Gujaratilexicon

Happy 2013…..

January 04 2013
Gujaratilexiconpqdc0a909aafcd2b92a165efb9bcf79ddd42e5b906pq pq87fc1335e9098e92156c6333f911e7954b985b15pq

2012નું વર્ષ ગુજરાતીલેક્સિકોન માટે સીમાચિહ્નરૂપ રહ્યું. 2012માં ગુજરાતીલેક્સિકોને ગુજરાતી વેબસાઇટનો નવો વિક્રમ સર કર્યો. ગુજરાતીલેક્સિકોને માત્ર છ વર્ષના ગાળામાં, તેની સંલગ્ન વેબસાઇટ ભગવદ્ગોમંડલ અને લોકકોશ સાથે મળીને, કરોડથી પણ વધુ મુલાકાતોનો આંકડો વટાવ્યો !

ગુજરાતીભાષા પ્રેમીઓને તે કેટલો ઉપયોગી થઈ પડ્યો છે તેનો એ માપદંડ છે. વળી, વિવિધ સંસ્થાઓ પણ તેમના રોજિંદા કાર્યમાં તેમ જ મહત્ત્વના પ્રોજેક્ટ માટે ગુજરાતીલેક્સિકોન સાઇટનો મોકળાશથી ઉપયોગ કરે છે. આ રીતે ગુજરાતીલેક્સિકોન ભાષાકીય વિવિધ કાર્યક્ષેત્રમાં કાર્યરત સહુ કોઈને મદદરૂપ થઈ શક્યો છે તેનો અમને ઘણો જ સંતોષ અને આનંદ છે.

ગુજરાતીલેક્સિકોને આવી અભૂતપૂર્વ લોકચાહના મેળવી તે માટે અમે આપ સહુ ભાષાપ્રેમીઓના આભારી છીએ. ગુજરાતીમાં રહેલા ભાષા પ્રેમ થકી જ આ લક્ષ્યાંક પ્રાપ્ત થઈ શક્યો. ગુજરાતી ભાષા પ્રત્યેનો સૌનો જન્મજાત પ્રેમ જ ગુજરાતીલેક્સિકોનની સફળતાના પાયામાં છે.

આ અદ્ભુત જનપ્રતિસાદ જ અમારી સંજીવની છે–પ્રેરકબળ છે. ગુજરાતી ભાષાના સંવર્ધન અને વિસ્તૃતીકરણના ધ્યેયને વરી, અદ્યતન ટેક્નોલોજીના માધ્યમ દ્વારા, તેના આધુનિકીકરણ માટે ગુજરાતીલેક્સિકોનની વિકાસયાત્રા અમે વધુ વેગે નવી દિશાઓમાં વિસ્તારવા તાકીએ છીએ.

અમને જણાવતાં આનંદ થાય છે કે અમે આગામી વર્ષ 2013માં ગુજરાતીલેક્સિકોન માટે 13 નવાં લક્ષ્યાંકો સિદ્ધ કરવા ઇચ્છુક છીએ જે નીચે પ્રમાણે છે :

1. Gujarati – Japanese Dictionary
2. Gujarati – Chinese Dictionary
3. GL YouTube Channel
4. New Games
5. Gujaratilexicon Mobile Application
6. Graphical Interface Of GL Web Portal
7. Law Dictionary
8. Medical Dictionary
9. Technical Dictionary
10. Sanskrit – Gujarati Dictionary
11. Urdu – Gujarati Dictionary
12. Graphical Computer Ni Clicke
13. GL Books

આ ઉપરાંત ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ અને ‘માતૃભાષા અભિયાન’ સાથે સંકળાઈને પણ ભાષા સંવર્ધનના વિવિધ કાર્યક્રમોમાં ગુજરાતીલેક્સિકોન પોતાનો યથાયોગ્ય ફાળો આપવા કટિબદ્ધ છે.

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon ઉપર મોકલાવી શકો છો અથવા  079-40049325 ઉપર સંપર્ક કરી શકો છો.

તો ચાલો, આપણે સૌ સાથે મળીને ‘‘રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ’’ બનવાની નેમ ધરાવીએ અને તે પાર પાડીએ.

જય જય ગરવી ગુજરાત !

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

,

નવેમ્બર , 2024

સોમવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects