આયુર્વેદ (Ayurved)ના અભ્યાસક્રમની શરૂઆત થાય ઇમર્જન્સી ઉપચારથી, તે પછી તાવ, શરદી, કબજિયાત (constipation) જેવા રોજિંદા રોગો ઘરગથ્થુ હિંગ, લસણ, અજમા, મરી, પાણી જેવાં ઔષધો તુલસી, લીમડો, મરવો, કુંવાર જેવી આંગણાની અને નગોડ, અરડૂસી, આકડો, આવળ કે ગળો જેવી ગ્રામ્ય ઔષધિ. છેલ્લે શીખવવામાં આવે ઔષધ પેટીનાં કે ઘર ઉપયોગી હરડે myrobalan (used as an astringent), હિંગાષ્ટક, ત્રિફળા, સૂંઠ, સિતોપલાદિ જેવાં ઔષધો તેમજ પથ્યાપથ્ય અને પરિચર્યા.
ગ્રામજીવનમાં કે ગૃહસ્થજીવનમાં જ્યારે કોઈ મદદ મળવી શક્ય ન હોય ત્યારે રક્તસ્રાવ, સદ્યવ્રણ, પાક, વીંછીવિષ, સર્પવિષ, હડકાયાનો દંશ, દાઝવું, ડૂબવું, મૂઢમાર થવો; શિરઃશૂળ, કર્ણશૂળ, દાઢશૂળ, છાતીનો દુખાવો કે ઉદરશૂલ, ઝાડા, ઊલટી, વરાધિક્ય, આંચકી, કૉલેરા, બેભાન, વાઈ, મૂત્રાવરોધ કે મૂઢગર્ભ આદિ ત્વરિત ઉપાય માગતા રોગોની નોંધ વિદ્યાર્થી આજીવન ઉપયોગી માનીને કરી લેતા.
વીંછીના વિષમાં અધેડો ઘણો અસરકારક છે એટલું જ નહીં, તેનું મૂળ એક હાથમાં પકડી બીજા હાથમાં વીંછી પકડવાથી તે કરડતો નથી કે કરડ્યો હોય તો ચડતો નથી !’
સઘવ્રણમાં રક્તસ્રાવ થાય ત્યારે કંઈ ન મળે ત્યારે હાજર હોય તો કેવળ હરડેનું બારીક ચૂર્ણ વ્રણ ઉપર દબાવી સખત પાટો બાંધી દેવો.
આ વાત સમજવા એક સત્ય ઘટના ઉપર આધારિત કિસ્સો સાંભળવા જેવો છે.
શ્રી મનુ સાવલિયા લોકભારતી ગ્રામવિદ્યાપીઠના આરોગ્યમંત્રી. આયુર્વેદ(ayurved)માં અચલ શ્રદ્ધા; વાંચે આયુર્વેદનું, કામ કરે આયુર્વેદનું, વિચારે આયુર્વેદનું.
આયુર્વેદનો પ્રચાર કરવા આરોગ્ય વિસ્તરણનું પ્રત્યક્ષ જ્ઞાન લેવા મિત્રો સાથે દર સોમવાર અને ગુરુવારે સાઈકલો લઈ પ્રચારના પ્રદર્શનચાર્ટ્સ અને ઔષધપેટી લઈ આસપાસનાં ૧૦-૧૨ ગામડાંમાં પણ જાય.
છાત્રાલયમાં કોઠારમંત્રી એટલે ગોળનો ડબ્બો તોડવાનું કામ એના હાથમાં આવ્યું અને ગોળ કાઢતાં અચાનક પતરાની ઘાર હાથમાં પેસી ગઈ.
અંગૂઠાના મૂળમાં જીવસાક્ષિણી નાડી પાસે જ બે ઈંચ લાંબો કાપો પડી ગયો. પાતળું લોહી પુષ્કળ વહેવા માંડ્યું. છાત્રો એકઠા થઈ ગયા.
કોઈને બોલાવવાની તસ્દી લેતાં પહેલાં, દરેક છાત્રાલયે ખાસ આવશ્યક દવાઓમાં આપવામાં આવતી હરડે બાટલી બોધરાએ વણસ્થાન પર ઠલવી દઈ, દબાવી સખત પાટો બાંધી દેવામાં આવ્યો.
પતરું લાગ્યું હતું છતાં, વ્રણ મોટો હતો છતાં, શીખવવામાં આવ્યા પ્રમાણે વાતશામક અને રોપણરૂપે હરડે અને હળદર મેળવીને પાણીમાં ફકાવી દેવામાં આવ્યાં. “એ.ટી.એસ.’ને બદલે ! પાકે નહીં તે માટે ખટાશ અને રસી ન થાય તે માટે ચીકણો અને પ્રવાહી…દહીં, ગોળ, દૂધ, ફળો જેવો ખોરાક બંધ કરવામાં આવ્યો.
ત્રીજે દિવસે દવાખાને એ આવ્યા ત્યારે હાથે પાટો જોઈ મેં પૂછ્યું : “આ વળી શું પરાક્રમ કર્યું ?” તો કહે એક ચમત્કાર બતાવવા આવ્યો છું.”
પાટો ખોલી, લૂછીને બતાવ્યું તો બે ઈંચનો લાંબો કાપો સુવ્યવસ્થિતપણે સંધાઈ ગયો હતો ! તેણે બધી વાત કરી અને ખાસ તો એ વાત પર ભાર મૂક્યો કે દુખાવો તો બિલકુલ થયો નથી !
અન્ય એક ઉપચાર સમજવા જેવો છે, દાંત ખેંચ્યા બાદ દરદીના રક્તસ્રાવને બંધ કરવા હરડે દબાવવી
હરડે (myrobalan) : લગભગ ૩૦-૩૫ મીટર ઊંચું, મજબૂત થડવાળું, જાડી પહોળી અને અગ્ર ભાગે પાતળી ડાળીઓવાળું, પાતળાં લાંબાં તરંગિત કિનારીવાળાં ઉપરના ભાગે લીસાં અને લીલાં નીચેની સપાટીએ પીળાશ પડતા રંગનાં ઊપસેલી નસોવાળાં પર્ણોવાળું,
અઘેડો : ચોમાસામાં આપોઆપ થતો ૪ થી ૬ ફૂટ ઊંચાઈનો એ નામનો એક અડબાઉ છોડ. આ છોડ તથા તેનાં બીજ દવાના કામમાં આવે છે. તેનાં ફૂલની મંજરી બરડ હોવાથી તેને `ખર મંજરી`, અને બીજ ઉપર ફાંસ નીચે વળેલી હોવાથી તેને `અધઃશલ્યા` કહે છે. એનાં પાંદડામાં ક્ષાર વિશેષ હોવાથી એને `ક્ષારમધ્યા` પણ કહે છે. તેની સફેદ, લાલ અને પાણ ( ભેજવાળી જગ્યામાં થનારો ) એવી ત્રણ જાતમાં ધોળો અધેડો ગુણમાં શ્રેષ્ઠ ગણાય છે. એમાંથી કાઢેલો ક્ષાર ઉધરસમાં, પેટ અથવા માથાના દુખાવામાં તથા પ્રસવ થવામાં ઢીલ થતી હોય તો પ્રસવ કરાવવામાં ફાયદો કરે છે. યજ્ઞમાં હોમવાનાં સમિધમાંનું તે એક સમિધ ગણાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં