Gujaratilexicon

આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિનની ઊજવણી…

February 05 2013
GujaratilexiconGL Team


પ્રિય મિત્ર,

દર વર્ષે ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરને વધાવતાં અમે પણ આપ સૌ ભાષાપ્રેમીઓ માટે જ્ઞાન સાથે ગમ્મતનો રસાસ્વાદ કરાવતી એક નવી રમત નામે ‘Match Words (શબ્દ સરખાવો)’ અને એક નવી સુવિધા નામે ‘Did you mean?’; ગુજરાતીલેક્સિકોનની સાઇટ ઉપર રજૂ કરી રહ્યા છીએ.

ગુજરાતીલેક્સિકોનના ગેમ વિભાગમાં ‘Match Words’ રમત મૂકવામાં આવી છે. આ રમતમાં ચાર પેટાવિભાગો જેવા કે Same Words(સરખા શબ્દ), Opposites(વિરુદ્ધાર્થી), Guj-Eng (ગુજરાતી-અંગ્રેજી), Synonyms(સમાનાર્થી)નો સમાવેશ થાય છે. આ રમત રમવા માટે 20 બૉક્સમાં શબ્દો આપેલાં હશે, એક શબ્દને બીજા શબ્દ સાથે સરખાવવા અનુમાન લગાવીને વિવિધ બૉક્સ પર ક્લિક કરવાની રહેશે.  જેટલી ક્લિક સાથે તમારી રમત પૂર્ણ થશે તેટલી ક્લિક ‘તમારા પ્રયત્નો’રૂપે દર્શાવવામાં આવશે.

આમ, શબ્દ સરખાવો રમત રમતાં તમારે કયો શબ્દ કયા બૉક્સમાં છે તે પણ યાદ રાખવાનું છે, તો આ રમત દ્વારા આપ સૌનું શબ્દભંડોળ તો વધવાનું જ છે; પણ સાથે સાથે તમારી મગજશક્તિ(mindpower) પણ મજબૂત થશે. ચાલો ત્યારે, સૌ પ્રથમ ઓનલાઇન ગુજરાતી  ‘Match Words (શબ્દ સરખાવો)’ રમવા આપેલી લિંક પર ક્લિક કરો :

http://www.gujaratilexicon.com/game/kids-corner/kidsgame/matchwords/

‘Match Words’ રમત રમતાં તમને કોઈ પ્રશ્ન થાય તો તેના ઉકેલ સ્વરૂપે રમત અંગેની માર્ગદર્શિકા અને વીડિયો આપવામાં આવ્યાં છે જે નીચે આપેલી લિંક પર ક્લિક કરતાં મળશે :

http://www.gujaratilexicon.com/game/kids-corner/kidsgame/matchwords/help.php

Did you mean? સુવિધા વિશે ટૂંકમાં જણાવીએ તો આ સુવિધાની મુખ્ય લાક્ષણિકતા ‘સાચો શબ્દ અથવા તમે સૂચવેલ શબ્દની નજીકનો શબ્દ સૂચવવાની’ છે. જો આપને ગુજરાતીમાં કે હિંદીમાં સાચી જોડણી ખબર ન હોય કે પછી અંગ્રેજીમાં સાચો સ્પેલિંગ ખબર ન હોય અને આપ તે શબ્દ લખો, તો લખેલા શબ્દોનો નજીકનો સરખા અર્થવાળો શબ્દ તમને Did you mean? કરીને બતાવશે. જેમ કે, ગુજરાતીલેક્સિકોનના ગુજરાતી-ગુજરાતી વિભાગમાં કોઈ એક શબ્દ શોધીએ :

દા.ત. વિચગ

Did you mean? વિહગ

આમ, તે શક્યતાઓ સૂચવશે.

આવી જ રીતે આપ સૌ અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી અને હિન્દી-ગુજરાતી વિભાગમાં Did you mean? સુવિધાનો લાભ લઈ શકશો. ચાલો ત્યારે, માતૃભાષાના દિવસની ઊજવણી નિમિત્તે આ તકનો લાભ લેવા માટે ગુજરાતીલેક્સિકોનના શબ્દકોશ  વિભાગમાં આપેલામાંનો કોઈ પણ શબ્દકોશ ખોલો અને કોઈ પણ શબ્દ શોધો અને જો તે શબ્દ ગુજરાતીલેક્સિકોનના ડેટાબેઝમાં નહીં હોય તો આપમેળે આ સુવિધા દ્વારા આપને એક નજીકના અર્થવાળો  શબ્દ કે સાચો શબ્દ સૂચવવામાં આવશે.

આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.

‘જય જય ગરવી ગુજરાત’

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

,

નવેમ્બર , 2024

શુક્રવાર

22

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects