Gujaratilexicon

સંસ્કૃતવાણી

October 04 2010
Gujaratilexicon

  • ૐ નમ: સિવાય  = શિવને નમસ્કાર
  • મંગલમ સદા કૂર્યાત = સદા મંગલકારી બનો !
  • અહિંસા પરમો ધર્મ: = સર્વોત્તમ ધર્મ અહિંસા છે
  • અહો રૂપમ અહો ધ્વનિ = એકબીજાની પ્રશંસા કરવી તે
  • મિચ્છામિ દુક્કડમ = મારું દુષ્કૃત મિથ્યા થાઓ ! (દુષ્કૃતને અંગે ક્ષમા યાચવા જૈનોમાં આ બોલ વપરાય છે.)
  • આચાર્ય દેવો ભવ = આચાર્ય દેવ સમાન છે.
  • શતં જીવ શરદ: = સો શરદઋતુ જીવો. (સો વરસનું આયુષ્ય ભોગવો.)
  • બુદ્ધં શરણમ ગચ્છામિ = હું બુદ્ધને શરણે જાઉં છું.
  • સુખિનો ભવન્તુ લોકા: = સર્વત્ર લોકો સુખી થાઓ !
  • વિનાશકાળે વિપરીત બુદ્ધિ = વિનાશકાળે બુદ્ધિ પણ ફરી જાય છે.(વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે.)
  • આત્મવત સર્વભૂતેષુ = બધામાં એક જ આત્મા છે.
  • તથાસ્તુ = તેમ થાઓ. એવું હો.
  • શયનેષુ રંભા =  સહશયનમાં રંભા જેવી
  • ઇદમ સર્વમ = આ બધે છે.
  • સા વિદ્યા સા વિમુક્તયે = મુક્તિ આપે એ વિદ્યા
  • સત્યં વદ, ધર્મમ ચર = સત્ય બોલો ને ધર્માચરણ કરો.
  • ન હન્યતે હન્યમાને શરીરે = નાશવંત શરીરમાં આત્મા અવિનાશી છે. એને હણી શકાતો નથી.
  • વિદ્યા વિનયેન શોભતે = વિનયથી વિદ્યા શોભે છે.
  • સત્યમેવ જયતે ન અનૃતમ = સત્યનો જ હંમેશ વિજય થાય છે, અસત્યનો નહિ.
  • વિદ્યા પરા દેવતા = વિદ્યા જ મોટો દેવતા છે.
  • વિભૂષણમ  મૌનપળ્ડિતાનામ = મૌન મૂર્ખાઓની શોભા છે.
  • યત: સત્ય તત: ધર્મો યતો ધર્મો તતો જય: = હંમેશા સત્ય છે ત્યાં ધર્મ છે અને જ્યાં ધર્મ છે ત્યાં હંમેશાં વિજય છે.
  • ધર્મો રક્ષતિ ધર્મ = ધર્મનું રક્ષણ કરનારની ધર્મ રક્ષા કરે છે.

Source : Book Name : શબ્દની સાથે સાથે (પેજ નં. ૨૪૮-૨૫૪)

Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)

Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects