મારી ‘આજ’ હું આનંદથી જીવ્યો છું,
‘આવતીકાલ’ ને જે કરવું હોય તે કરે !
– ડ્રાઈડન
આપણે જે કંઈ પણ છીએ તેને આપણી વિચારસરણીએ બનાવ્યા છે. તેથી તમે શું વિચારો છે એ ખાસ ધ્યાનમાં રાખવું. શબ્દ ગૌણ છે, વિચાર કાયમ છે, એ દૂર સુધી યાત્રા કરે છે.
– સ્વામી વિવેકાનંદ
અરીસો મારો શ્રેષ્ઠ મિત્ર છે, કારણ કે જ્યારે હું રડું છું ત્યારે એ ક્યારેય હસતો નથી..!!
– ચાર્લી ચેપ્લીન
કોઇપણ પ્રકારની પહેલ કરનારે બીજાની દૃષ્ટિમાં મૂર્ખ બનવા તૈયાર રહેવું જોઈએ.
– જ્યોર્જ બર્નાડ શો
સિંહ પાસેથી એક ઉત્કૃષ્ટ વાત શીખવા જેવી છે તે એ કે વ્યક્તિ જે કંઈ કરવા ઈચ્છે એને તે પૂરા દિલથી અને જોરદાર પ્રયાસ સાથે કરે.
– ચાણક્ય
બીજા માણસના હૃદયને
જીતી લેનાર માણસ નસીબદાર ગણાય,
પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે
તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.
તમારાથી વધુ ગુણવાન લોકો પણ છે, તમારાથી ઓછા ગુણવાન લોકો પણ છે, ૧૦૦ % તમારા જેવા કોઈ નથી. મતલબ, ‘તમે સૌથી અલગ છો’. આવું વિચારીને સદા ખુશ રહો.
જેવું હશે તેવું ચાલશે, ફાવશે, ગમશે કે ભાવશે એવું કહેનારી વ્યક્તિ મોટે ભાગે દુઃખી થતી નથી, પણ ધાર્યું હોય છે એટલી સફળ પણ નથી થતી…!!
-સત્ય – પ્રેમ – કરુણા (http://kutchmadhapar.blogspot.in/2009/10/blog-post.html)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.