શું તમને દવા અને ડૉક્ટરથી દૂર રહેવું ગમે ? શું તમને પ્રસન્ન અને ઉર્જાવાન રહેવું ગમે?
જો તમારો જવાબ હા હોય તો આજનો વિષય તમને જ ઉદ્દેશીને લખાયો છે.
માંદા પડવાના બે મુખ્ય કારણો હોય.
1. શરીરની બહારના કારણો – જેમાં વાતાવરણ, ખોરાક, પાણી, અકસ્માત વગેરેનો સમાવેશ થાય.
2. શરીરની અંદરના કારણો – બુદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ.
શરીરની બહારના કારણો પર આપણો કાબૂ રાખવો અસંભવ છે. પરંતુ શરીરની અંદર માત્ર આપણો જ કાબૂ હોય છે.
જો આપણી બુદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ ને આપણે સમર્થ બનાવીએ અને સતત તેની કાળજી રાખીએ તો સ્વસ્થ રેહવાની સંભાવના અનેકગણી વધી જાય છે.
બુદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ – આ બંનેને સમર્થ બનાવે છે “ભારતીય ગાયનું ઘી”.
એટલે જ ઘીને સૌથી પવિત્ર અન્ન કહેવાય છે, કારણ કે તે આપણા સ્વાસ્થ્યને ટકાવી રાખનાર શ્રેષ્ઠ દ્રવ્ય છે.
આપણા મગજના કોષોમાં થતી સંદેશાઓની આપ-લેનું જે સ્નેહયુક્ત માધ્યમ છે તેનું સીધું પોષણ ઘીથી જ થાય છે. ઘીનું પ્રમાણ જો શરીરમાં ઓછું થાય તો બુદ્ધિનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી. જો બુદ્ધિનો ઉપયોગ યોગ્ય થાય તો વાતાવરણ અનુસાર જીવનશૈલી(ઋતુચર્યા), ખોરાકની માત્રા અને રસોઈની પદ્ધતિ વગેરે પરિબળો સાથે યોગ્ય રીતે જોડાવાથી સ્વસ્થ રહેવું સરળ બની જાય છે.
જ્યારે યજ્ઞમાં ઘી ઉમેરવામાં આવે છે, ત્યારે તે અગ્નિને ટકાવી રાખે છે અને યજ્ઞમાં અપાતી આહુતિનો યોગ્ય પાક થાય છે. આપણું અસ્તિત્વ શરીરની અંદર ચાલતા યજ્ઞ( અગ્નિ )થી જ ટકે છે. જ્યારે કોઈનું મૃત્યુ થાય તો કહેવાય કે “શરીર ઠંડું પડી ગયું” – મતલબ શરીરની અંદરનો અગ્નિ શાંત થઈ ગયો- બુઝાઈ ગયો.
જો ભોજનમાં યોગ્ય માત્રામાં ઘી લેવામાં આવે તો શરીરનો પાચકાગ્નિ( જઠરાગ્નિ) યોગ્ય રીતે ભોજનનો પરિપાક કરી તેના ઘટકદ્રવ્યોને યોગ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરી રોગપ્રતિકારકતંત્રને આવશ્યક તત્ત્વો પૂરા પાડે છે, જેથી શરીરની ઈમ્યુનિટી તમામ રોગોનો પ્રતિકાર કરી શકે છે. બાહ્ય પરિબળો શરીર પર તો જ ખરાબ અસર કરી શકે જો ઈમ્યુનિટી સક્ષમ ના હોય.
આમ, ભારતીય ગાય નું ઘી યોગ્ય માત્રામાં લેવાથી સ્વસ્થ રહેવું અને ઊર્જાસભર રહેવું સરળ બની જાય છે.
અને હા, ભારતીય ગાયનું ઘી ક્યારેય વજન વધારતું નથી એ યાદ રાખજો. ઘીમાં બનાવેલી મીઠાઈનું પાચનક્ષમતાથી વધુ સેવન કરવાથી કે રોજિંદો આહાર પણ પાચનક્ષમતાથી વધુ લેવામાં આવે તો અને તો જ વજન વધે છે. ઘી પોતે વજન વધારનાર નથી અને નથી જ. ડૉ. ભવદીપ ગણાત્રા
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.