Gujaratilexicon

કહેવતકથા – ઘરકી મુરગી દાલ બરાબર

November 03 2010
Gujaratilexicon

પોતાના વતનમાં માણસ પંકાતો નથી. તેની ગણના થતી જ નથી. પછી ભલેને એ કોઈ મોટો ભણેલો ગણેલો પંડિત કેમ ન હોય !

વિદ્વતા દેશમાં અંકાતી નથી. પરદેશમાં જ તેની કદર થાય છે. દેશના અનેક શિક્ષિત યુવાનો આજે પરદેશમાં સારું ધન કમાઈ રહ્યા છે કારણ તેમની વિદ્વતાની ત્યાં કદર થાય છે છતાં કહેવું પડશે દેશ એ દેશ છે અને પરદેશ એ પરદેશ છે.

કહેવતે આ તત્ત્વને પણ પોતાના સંગ્રહમાં વણી લીધું છે ઘરકી મુરગી દાલ બરાબરઆ કહેવત સર્વ સામાન્ય રૂપમાં બધા જ પ્રદેશોમાં જણાઈ છે પારકે ભાણે મોટો લાડુપોતાના ભાણામાંનો લાડુ મોટો હોય છતાં પારકાના ભાણામાંનો જ લાડુ મોટો જણાય. ગામની રૂપગુણ સંપન્ન છોકરી હોય તો તે આખરે છોકરી તરીકે જ ગણાય જ્યારે પરગામની છોકરીની ગણના લાડી બરાબર થાય. ઘરકા બમન બેલ બરાબર ગામનો જોગી જોગટો ને પરગામનો સિદ્ધ આ બધી કહેવતો પાછળ અનુભવહકીકત પ્રસંગ તો હશે જ. તે વગર એ કહેવતો અસ્તિત્ત્વમાં જ ન આવે.

Explore more Gujarati to English and English to Gujarati Proverbs from here. 

વાત સાચી છે. મહાકવિ તુલસીદાસના મુખમાંથી જ કહેવાઈ ગયું હતું, ‘બહારના લોકો ભલે તને તુલસીદાસ કહે પણ ગામમાં તો તું તુલસીયોજ ગણાવાનો કારણ ગામનો જોગી જોગટો જ ગણાય. એને કોઈ સિદ્ધમહાત્મા ન જ ગણે.

તુલસીદાસજીના જીવનની આ વાત જાણવા જેવી છે.

એક વખતે તુલસીદાસજી કાશીમાં પંડિતોની વચ્ચે બેસીને રામચરિત માનસની કથા સંભળાવી રહ્યા હતા. શ્રોતાઓની ભારે ભીડ જામી હતી. સૌ રસમાં તરબોળ બની ગયા હતા.

આજ સમયે બે ગ્રામવાસીઓ પણ ત્યાં આવી ચઢ્યા. ગંગાસ્નાન માટે તેઓ આવ્યા હતા. પરગામના હતા. લોકોનું ટોળું જોયું એટલે તેઓ પણ અહીં ઊભા રહી ગયા.

બેમાંનો એક તુલસીદાસજીની સામે થોડીકવાર જોઈ રહ્યો. તેની આંખોમાં ચમક આવી. તુલસીદાસજી તેના જ ગામના નિવાસી હતા. બાલ્યાવસ્થામાં તેની સાથે તેઓ ગાયભેંસ પણ ચરાવતા હતા. બન્ને નાના હતા ત્યારે ખૂબ ખૂબ તોફાનો પણ કરેલાં.

તુલસીદાસજી મોટા આસને બેઠેલા હતા. ગળામાં માળા હતી કપાળ પર તિલક હતું લોકો તેમની સામે હાથ જોડીને બેઠા હતા.

ગામડિયાને આ જોઈને મોટી નવાઈ લાગી. તેણે પોતાના સાથીનો હાથ, ખેંચ્યો અને કહ્યું, ‘અરે ગોપાળ ! જો તો ખરો? આ તુલસીયો તો મોટો મહન્ત બનીને બેસી ગયો છે.’

ગોપાલે પણ તેને ઓળખ્યો -‘ હા ….હાહાઆ તો તલસીયો એક નંબરનો ઢોંગી….

આ ગામડિયાઓને જાણ નહોતી કે તેમનો આ બાલ્યકાળનો દોસ્ત શ્રમ કરીને, પરિશ્રમથી જ દેશનો એક મહા કવિ નહિ પણ સંત પુરુષ બની ગયો છે. એ પૂજાઈ રહ્યો છે તે એની વિદ્વતાથી.

તુલસીદાસજી જ્યારે કથા પૂરી કરીને ઊઠ્યા ત્યારે પેલા બન્ને ગામડિયાએ તેમને પકડી લીધા અને તેમને વળગીને બોલ્યા – ‘અલ્યા, તુલસીયા ! આ શો ઠાઠ જમાવ્યો છે? ગળામાં માળા, કપાળે તિલક, તું ખરો એક નંબરનો ઠગારો બની ગયો છે !’

તુલસીદાસજી એમને શું જવાબ આપે?

એમના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા.

તુલસી વહાં ન જાઈએ

જહાં બાપકો ગામ,

દાસ ગયો તુલસી ગયો

રહ્યો તલસીયો નામ.

Source : Book Name : shri bruhad kahveat katha sagar (Story No.-46)

આ બ્લોગમાં રહેલા કેટલાક શબ્દનો અર્થ આ મુજબ છે (Gujarati to Gujarati and Gujarati to English Meanings)

માનસ : મનને લગતું. (૨) મનમાંથી થયેલું. (૩) ન○ મન, ચિત્ત, અંત:કરણ, હૃદય, હૈયું. (૪) એ નામનું હિમાલય પારનું એક સરોવર, માનસરોવર. (સંજ્ઞા.) (of the mind; mental. n. mind; Lake Manas) 

તિલક : કપાળમાં કરવામાં આવતું ચંદન, કેસર, કંકુ, હળદર વગેરેનું સુશોભન, ટીલું. (mark of pigment on forehead.)

ઠાઠ : સજાવટ, શણગાર, ભપકો. (૨) આડંબર, ડોળ (pomp; decoration; beauty)    

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

જુલાઈ , 2024

શનિવાર

27

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects