Gujaratilexicon

ગુજરાતી સાહિત્યકારો અને તેમના તખલ્લુસ અને વાંચવા જેવા પુસ્તકોની યાદી

July 24 2020
Gujaratilexicon

કોઈ પણ ભાષાના સાહિત્યમાં તમને એવા ઘણા સાહિત્યકારો જોવા મળશે કે જેઓ તેમના મૂળ નામની જગ્યાએ તેમના ઉપનામ કે તખલ્લુસથી વધુ પ્રચલિત છે.

ગુજરાતી ભાષામાં પણ એવા ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા કે જેઓ આજની તારીખે પણ તેમના તખલ્લુસથી વધુ ઓળખાય છે.

કોઈ દત્તાત્રેય કાલેલકર કહે તો યાદ ન આવે પણ કાકાસાહેબ કાલેલકર કહે તો તરત યાદ આવે.

તો ચાલો, આજે કેટલાક સાહિત્યકારો અને તેમના તખલ્લુસ વિશે માહિતી મેળવીએ. (Gujarati literature, author, books)

સાહિત્યકારનું નામતખલ્લુસ
દત્તાત્રેય કાલેલકર કાકાસાહેબ કાલેલકર
મણિશંકર ભટ્ટકાન્ત
કનૈયાલાલ મુનશીઘનશ્યામ, ક. મા. મુનશી
મનુભાઈ પંચોળીદર્શક
ગૌરીશંકર જોશીધૂમકેતુ
મધુસૂદન પારેખપ્રિયદર્શી
બરકત વિરાણીબેફામ
રાજેશ વ્યાસમસ્કિન
ચીનુ મોદીઈર્શાદ
ભોગીલાલ ગાંધીઉપવાસી
સુરસિંહજી ગોહિલકલાપી
બકુલ ત્રિપાઠીઠોઠ નિશાળીયો
મગનલાલ પટેલપતીલ
મુકુન્દરાય પટણીપારાશર્ય

કહેવાય છે કે જ્યારે કોઈ ભાષાને શીખવી હોય, સારી રીતે સમજવી હોય તો તેના સાહિત્યનું પણ વાંચન હોવું જરૂરી છે.

ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા તથા પ્રથમ લેખક નર્મદ હતા. આ બધાને પગલે ગુજરાતી ભાષામાં સાહિત્યનું યોગદાન ઉત્તરોતર વધતું જ રહ્યું છે. ગુજરાતીભાષામાં ઘણા બધા સાહિત્યકારો, લેખકો, કવિઓ, નાટ્યકાર થઈ ગયા.

ગુજરાતી ભાષામાં આત્મકથા, પ્રવાસવર્ણન, નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, જીવનચરિત્ર, ટૂંકી વાર્તાઓ, ઇતિહાસ કથાઓ, લોકવાર્તાઓ, કાવ્યો વગેરે જેવી વિવિધ કૃતિઓનું નિર્માણ થયું છે.

ગુજરાતી ભાષાના અચૂકથી વાંચવા યોગ્ય પુસ્તકો નીચે મુજબ છે.

ક્રમ પુસ્તકનું નામ લેખકનું નામ પ્રકાશક વિભાગ
1 અમાસના તારા કિસનસિંહ ચાવડા આદર્શ પ્રકાશન નિબંધ
2 અમૃતા રઘુવીર ચૌધરી રંગદ્વાર પ્રકાશન નવલકથા
3 અમે બધા જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા ગુર્જર પ્રકાશન નવલકથા
4 અલગારી રખડપટ્ટી રસિક ઝવેરી નવભારત સાહિત્ય મંદિર પ્રવાસકથા
5 અશ્રુઘર રાવજી પટેલ આદર્શ પ્રકાશન નવલકથા
6 આગગાડી / ગઠરિયાં શ્રેણી ચંદ્રવદન મહેતા   નાટક
7 આપણો વારસો અને વૈભવ મનુભાઈ પંચોળી ‘દર્શક’   ઇતિહાસ
8 આંગળિયાત જોસેફ મૅકવાન ડિવાઇન નવલકથા
9 ઇંદુલાલ ગાંધીની આત્મકથા – ભાગ 1-6 ઇંદુલાલ ગાંધી   જીવનચરિત્ર, સંસ્મરણો
10 ઉપરવાસ – સહવાસ – આંતરવાસ રઘુવીર ચૌધરી રંગદ્વાર પ્રકાશન નવલકથા
11 ઊર્ધ્વમોલ / અસૂર્યલોક ભગવતીકુમાર શર્મા આદર્શ પ્રકાશન નવલકથા
12 એકોતેર શતી રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. ઉમાશંકર જોશી સાહિત્ય અકાદમી કવિતા
13 કલાપીનો કાવ્યકલાપ સુરસિંહજી ગોહિલ, સંપા- અનંતરાય મ. રાવળ   કવિતા
14 કૃષ્ણ અને માનવસંબંધો / માધવ ક્યાંય નથી હરિન્દ્ર દવે પ્રવીણ પ્રકાશન ધર્મજ્ઞાન
15 ગુજરાતનો નાથ કનૈયાલાલ મુનશી ગુર્જર પ્રકાશન નવલકથા
16 ગ્રામ્યલક્ષ્મી – ભાગ 1-4 રમણલાલ વ. દેસાઈ આર. આર. શેઠ નવલકથા
17 ઘડતર અને ચણતર નાનાભાઈ ભટ્ટ   જીવનચરિત્ર, સંસ્મરણો
18 છબી ભીતરની અશ્વિન મહેતા રંગદ્વાર પ્રકાશન નિબંધ
19 જનાન્તિકે સુરેશ જોશી   નવલકથા
20 જન્મટીપ ઈશ્વર પેટલીકર નવભારત પ્રકાશન નવલકથા
21 જય સોમનાથ કનૈયાલાલ મુનશી ગુર્જર પ્રકાશન નવલકથા
22 જીવનનું પરોઢ (સંક્ષેપ) પ્રભુદાસ ગાંધી   જીવનચરિત્ર, સંસ્મરણો
23 જીવનનો આનંદ કાકા કાલેલકર નવજીવન પ્રકાશન નિબંધ
24 જ્યોતીન્દ્ર તરંગ જ્યોતીન્દ્ર દવે ઇમેજ પ્રકશન / ગુર્જર હાસ્ય-લખાણો
25 ઝેર તો પીધાં છે જાણી જાણી મનુભાઈ પંચોળી ‘દર્શક’ આર. આર. શેઠ નવલકથા
26 વિદિશા ભોળાભાઈ પટેલ ગુજરાતી સાહિત્ય અકાદમી નિબંધ
27 દરિયાલાલ ગુણવંતરાય આચાર્ય ગુર્જર પ્રકાશન નવલકથા
28 દિવ્ય ચક્ષુ રમણલાલ વ. દેસાઈ આર. આર. શેઠ નવલકથા
29 દીપનિર્વાણ મનુભાઈ પંચોળી ‘દર્શક’ આર. આર. શેઠ નવલકથા
30 દુખિયારા વિક્ટર હ્યુગો, અનુ. મૂળશંકર ભટ્ટ ગુર્જર પ્રકાશન નવલકથા
31 ધૂમકેતુનાં વાર્તારત્નો ધૂમકેતુ ગુર્જર પ્રકાશન વાર્તા સંગ્રહ
32 ધરતીની આરતી સ્વામી આનંદ, સંપા – મૂળશંકર ભટ્ટ નવભારત પ્રકાશન સાહિત્ય ચયન
33 ન્હાનાલાલ મધુકોશ ન્હાનાલાલ કવિ, સંપા – અનંતરાય રાવળ   કવિતા
34 પુરાણોમાં ગુજરાત ઉમાશંકર જોશી   સંશોધન / ઇતિહાસ
35 ભદ્રંભદ્ર રમણભાઈ નીલકંઠ ગુર્જર પ્રકાશન હાસ્યકથા
36 મળેલા જીવ પન્નાલાલ પટેલ   નવલકથા
37 માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી ગુર્જર પ્રકાશન જીવનચરિત્ર, સંસ્મરણો
38 માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ   નવલકથા
39 મારું હિન્દ દર્શન જ્વાહરલાલ નહેરુ, અનુ. મણિભાઈ દેસાઈ   પ્રવાસકથા
40 મારી હકીકત નર્મદાશંકર કવિ   જીવનચરિત્ર, સંસ્મરણો
41 વનાંચલ જયંત પાઠક   જીવનચરિત્ર, સંસ્મરણો
42 શ્રેષ્ઠ ઉમાશંકર ઉમાશંકર જોશી, સંપા – નિરંજન ભગત   ચયન
43 સત્યકથા – ભાગ 1 મુકુંદરાય પરાશ્રય પ્રવીણ પ્રકાશન જીવનચરિત્ર, સંસ્મરણો
44 સત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ ગાંધી નવજીવન પ્રકાશન જીવનચરિત્ર, સંસ્મરણો
45 સમુદ્રાંતિક ધ્રુવ ભટ્ટ ગુર્જર પ્રકાશન નવલકથા
46 સરસ્વતીચંદ્ર – સંક્ષેપ ગોવર્ધનરામ ત્રિપાઠી, સંક્ષેપ – ઉપેન્દ્ર પંડ્યા ગુર્જર પ્રકાશન નવલકથા
47 સૌંદર્યની નદી નર્મદા અમૃતલાલ વેગડ આર. આર. શેઠ પ્રવાસકથા
48 સૌરાષ્ટ્રની રસધાર – સંકલિત આવૃત્તિ ઝવેરચંદ મેઘાણી ગુર્જર પ્રકાશન વાર્તા સંગ્રહ
49 હિમાલયનો પ્રવાસ કાકા કાલેલકર નવજીવન પ્રકાશન પ્રવાસકથા
50 હિદ સ્વરાજ મોહનદાસ ગાંધી નવજીવન પ્રકાશન નિબંધ
51 બિલ્લો ટિલ્લો ટચ ગુણવંત શાહ આર. આર. શેઠ આત્મકથા
52 ભારેલો અગ્નિ રમણલાલ વ. દેસાઈ    
53 સોરઠી બહારવટિયો – ભાગ 1-3 ઝવેરચંદ મેઘાણી   વાર્તા સંગ્રહ
54 ફાધર વાલેસની આત્મકથા   ગુર્જર પ્રકાશન આત્મકથા
55 વાંસનો અંકુર ધીરુબહેન પટેલ ગુર્જર પ્રકાશન લઘુનવલ
56 આંધળી ગલી ધીરુબહેન પટેલ ગુર્જર પ્રકાશન લઘુનવલ
57 શિવકુમારની લઘુ નવલ      
58 આપણો ઘડીક સંગ દિગીશ મહેતા આદર્શ પ્રકાશન લઘુનવલ
59 પાદરનાં તીરથ જયંતિ દલાલ   નવલકથા
60 દક્ષિણાયન   આદર્શ પ્રકાશન  
61 સુંદરમની શ્રેષ્ઠ વાર્તાઓ સુંદરમ    
62 ધરતીનું ઋણ સ્વામી આનંદ નવભારત પ્રકાશન  
63 કાવ્ય કોડિયા મહેન્દ્ર મેઘાણી    
64 સાફલ્ય ટાણું      
65 હરિલાલ ગાંધી વિશેનું પુસ્તક દિનકર જોષી    
66 છાવણી ધીરેન્દ્ર મહેતા   નવલકથા
67 અંગત મણિલાલ દેસાઈ   કાવ્યસંગ્રહ
68 રાનેરી મણિલાલ દેસાઈ   કાવ્યસંગ્રહ
69 ઉધઈ કેશુભાઈ દેસાઈ    
70 ગ્રામજીવનનાં ભૂસાતાં જતાં ચિહ્નો મણિલાલ પટેલ    
71 નખશીખ     ગઝલ
72 મધુવન     ગઝલ
73 ગઝલ સંચય   ગુર્જર પ્રકાશન ગઝલ
74 અમર ગઝલો   આર. આર. શેઠ ગઝલ
75 લીલા સાગર લાભશંકર ઠાકર રન્નાદે પ્રકાશન નાટક સંગ્રહ
76 ગ્રામચેતનાની નવલિકાઓ   ગુર્જર પ્રકાશન સંચય શ્રેણી
77 ગુજરાતનો અમર વારસો શ્રેણી   આર. આર. શેઠ  
78 બાળસાહિત્ય – જીવરામ જોશી   ગુર્જર પ્રકાશન  
79 બાળસાહિત્ય – બકોર પટેલ   ગુર્જર પ્રકાશન  
80 વિજય ગુપ્ત મૌર્ય      
81 સ્મૃતિ કથા હરિવલ્લભ ભાયાણી    
82 સદ્માતાનો ખાંચો ઉશનસ    
83 મારી વાંચન કથા મનુભાઈ પંચોળી ‘દર્શક’    
84 જડચેતન હરકિસન મહેતા   નવલકથા
85 ચોપડી – ડસ્ટર પી. સી. વૈદ્ય    
86 સોરઠી સંતો ઝવેરચંદ મેઘાણી ગુર્જર પ્રકાશન બાયોગ્રાફી
87 33 કન્યા      
88 ન હન્યતે મૈત્રેયી દેવી; અનુવાદ : નગીનદાસ પારેખ    
89 દ્વિરેફની ઉત્તમ વાર્તાઓ રામાનારાયણ વિ. પાઠક, સંપાદક : રમણલાલ સોની    
90 ઊજળા પડછાયા કાળી ભોંય (સંક્ષેપ) જરાસંઘ, અનુવાદ : નગીનદાસ પારેખ    
91 સહરાની ભવ્યતા રઘુવીર ચૌધરી    
92 નામરૂપ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ    
93 પાનગોષ્ઠિ ધૂમકેતુ    
94 વીર નર્મદ વિશ્વનાથ મ. ભટ્ટ    
95 કુરબાનીની કથાઓ ઝવેરચંદ મેઘાણી    
96 કૃષ્ણાવતાર – ભાગ 1,2,3 કનૈયાલાલ મુનશી    
97 રાજાધિરાજ કનૈયાલાલ મુનશી    
98 પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશી    
99 પૃથિવી વલ્લભ કનૈયાલાલ મુનશી    
100 સોક્રેટિસ મનુભાઈ પંચોળી ‘દર્શક’    

વધુ પ્રચલિત લેખકો :

હરકિસન મહેતા, કાજલ ઓઝા વૈદ્ય, અશ્વિની ભટ્ટ, વર્ષા અડાલજા, વિનેશ અંતાણી, પન્નાલાલ પટેલ, જય વસાવડા, ક. મ. મુનશી, ઝવેરચંદ મેઘાણી, કનુ ભગદેવ, એચ. એન. ગોલીબાર, ભગવતીકુમાર શર્મા, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુબહેન પટેલ, માધવ રામાનુજ, ગુણવંત શાહ, દિગીશ મહેતા, ચંદ્રકાંત બક્ષી, રાધેશ્યામ શર્મા

વધુ પ્રચલિત પુસ્તકો :

યોગવિયોગ, છલ, અંગાર, આખેડ, અમૃતા, ઉર્ધ્વમૂલ, મળેલા જીવ, આંગળિયાત, પાછા ફરતાં, મારે પણ એક ઘર હોય, પ્રિયજન, સરસ્વતીચંદ્ર, અંત-આરંભ, પીળા રૂમાલની ગાંઠ, જડચેતન, લય-પ્રલય, વંશવારસ, શેષવિશેષ, મુક્તિબંધન, જગ્ગાડાકુના વેરના વળામણાં, કાફલો, ફેરો

ખાસ નોંધ : ઉપર આપેલી યાદી સંપૂર્ણ હોવાની અમે બાંહેધારી આપતા નથી. યાદી વાચક દીઠ, પ્રકાશક દીઠ અને લેખ દીઠ અલગ અલગ હોઈ શકે છે.

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects