પ્રિય મિત્ર,
ગુજરાતી ભાષાનો સ્રોત અખૂટ અને અમૂલ્ય છે. આ સ્રોતમાં સતત વધારો થતો જાય છે. ગુજરાતી ભાષામાં આપણે જ્યારે લેખનકાર્ય કરીએ છીએ ત્યારે શબ્દની જોડણીનું ખાસ મહત્ત્વ હોય છે. ગુજરાતી ભાષાની જોડણીના નિયમો અનુસાર જો લેખનકાર્ય કરવામાં આવે તો ગુજરાતી ભાષાદોષ દૂર થાય છે અને આપણી ગરવી ગુજરાતી ભાષા વધુ ચોખ્ખી બને છે.
આપણે કમ્પ્યૂટરમાં અંગ્રેજી ભાષાનું કોઈ લખાણ લખીએ ત્યારે અંગ્રેજી ભાષા માટેનું સ્પેલચેકર લખાણ સાથે જ ઉપલબ્ધ હોય છે. હવે તો આપણે પણ કમ્પ્યૂટરમાં ગુજરાતી ભાષાનું લખાણ લખતા થઈ ગયા છીએ ત્યારે ગુજરાતી ભાષાની શબ્દજોડણી ચકાસણીનું શું? આ મૂંઝવણના ઉકેલરૂપે માગુર્જરીના ચાહક–સેવક અને ‘ગુજરાતીલેક્સિકોન’ના રચયિતા આદરણીય શ્રી. રતિલાલ ચંદરયાએ, ગુજરાતી ભાષાને આપેલા યોગદાનમાં એક ‘ગુજરાતી શબ્દકોશ’ અને બીજું ‘ગુજરાતી સ્પેલચેકર’ પણ છે જ. બે દાયકાના સાતત્યપૂર્ણ પરિશ્રમના ફળસ્વરૂપે ‘સરસસ્પેલચેકર’ના નામે ગુજરાતી ભાષાની શબ્દજોડણી ચકાસણી માટેનું સ્પેલચેકર અસ્તિત્વમાં આવ્યું.
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ પર ઑનલાઇન અને ઑફલાઇન (ડેસ્કટૉપ ઍપ્લિકેશન) ‘સરસ સ્પેલચેકર’નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની લિંક નીચે મુજબ છે.
ઑનલાઇન સ્પેલચેકર – http://www.gujaratilexicon.com/saras-spellchecker/
ઑફલાઇન સ્પેલચેકર – http://www.gujaratilexicon.com/downloads/
ઑનલાઇન સ્પેલચેકર કેવી રીતે કાર્ય કરશે તે નીચે આપેલી લિંક પરથી જોઈ શકશો.
http://www.youtube.com/watch?v=eQ0wWyC9uDU
સરસ સ્પેલચેકરની ડેસ્કટૉપ ઍપ્લિકેશન(ઑફલાઇન) કેવી રીતે ઇન્સ્ટૉલ કરવી અને ઍપ્લિકેશનની કાર્યપદ્ધતિ નીચે આપેલી લિંક પરથી જોઈ શકશો.
http://www.youtube.com/watch?v=IihC3tMoSjw
http://www.youtube.com/watch?v=4QGXRoLik7s
‘ઍપ ફેસ્ટ 2013’માં અર્નિઓન ટૅક્નૉલૉજીસ દ્વારા એન્ડ્રૉઇડ પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલ અને દ્વિતીય પારિતોષિક મેળવનાર ગુજરાતીલેક્સિકોનની ”પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન’ ભાષાપ્રેમીઓ માટે રજૂ કરવામાં આવી છે. આ એક ઑફલાઇન એપ્લિકેશન છે જે નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
https://play.google.com/store/apps/details?id=com.arnion.glpopup
ગુજરાતીલેક્સિકોન :
* ઑનલાઇન અને ઑફલાઇન મોબાઇલ ઍપ્લિકેશન
* શબ્દકોશમાં ‘Did you mean?’ની સુવિધા
* ગુજરાતી ટાઇપિંગ શીખવા માટેની મદદ-માર્ગદર્શિકા
* ગુજરાતીલેક્સિકોન વિશેની માહિતી દર્શાવતો દસ્તાવેજ
* જાપાનીઝ / ચાઇનીઝ શબ્દોની માહિતીનો સમાવેશ
ભગવદ્ગોમંડલ :
* જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો એક ક્લિકે ઉપલબ્ધ
* ડિજિટલ ભગવદ્ગોમંડલ લોકાર્પણની છબીઓનો સમાવેશ
* ફક્ત 11 માસમાં પૂર્ણ થયેલ વિરાટકાર્ય
* શબ્દોની સચિત્ર રજૂઆત
* સમગ્ર સ્રોત નિ:શુલ્ક ડાઉનલોડ કરવાની સુવિધા
લોકકોશ :
* લોકોનો, લોકો માટે અને લોકો દ્વારા ચાલતો શબ્દકોશ
* લોકકોશના લોકપ્રિય શબ્દોની યાદીનો સમાવેશ
* સૂચિત શબ્દોની સંખ્યા સાથે શબ્દદાતાઓની યાદી પ્રાપ્ય
* સ્વામી આનંદની જૂની મૂડીનો સમાવેશ
* અત્યાર સુધીમાં 940 શબ્દોનો સમાવેશ
ગેમ્સ:
* ગુજરાતી ભાષાની વિવિધ જ્ઞાનસભર રમતોનો સમાવેશ
* ગુજરાતીલેક્સિકોનની રમતો મોબાઇલ અને ફેસબુક પર ઉપલબ્ધ
* રમતની મદદમાર્ગદર્શિકા અને મદદવીડિયો
* વિવિધ રમતો રમીને શબ્દભંડોળ વધારવાની તક
* રમો, રમાડો અને અવનવા શબ્દો જાણો
ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.
જય જય ગરવી ગુજરાત !
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.