પહેલી ઑગસ્ટ એ ગુજરાતી સાહિત્યકારોનીની દુનિયામાં ખૂબ વિશેષ દિવસ ગણાય છે. કારણ કે આ દિવસે ગુજરાતી સાહિત્યના ચાર-ચાર મહાનુભાવોનું અવતરણ થયું હતું. જેમણે ગુજરાતી સાહિત્યને પોતાની અમર કલા-સાહિત્યકૃતિઓ વડે સોને મઢ્યું છે. ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિને છલકાવનાર એ પ્રતિભાવંત વ્યક્તિઓનાં નામ આ પ્રમાણે છેઃ
(ઉપનામઃ ચમન)
જન્મઃ 1, ઑગસ્ટ, 1933; કૈયલ ( ઉ. ગુજરાત)
જીવનઝરમર
શરુઆતમાં ‘ચાંદની’ માં બે વાર્તાઓ અને અને ‘નવવિધાન’માં એક વાર્તા પ્રકાશિત થતાં સર્જનની શરુઆત થઇ.
ગુજરાતી સમાજ- હ્યુસ્ટનના ‘દર્પણ’ સામાયિકમાં નિયમિત હાસ્ય લેખો છપાતા.
ધરા-ગુર્જરીમાં કાવ્યવિભાગ અને મુખપૃષ્ઠ સંભાળતા હતા.
અમેરીકાના ઘણા સામાયિકોમાં કાવ્યો અને ગઝલો છપાતા રહ્યા છે.
ધાર્મિક માન્યતા – મંદીર નહીં પણ સ્વ-મનનના હિમાયતી.
‘હ્યુસ્ટન સાહિત્ય સરિતા’ ના ઉત્સાહી સભ્ય.
જન્મઃ 1 ઑગસ્ટ, 1863; સૂરત
જીવન ઝરમર
મ.સ. યુનિ. વડોદરાના કલાભવનના સ્થાપક પ્રિન્સીપાલ
વડોદરા કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર
મુંબઈની વિલ્સન કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર
“રંગરહસ્ય” નામક ત્રિમાસિકનું સંપાદન.
રંગ-રસાયણ ક્ષેત્રે પ્રયોગો કરી વિશ્વપ્રસિદ્ધ થયા.
વિજ્ઞાનના અઘરા વિષયોના પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.
(ઉપનામઃ દિગંત)
જન્મઃ1 ઑગસ્ટ, 1922; કડી (જિ. મહેસાણા)
જીવનઝરમર
સર્વપ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ ‘અલકમલકની વાતો’
પાંચેક હજાર પુસ્તકોનું સમૃદ્ધ અંગત પુસ્તકાલય.
ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત સંસ્કૃતનું ઊંડું જ્ઞાન.
હિંદીમાં પણ બાળવાર્તાઓ લખી છે.
ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિના પાકા આગ્રહી.
મોતીના દાણા જેવા સુંદર હસ્તાક્ષર માટે ખ્યાતનામ લેખક.
અંબાજીના ભક્ત. શ્રીમદ ભગવદ્ ગીતા પર શ્રદ્ધા.
આકાશવાણી પર કાર્યક્રમ ‘અમૃતધારા’
(ઉપનામઃ કલાગુરુ,અફલાતૂન)
જન્મઃ 1 ઑગસ્ટ, 1892; ભાવનગર
જીવન ઝરમર
જે જમાનામાં ગુજરાતમાં જાહેરખબરના પાટીયા કે જાહેરાતો સિવાય ચિત્રકલાનું કોઇ સ્થાન ન હતું ત્યારથી શરૂ કરીને આજીવન કલા સાધના
1927– અજંતાની ગુફાઓમાં એક મહીનો રહીને સ્કેચ કામ
1936 – જાપાનની કલા સફર
1941 – બોમ્બે આર્ટ સોસાયટી અને ઇન્ડીયા આર્ટ સોસાયટીના પ્રમુખ, શાંતિનિકેતનની મુલાકાત
1948– કુલુમાં રશીયન કલાકાર નિકોલસ રોરીક આર્ટ સેંટરના મહેમાન અધ્યાપક
1952– કોલકાતામાં ઇન્ડીયા આર્ટ કોંફરન્સના પ્રમુખ
1952– રશિયાની કલા સફર
(ફોટો પરિચય – શ્રી રવિશંકર રાવળ)
ગુજરાતીલેક્સિકોન આ સૌ મહાનુભાવોની મહાન સાહિત્યસેવાઓને બિરદાવતાં હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.
લેખ માહિતી માટે આભારઃ http://sureshbjani.wordpress.com/
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં