સંચાર વ્યવસ્થા જીવન જીવવા માટે ખૂબ જરૂરી છે. સંચારવ્યવસ્થાનું કોઈ સબળ અને ઉત્તમ માધ્યમ હોય તો તે ભાષા છે. માણસ પાસે ભાષા છે અને પ્રાણીઓ પાસે અવાજનું અસ્તિત્વ છે. અવાજનું આયોજન ભાવમાંથી થાય છે અને ભાવ શબ્દોમાંથી જન્મે છે. આ શબ્દો થકી જે સંપૂર્ણ માનવીય વહેવાર ચાલે છે તે ભાષાના કારણે ચાલે છે. ભાષાને સીધો સંબંધ માનવ જરુરિયાત, માનવ વિકાસ અને માનવીય વહેવાર સાથે છે. ભાષાનું મૂળ સામાન્ય છે પણ જેમ જેમ માણસની આસપાસની ભૂગોળ બદલાતી રહે છે તેમ તેમ ભાષા પણ બદલાતી રહે છે. અને આમ એક ભાષામાંથી પ્રાન્તીય ભાષાઓ જન્મવા માંડી. મહારાષ્ટ્રની મરાઠી, બંગાળની બંગાળી, ઉત્તરપ્રદેશની હિન્દી, પંજાબની પંજાબી, કોંકણની કોંકણી,આસામની આસામી, હરિયાણાની હરિયાણવી, રાજસ્થાનની મારવાડી અને ગુજરાતની ગુજરાતી ભાષા જન્મી.
ભાષા એ સંસ્કાર છે, પણ સાહિત્ય એ સંસ્કૃતિ છે. સંસ્કાર અને સંસ્કૃતિ બન્ને એકમેકના પૂરક છે.
પ્રત્યેક પ્રાન્તની ઓળખ ભાષા હોય છે. એ ભાષા જ માનવીય જીવનનો દોરીસંચાર કરે છે. એક સ્મિત મિત્રતાને જન્મ આપે છે એક શબ્દ વિગ્રહનો અંત આણે.છે. એક નજરથી નવતર સંબંધની રચના થાય છે અને જીવનમાં પરિવર્તન સર્જે છે.
પ્રત્યેક ભાષાને પોતાનું નોખું સાહિત્ય હોય છે. સાહિત્યની ભાષા સંસ્કૃતિની ગરિમાને જાળવે છે પણ આ સાથે જ મનમાં એક એવો વિચાર પણ આવે છે કે માણસ પાસે જો ભાષા જ ન હોત તો ? તો માણસ કેટલો દયનીય હોત? આજે પશુપંખી પાસે અવાજ છે પણ શબ્દો નથી એટલે તે પરાધીન છે; જ્યારે માણસ પાસે અવાજ અને શબ્દ બન્ને હોવાના કારણે તેની પાસે વિચારશક્તિ છે. વિચારશક્તિનું બીજ અવાજ નહિ ભાષામાં છે. માણસ ભાષાથી ઉજળો છે. નવા વિચારને પ્રગટવા માટે વિષાદને છોડવો જોઈએ.વિષાદ છૂટશે તો વિવાદ છૂટશે અને વિવાદના સ્થાને શબ્દોથી મઢેલી સંવેદના રચાશે. સંવાદની જ્યારે રચના થશે ત્યારે જ ભાષા સાચી દિશામાં ઉદિત કે ફલિત થશે.
દરેક પ્રાન્તને કે દરેક માણસને પોતાની જ એક અલાયદી ભાષા હોય છે .. ગુજરાતીમાં એક કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય. ભાષા એ સાહિત્ય છે. જ્યારે પ્રાંત કે પ્રદેશ એ ભૂગોળ છે. આમ ભાષામાંં ભૂગોળ અને સાહિત્ય એકમેકના સંલગ્ન છે અને આ જ કારણોસર આપણી ભાષા એકમેકની અટારી એ છે.
ગુજરાતી ભાષા અને સાહિત્ય વિષે વાતો હવે પછી કરશું… ત્યાંં સુધી આપણી વચ્ચે અલ્પવિરામ..
સંચાર – હાલવું ચાલવું એ. (૨) ફેલાવું એ, પ્રસાર. (૩) અવરજવર, આવજા. (૪) અંદરથી પસાર થવું એ, ‘ટ્રાન્સમિશન.’ (૫) આલાપનું સ્થાન.
પૂરક – પૂર્તિ કરનારું, ‘સપ્લીમેન્ટરી’ (દ○બા○), ‘સબ્સિડિયરી’. (૨) પું○ એક પ્રાણવાયુ (પ્રાણાયામનો)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.