શિયાળો જામે એટલે રાત લાંબી થાય અને દિવસ ટૂંકો. સૂર્યદેવનો સમયગાળો ઘટે એટલે વાતાવરણમાં અગ્નિ તત્ત્વ ઓછું થાય. ચંદ્રની શીતળતા શિયાળામાં હિમ જેવી આક્રમક થતી જાય, એટલે શિયાળાની ઋતુમાં માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં વિશેષ ઋતુચર્યાનું મહત્ત્વ છે.
જો યોગ્ય ઋતુચર્યાનું પાલન થાય તો શિયાળો ભરપૂર એનર્જી આપનાર નીવડે પણ જો ઋતુચર્યા ના સચવાય તો એલર્જી જેવા અનેક રોગોનો સામનો પણ થઈ શકે છે.
Explore the gujarati meaning of word : ઋતુચર્યા
“સો વાતની એક વાત” જેવી સોનેરી સલાહ એ છે કે શિયાળામાં રોજ સવારે ગરમ ગરમ રાબ પીવાની, બસ. આમ તો, જો કે દરેક ઋતુ અનુસાર અનેક પ્રકારે જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ પણ આધુનિક સમયમાં સ્કૂલ, ઑફીસ અને બિઝનેસના સમયપત્રક એવા ગોઠવાયા હોય છે કે ઋતુ અનુસાર તે ફેરફારનો અવકાશ આપતા નથી એટલે પ્રેક્ટિકલી શક્ય હોય તેવા સરળ ઉપાયોની આવશ્યકતા વધી છે.
Explore the idiom : સો વાતની એક વાત
ગરમીથી ગતિ વધે અને ઠંડીથી સ્થિરતા વધે. પાણીને ગરમ કરો એટલે પાણીના અણુઓમાં ગતિ વધે, તે ઉભરાય, પરપોટા થાય અને વરાળ નીકળે. પાણીને જ્યારે ડીપ ફ્રીજમાં મૂકીએ એટલે તેના અણુઓમાં સ્થિરતા વધે, તે ધીમું પડે, જામે, બરફ થઈને ચોંટી જાય. શરીરમાં પણ બિલકુલ આવું જ થાય. એટલે શરીરને યોગ્ય ઉષ્મા અને ગતિ જાળવવા માટે શિયાળામાં વિશેષ ગરમી અને ગતિની જરૂર પડે, રાબ એકદમ સરળતાથી આ બંને આવશ્યકતાની પૂર્તિ કરે છે.
રાબ એ શિયાળાનું સૌથી પૌષ્ટિક અને સુપાચ્ય પીણું છે. કકરા ઘઉંનો લોટ, ગોળ, ઘી, હળદર, સૂંઠ, ગંઠોડા, પાણીને યોગ્ય રીતે મેળવીને ગરમ પ્રવાહી રાબ તાજી બનાવીને જો રોજ એક વાટકી પીવામાં આવે તો શિયાળો એનર્જી આપનાર નીવડે છે.
રાબની આ રેસિપી શિયાળામાં સૂર્યદેવના અગ્નિ તત્ત્વની અલ્પતાની પૂર્તિ કરવા માટે સમર્થ છે. તે શરીરમાં કંઈ પણ જામવા નહિ દે એટલે કફની સ્થિતિ યોગ્ય રહેશે અને વારંવાર છીંકો આવવી, નાકમાંથી પાણી આવ્યા કરવું, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે એલર્જીથી બચી શકાય છે. આ ઉપરાંત સાંધામાં રહેલી ગાદી અને માંસપેશીઓમાં રહેલું લચીલાપણું શિયાળાની ઠંડકથી સ્થિર થઈ જવાથી સાંધા જકડાઈ જવા અને સાંધા દુખાવાની તકલીફોમાં પણ રાબનું સેવન ખૂબ ફાયદો આપે છે.
કકરા ઘઉંનો લોટ, ગોળ, ઘી, હળદર, સૂંઠ, ગંઠોડા, પાણીને યોગ્ય રીતે મેળવીને ગરમ પ્રવાહી રાબ તાજી બનાવીને જો રોજ એક વાટકી પીવામાં આવે તો શિયાળો એનર્જી આપનાર નીવડે છે. રાબની આ રેસિપી શિયાળામાં સૂર્યદેવના અગ્નિ તત્ત્વની અલ્પતાની પૂર્તિ કરવા માટે સમર્થ છે. તે શરીરમાં કંઈ પણ જામવા નહિ દે એટલે કફની સ્થિતિ યોગ્ય રહેશે અને વારંવાર છીંકો આવવી, નાકમાંથી પાણી આવ્યા કરવું, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે એલર્જીથી બચી શકાય છે. આ ઉપરાંત સાંધામાં રહેલી ગાદી અને માંસપેશીઓમાં રહેલું લચીલાપણું શિયાળાની ઠંડકથી સ્થિર થઈ જવાથી સાંધા જકડાઈ જવા અને સાંધા દુખાવાની તકલીફોમાં પણ રાબનું સેવન ખૂબ ફાયદો આપે છે.
જો સાંધા જકડાશે નહિ તો દુખશે નહિ, તો તમે વ્યાયામ કરી શકશો અને એનર્જીને પ્રસ્થાપિત કરશો. રાબથી પાચનક્રિયા વધુ યોગ્ય થાય છે અને એટલે શરીરમાં કોઈ જ વધારાના નકામા તત્ત્વો જમા થતા નથી અને વજન ઉતારવામાં ખૂબ સહાયતા મળે છે.
આપનો શિયાળો એનર્જીથી છલકાતો રહે અને આપ મલકાતાં રહો તેવી શુભકામનાઓ.
ડૉ. ભવદીપ ગણાત્રા
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.