ગુજરાતી ભાષાના (Gujarati Language) આશરે ૮૦૦ શબ્દો જાણીએ એટલે ગુજરાતી ભાષા બોલી શકીએ. આ એ ૮૦૦ શબ્દોમાંથી ૩૦૦ જેટલા અંગ્રેજી શબ્દો વ્યવહારમાં છે. દા.ત. રોડ, રેલ્વે સ્ટેશન, પોસ્ટ વગેરે બાકીના ૫૦૦ જાણો અને ૧-૨ મહિના બોલવાનો મહાવરો કરી એટલે સહેલાઈથી બહુ જ ટૂંકા સમયમાં અંગ્રેજી બોલી શકશો. (આ વાત વધુ પડતી લાગતી હોય તો તમે રોજ જેટલા ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરતા હો તેની અઠવાડિયા સુધી નોંધ કરી જુઓ ૫૦૦થી વધુ શબ્દોનો ઉપયોગ થયો નહીં હોય.)
આ પણ વાંચો : કક્કો Of the year 2019
(૧) જો ઝાડ એકલું હોય તો તે સહેલાઈથી પડી જાય છે. પણ જો વૃક્ષ ઝુંડમાં હોય તો તેને કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. જેમ કોઈ એક લાઠીને તોડવી સહેલી છે, પરંતુ લાઠીના સમૂહને તોડવામાં ખૂબ મૂશ્કેલી પડે છે. તેમ વૃક્ષોના ઝુંડને પણ કોઈ નડતરરૂપ થઇ શકતું નથી.
(૨) સાચા સાધુ-સંતો સંસારના અજ્ઞાનીજનો દ્વારા બોલવામાં આવેલ આકરા, કઠોર શબ્દો, વેણ, કવેણ, માન-અપમાન બધું જ સહન કરીને લે છે અને સાગરમાં અસંખ્ય નદીઓનું નીર ઠલવાય છે. જેને સાગર પોતાનામાં સમાવી લે છે. ક્યારેય માઝા મુકતો નથી.
આ પણ વાંચો : અંગ્રેજીના vowels અને consonant જેટલાં જ ગુજરાતી ભાષાના સ્વર અને વ્યંજનો છે ?
(૩) જે રીતે અતિ બોલવું કે અતિ ચૂપ રહેવું સારું નહિ. તેમ અતિ વરસવું સારું નહીં. વરસવું બે અર્થમાં લેવામાં આવે છે. પ્રેમ અને વરસાદ, વરસાદ પણ વધુ પડતો વરસે તો ગામમાં અને શહેરમાં તારાજી સર્જાય છે અને નુકસાન થાય વધુ પડતા વરસાદને લીધે પૂર આવે જેથી જાનમાલની નુકસાની હાનિ પહોંચે છે.
(૪) ધરતીની જેમ વનરાઈ પણ પરોપકારીના ક્ષમાવૃતિ, સહનશક્તિ જેવા ગુણો ધરાવે છે. આપણે વનરાઈને એટલે કે વૃક્ષોને આડેધડ કાપીએ છીએ. છતાં પણ તે ફળ, ફૂલ, ઔષધિ અને લાકડું આપે છે. પથ્થર મારવાં છતાં ફળ આપનાર વૃક્ષો બધાં દુઃખો મુંગા મોઢે સહન કરે છે. જે પોતાની મહાનતા સ્થાપિત કરી છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં