શું ભાષા જરૂરી છે ?
હમણાં થોડાં દિવસ પહેલાં રસ્તા ઉપર મેં બે વ્યક્તિઓને જોયા. સામાન્ય માનવી કરતાં થોડાં અલગ તરી આવતા હતા. જોતાં વેંત કેમ અલગ તરી આવતાં હતાં તે જ્યારે નજીક આવ્યા ત્યારે સમજાયું. બન્ને મૂકબધિર હતા. પણ બન્ને વચ્ચે કેવો સરસ તાલમેલ હતો. માનવીની જ્યારે વાચા શક્તિ કામ નથી કરતી ત્યારે પણ માનવી પોતાના મનની વાતો, વિચારો અન્ય માનવીને કેવી સરળતાથી સમજાવી શકે છે તે આ બન્ને જોયા પછી પહેલી વાર અનુભવ્યું. બન્ને વચ્ચે કોઈ શબ્દોની આપલે નહોતી થઈ પણ છતાં પણ ઘણું બધું કહેવાયું અને સમજાયું.
શું ભાષા ખાલી શબ્દોની બનેલી છે? ના ભાષા લાગણીની પણ બનેલી છે અને ભાષા અનુભવથી પણ બનેલી છે. જ્યારે કોઈ રફ ટોનમાં વાત કરતું હોય ત્યારે થાય કે આના કરતાં આ ના બોલે તો સારું. તો ઘણીવાર પ્રશ્ન થાય કે આવા શબ્દો ભાષામાં આવ્યા ક્યાંથી અથવા આવા શબ્દોનો ઉદ્ભવ કેવી રીતે થયો. કેમકે ભાષા તો શિષ્ટ અને અશિષ્ટ એમ બધા પ્રકારના શબ્દોથી બનેલી છે. એ તો વાપરનાર ઉપર છે કે તેણે કેવા શબ્દોનો પ્રયોગ કરવો. જ્યારે ઘણી વાર તો એક જ શબ્દના અનેક અર્થ નીકળતા હોવાથી તે શબ્દ જો ખોટી જગ્યાએ વપરાય તો અનર્થ કરી દે છે તો વળી અમુક કહેવતો પણ આપણી ભાષામાં એવી છે કે તે સમજી વિચારીને પ્રયોજવી જોઈએ. જેમકે ન બોલ્યામાં નવ ગુણ તો બીજી બાજુ બોલે તેના બોર વેચાય.
આ શબ્દની માયાજાળ છે કે શબ્દરમત તે સમજવું જરૂરી છે. ભાષાનો લહેકો અલગ હોઈ શકે છે પણ તેનો ભાવાર્થ અલગ ન હોઈ શકે. સુખની લાગણીની અભિવ્યક્તિ કોઈ પણ ભાષામાં થાય તો તે સુખ છે એમ જ દર્શાવે છે દુખ છે એમ નથી દર્શાવતું. ઘણીવાર ન બોલીને પણ ઘણું બધું બોલાઈ જતું હોય છે અને ઘણીવાર ઘણું બધું બોલીને જે બોલવાનું હતું તે રહી જાય છે આ પણ એક પ્રકારનું ભાષા ચાતુર્ય છે.
છેલ્લે એટલું જ કહેવાનું કે ભાષા એ તમારા મનની લાગણીઓને વાચા આપતું સશ્ક્ત માધ્યમ છે પછી તે લખાયેલી હોય, બોલાયેલી હોય કે ઈશારામાં સમજાવાયેલી હોય. આ સંદર્ભે એક જૂનું હિન્દી ગીત યાદ આવે છે : “ઈશારો ઈશારોમેં દિલ લેને વાલો, બતા યેં હુન્નર તુને શીખા કહાં સે.” આ થઈ ઈશારાની ભાષા, પ્રેમની ભાષા તે જ રીતે “જોર સે બોલો શેરાવાલી, સારે બોલો શેરાવાલી” આ થઈ શ્રદ્ધાની ભાષા. આ ઉપરાંત કોઈ પોલીસ શામ-દામ, દંડ ભેદનો ઉપયોગ કરી કોઈની પૂછપરછ કરે તો તે છે કડકાઈની ભાષા.
ચાલો તમે પણ આવા વિવિધ ભાષાના ઉદાહરણો આપો અને જોઈએ કેવી રંગબેરંગી બની જાય છે આ ભાષા.
ગુજરાતીલેક્સિકન માટે, મૈત્રી શાહ.
તાલમેલ – ટાપટીપ, ઉપર ઉપરની સજાવટ
શિષ્ટ – બાકીનું. (૨) ફરમાવેલું. (૩) તાલીમ પામેલું. (૪) શિસ્તબદ્ધ. (૫) સંભાવિત, ભદ્ર, મોભાદાર, પ્રતિષ્ઠિત
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં