરિસ્થિતિમાં આપણને એવું લાગે છે કે જાણે આપણે 20-25 વર્ષ પાછા જતા રહ્યા છીએ અને સાદગી ભર્યું જીવન જીવી રહ્યા છીએ તો પરમ શાંતિ અનુભવીએ છીએ. પરિવારના લોકો સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી શકીએ છીએ. માનસિક તાણ ઓછી અનુભવવા મળે છે.
આ બ્લોગમાં આવતાં કેટલાંક ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ (Gujarati to English Meaning)
અંકુર : sprout, shoot; origin; [fig.] seed; (of a wound) being healed or cured, healing
ચેતના : consciousness; life, vitality; understanding.
યથાશકિત : according to, to the utmost of, one’s capacity or strength.
બ્લોગ લખનાર : મૈત્રી શાહ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં