લોકકોશ-ભાષાની આશા
લોકોનો, લોકો વડે અને લોકો દ્વારા ચાલતા આ કોશને ગુજરાતી લેક્સિકોન દ્વારા લોકકોશ તરીકે રજૂ કરાયો છે. આ કોશને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા શબ્દમિત્રોએ તેમાં ભાગ લઈ ઘણા શબ્દો મોકલાવેલ છે. જેના કારણે આજે લોકકોશની આ સાઇટ પર લોકકોશની પસંદગી સમિતિ દ્વારા 757 શબ્દોની પસંદગી થઈને આપ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
લોકકોશમાં અત્યાર સુધી સ્વીકૃત થયેલા શબ્દો વિશેની માહિતી મેળવવા માટે આપ http://lokkosh.gujaratilexicon.com/ ની મુલાકાત લઈ તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો.
આ કોશમાં શબ્દમિત્ર બની તમે પણ આવા શબ્દો આપી શકો છો અને હરીફાઈમાં ભાગ લઈ શકો છો અને ખુશીની વાત એ છે કે આ શબ્દની હરીફાઈની છેલ્લી તારીખ 15 મી જાન્યુઆરી છે તો ચાલો તમે પણ શબ્દમિત્ર બનો અને હરીફાઈમાં જોડાઈ જાઓ http://lokkosh.gujaratilexicon.com/index.php?action=register
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.