(૧૪)
શબ્દને અંતે ‘ઇત’ :
અગણિત, સ્ખલિત, કથિત, નિર્વાસિત, મત્યાદિત, પતિત, પરિચિત, પુનિત, રચિત, લિખિત વગેરેમાં પણ ‘ઇ’ હસ્વ.
અપવાદ: શબ્દને છેડે તીત નીત અને ણીત આવે તો ઈ દીર્ઘ હોય છે.
જેમ કે,
અતીત, કાલાતીત, પ્રતીત, વિનીત, પરિણીત વગેરે.
(૧૫)
શબ્દને છેડે ‘ઇલ’ :
અખિલ, અનિલ, ઊર્મિલ, જટિલ, સુનિલ વગેરે
અપવાદ: શીલ માં દીર્ઘ ‘ઈ’ છે. એટલે પંચશીલ, સુશીલ શબ્દોની જોડણી યાદ રાખવી.
તદ્ભવ શબ્દને છેડે ઈ દીર્ઘ અને ઉ હસ્વ લખવાં : (અનુસ્વાર હોય કે ન હોય.)
જેમ કે,
અહીં ઘી, દહીં, ધણી, વીંછી
જુદું, લાડુ, તું, શું વગેરે
(૧૭)
અનુસ્વારનો ઉચ્ચાર કોમળ (પોચો) થતો હોય ત્યારે ‘ઈ-ઊ’ દીર્ઘ લખવાં.
જેમ કે,
ઈંડું, પીંછું, લૂચ, પૂંચાડું, મીંચામણું વગેરે
અપવાદ : કુંવર, કુંવારું, કુંભાર, સુંવાળું વગેરે
(૧૮)
જે શબ્દમાં જોડાક્ષરના આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં ‘ઇ-ઉ’ હ્રસ્વ લખવાં.
જેમ કે,
કિસ્તી, ચુસ્ત, ડુક્કર, શિસ્ત વગેરે
(૧૯)
જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય તેવા દ્વિઅક્ષરી શબ્દોમાં ઉપાન્તય ‘ઈ-ઊ’ દીર્ઘ લખવાં
જેમ કે,
ચૂક, તૂત, ભીલ, ઝીણું વગેરે
અપવાદ : દુ:ખ, સુધી
(૨૦)
જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય ત્યાં બેથી વધારે અક્ષરના શબ્દોમાં ઇ-ઉ પછી લઘુ અક્ષર આવે તો તે દીર્ઘ લખવાં અને ગુરુ અક્ષર આવે તો હ્રસ્વ લખવાં.
જેમ કે,
ખુશાલ, દુકાળ, ખેડૂત, મલવ, મજૂર, નીકળ, કિનારો વગેરે
(૨૧)
કેટલાક શબ્દો ઉચ્ચારતાં ઉપાન્ત્ય અક્ષર પર ભાર આવે છે, ત્યારે ‘ઈ-ઊ’ દીર્ઘ કરવાં.
જેમ કે,
કબીલો, ચોટીલો,દંતૂડી, દાગીનો વગેરે.
જ્યાં આ જાતનો ભાર નથી આવતો એવા શબ્દો : ટહુકો, મહુડું વગેરે
(૨૨)
વિશેષણ પરથી થતાં નામો તેમ જ નામ ઉપરથી બનતાં ભાવવાચક નામોમાં મૂળ શબ્દોની જોડણી કાયમ રાખવી.
જેમ કે,
ગરીબ-ગરીબાઈ, જૂઠ-જૂઠાણું, મીઠું-મીઠાશ, વકીલ-વકીલાત વગેરે.
(૨૩)
‘ઈ’ પછી સ્વર આવતો હોય તો તે ‘ઇ’ ને હ્રસ્વ કરી સ્વરની પહેલાં ‘ય’ ઉમેરીને લખવું
જેમ કે,
કડિયો, કરંડિયો, કાઠિયાવાડ, ખડિયો, દરિયો દિયર, દુનિયા, ધોતિયું, પિયર.
(૨૪)
ચાર કે તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ ‘ઇ-ઉ ‘હ્રસ્વ લખવાં.
જેમ કે,
મિજલસ, હિલચાલ, કિલકિલાટ, ખિસકોલી, ટિચકારી, ટિપણિયો, ટિટિયારો, સિફારસ, ભુલકણું, ભુલામણું, સુરાવટ વગેરે
અપવાદ : શૂરાતન, ગુજરાત-ગૂજરાત
જ્યાં શબ્દ સમાસ હોય ત્યાં સમાસના અંગભૂત શબ્દોની જોડણી કાયમ રાખવી.
જેમ કે,
ભૂલથાપ, બીજવર, હીણકમાઉ, બૂમાબૂમ, સ્વામીદ્રોહ, મીઠાબોલું વગેરે
(૨૫)
નીચેના શબ્દોમાં ‘શ’ અને ‘સ’ બંને લખાશે.
ડોશી-ડોસી, માશી-માસી, ભેંશ-ભેંસ, છાશ-છાસ, બારશ-બારસ, એંશી-એંસી વગેરે
‘વિશે’ અને ‘વિષે’ – એ બંને શબ્દો લખાય છે.
(૨૬)
એકાક્ષરી શબ્દો અનુસ્વાર વિનાના હોય તો દીર્ઘ ‘ઈ ‘ અને ‘ઊ’ લખવા.
અપવાદ : અવાજ વ્યક્ત કરતા હોય એવા એકાક્ષરી શબ્દો ખૂં, ચૂં, ફૂં અપવાદરૂપ છે.
Source : Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૧૪૬, ૧૪૭, ૧૪૮)
Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.