હવે આ બધી જ કૃતિઓને તેઓ આજે ‘ઈ–બુક્સ’ના સ્વરૂપે અગિયાર ભાગમાં રજૂ કરી રહ્યા છે. વળી, આ બધી જ ઈ–બુક્સ પીડીએફ અને ઈ–પબ – આ બે સ્વરૂપે નિ:શુલ્ક ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરીએ છીએ.
આ 275 રચનાઓમાં વાર્તાઓ, લઘુકથાઓ, જીવનપ્રસંગો, પ્રસંગચિત્રો, આરોગ્ય, હાસ્યનિબંધો, ગઝલ–હઝલ–ગીત–કાવ્યો–બાળકાવ્યો–પ્રતિકાવ્યો, મુલાકાત, પ્રવાસકથા વગેરે પુષ્કળ વૈવિધ્ય છે. સર્જકોમાં સર્વ શ્રી. ભગવતીકુમાર શર્મા, ગુણવંત શાહ, ક. મા. મુનશી, રઘુવીર ચૌધરી, દિનેશ પાંચાલ, ચન્દ્રકાંત બક્ષી, વર્ષા અડાલજા, સ્વામી આનંદ, રસિક ઝવેરી, સ્વા. સચ્ચિદાનંદજી, અરુણા જાડેજા, મહાવીર ત્યાગી, અવન્તિકા ગુણવંત, રતિલાલ બોરીસાગર, તરુ કજારિયા, ચન્દ્રકાંત ટોપીવાળા, ધીરુબહેન પટેલ, શશિકાંત શાહ, શરીફા વીજળીવાળા છે તો કવિઓમાં રઈશ મણિયાર, મુકુલ ચોકસી, નયન દેસાઈ, ગૌરાંગ ઠાકર, કૃષ્ણ દવેથી માંડી લક્ષ્મી ડોબરિયા અને ભરત વિંઝુડા પણ છે. યાદી બહુ લાંબી છે સૌ વહાલસોયા સર્જકોનાં નામોની. અનુક્રમણિકામાં તે જોઈ શકાશે.
આમ, આ બધા સાહિત્યકારોની પસંદીદા કૃતિઓ આપણને એક સાથે વાંચવા મળી જાય અને એ પણ કમ્પ્યૂટરની સાથે સાથે મોબાઇલ, ટૅબ્લેટ કે આઈ–પૅડ જેવાં અત્યાધુનિક ઉપકરણો પર પણ, તો તે ખરેખર ટૅક્નૉલૉજી મારફત ભાષા સંવર્ધન માટેનું આવકરાદાયક પાસું ગણી શકાય.
આ બધી જ રચનાઓની ઈ–બુક્સ તમે ‘ગુજરાતીલેક્સિકોન’ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો
http://www.gujaratilexicon.com/e-books/
275 વાચનસામગ્રીના આવા અગિયાર ભાગ છે. ડાઉનલોડ કરવાનું ન ફાવે તો આપ ઉત્તમભાઈને uttamgajjar@gmail.com ઈ–મેલ કરીને પણ મંગાવી શકો છો.
સૌ ઈ–બુક વાચનરસિયા વાચકોનું અમે ભાવભીનું સ્વાગત કરીએ છીએ અને શ્રદ્ધા રાખીએ છીએ કે અમારો આ પ્રયાસ આપ સૌને પસંદ પડશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.