સામાન્ય ભાષામાં શરદી એટલે કફ.
ભગવદ્ગોમંડલ પ્રમાણે શરદી એટલે સળેખમ; ……શ્લેષ્મ; ઠંડીને લીધે નાક, ગળું તથા છાતીમાં થતો રોગ. જોઈતાં પ્રજીવક તત્ત્વો ખોરાકમાંથી નહિ મળતાં તેની ખામીને કારણે આ રોગ વધુ પ્રમાણમાં ફેલાવાનું મનાય છે. શરદી થવાના નીચેના બાર કારણો મનાય છે. : (૧) ઋતુ, (૨) બાદી, (૩) વારસામાં શરદી મળવી, (૪) નાકમાં મસા થવા અગર હાડકું વળી જવું, (૫) આહારમાં ફેરફાર, (૬) ગળાના કાકડા, (૭) રાતના ઉજાગરા, (૮) ન્યુમોનીઆ જેવા ચેપી રોગ પછી ફેફસાં નબળાં પડવાં, (૯) શીતળા ને ખાસ કરી ઓરી પછી, (૧૦) શરીરમાંની ક્ષીણતા, (૧૧) લાંબા વખત સુધી તત્ત્વ વગરના ખોરાકોને કારણે અને (૧૨) ઠંડા પીણાઓ અને ઠંડી હવાને પરિણામે. શરદી મટાડવાનો સૌથી પ્રથમ ઉપચાર પેટ સાફ રાખવાનો છે. આ ઉપરાંત તુલસી, સૂંઠ, મરી, પીપર, સોનામુખી, લવિંગ, તજ, અજમો, વાવડિંગ, આકડો, ધતૂરો, ફુદીનો, હળદર, અરડૂસી, કાયફળ અને લીલી ચા વગેરે વસ્તુઓ ઉપચારમાં વાપરી શકાય છે.
શરીરમાં પ્રવેશલ શરદીનો જંતુ મિલિમિટરના દશહજારમાંં ભાગ કરતાં મોટો હોતો નથી પરંતુ તે માનવીને હેરાન પરેશાન કરી મુકે છે.
ઉપર જણાવેલા બધા વર્ષોથી ચાલ્યા આવતા દાદીમાના ઘરગથ્થુ નુસખાઓ છે જે એકત્રિત કરી અહીં આપવામાં આવ્યા છે. માણસની પ્રકૃતિ પ્રમાણે દરેક વ્યક્તિ માટે તે અલગ અલગ રીતે કાર્ય કરે છે.
આ પણ જુઓ : શું તમને તમારી પ્રકૃતિ ખબર છે ?
બાદી : indigestion; dyspepsia; windiness.
સિંધવ : rock-salt. m. horse
લવિંગ : clove; clove-tree; a. small part of gun or stove of the shape of clove.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.