નીંદરની ચાદર ઓઢી, જાયે સંસાર પોઢી,
……………….. આકાશે રેલાયે અંધાર જી;
કોણ રે આવીને ત્યારે મારી વીણાના તારે,
……………….. આવા તે જગાડે ઝંકાર જી ?
નીંદ મારી જાય તૂટી, બેસું પથારીમાં ઊઠી,
……………….. જાણું ના શાના આ ભણકાર જી;
નજરૂં ત્યાં પાછી વળે, આશા મારી ના ફળે,
……………….. દષ્ટિ તો પામે ના દીદાર જી.
ગુંજે આ શી અજાણી, કોની વિપુલ વાણી ?
……………….. કોના આ વ્યાકુલ વાગે સૂર જી ?
કોના એ છાના સાદે, કોના રે મીઠા નાદે
……………….. ભીતર મારું થાયે ભરપૂર જી ?
અંતરમાં ઊંડી આશા, એ તો પામે ના ભાષા,
……………….. ઊરમાં તો આંસુ કેરા ભાર જી;
દુર્લભ જ્યાં દર્શન તારાં, શી વિધ પહેરાવું મારા
……………….. કંઠ કેરો આ કુસુમહાર જી ?
આ કાવ્યની રચના કરનાર નાથાલાલ દવે વિશે થોડી માહિતી :
નાથાલાલ દવે, ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ,વાર્તાલેખક અને અનુવાદક હતા. તેમનો જન્મ ૩ જૂન,૧૯૧૨ ના રોજ, ભાવનગર જિલ્લાનાં ભુવા ગામે થયેલ. તેમણે બી.એ., એમ.એ., બી.ટી. સુધી અભ્યાસ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. તેઓ ૧૯૫૬ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીનાં પદ પર રહેલ હતા. તેમની મુખ્ય રચનાઓ નીચે પ્રમાણે છે.
મુખ્ય રચનાઓ
Poem Source : www.readgujarati.com/2010/11/28/bhankar-poem/
ઝંકાર – સોના, રૂપા વગેરેનાં ઘરેણાંનો ઝમકાર
વિધ – પ્રકાર; તરેહ; જાત; વિધિ; રીત
દીદાર – દર્શન, દેખાવું એ, ઝાંખી થવી એ, સાક્ષાત્ દર્શન
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.