એ જ રીતે ‘પશ્ચાત્તાપ’ શબ્દમાં ‘ત્તા’ લખવો.
‘નિગાહ’ અને ‘નિઘા’ આ બંને સમાનાર્થી શબ્દો છે, પણ બંનેની લખાવટમાં ફેર છે.
નિગાહ-નિઘા (સ્ત્રી.) નજર; દૃષ્ટિ; (લા.) ધ્યાન; સંભાળ; મહેરબાની.
કેટલાક ‘પૃથકરણ’ લખે છે તે ખોટું છે.
પૃથક્કરણ = (ન.) છૂટું પાડવું તે
અકસ્માત = (પું.) અણધાર્યો બનાવ અણધારી ઘટના હોનારત (અકસ્માતમાં ‘ત’ આખો લખાશે.)
અકસ્માત્ = (અ.) અચાનક એકાએક (અકસ્માતમાં ‘ત્’ ખોડો આવશે.)
‘ત’ અને ‘ત્’ લખવામાં ભૂલ ન કરશો.
માલૂમ = (વિ.) જાણેલું જાણવા મળેલું ખબર પડેલું
માલમ = (પું.) વહાણનો ચાલક
કેટલાક ‘માલૂમ’ ને બદલે ‘માલમ’ લખે છે તે ખોટું છે.
‘બિના’-‘બીના’ બંને સમાનાર્થી શબ્દો છે અને બંને ખરા છે. (‘બિ’ પણ લખાય, ‘બી’ પણ લખાય .)
બિના-બીના (સ્ત્રી.) હકીકત બનાવ
‘વિગત’ – ‘વીગત’ બંને સમાનાર્થી શબ્દો છે, અને બંને ખરા છે. ( ‘વિ’ લખો કે ‘વી’ લખો-બંને ચાલે.)
વિગત-વીગત = બીના; બાબત
(‘વિગત’ના બીજા અર્થ પણ થાય છે – ‘વિગત’ એટલે અતીત; મૃત)
‘દી’ એકાક્ષરી શબ્દ છે. ‘દી’ એટલે દિવસ; દિન; દહાડો
‘દિવસ’ અને ‘દિન’માં ‘દિ’ લખાય છે તે તો તમને ખબર છે જ.
દિવાળી ને બદલે દીવાળી લખનારા ઓછા નથી ! તમે આવી ભૂલ ના કરશો.
દિવાળી ના સમાનાર્થી શબ્દો નીચે મુજબ છે
(૧) દીપોચ્છવ (૨) દીપોત્સવ (૩) દીપોત્સવી (૪) દીપાવલિ (૫) દીપાવલિ
જુઓ દરેક શબ્દનો પ્રથમ અક્ષર ‘દી’ છે.
માત્ર દિવાળીમાં ‘દિ’આવશે.
એ શબ્દ પરથી ‘સુરીલું’ વિશેષણ બને છે, ત્યારે ‘સૂ’નું ‘સુ’ થઈ જાય છે.
તમે ‘બેસૂરું’ શબ્દનો જ ઉપયોગ કરજો.
બેસૂરું = (વિ.) ખોટા કે ખરાબ સૂરનું
વિદુષી = (વિ.); (સ્ત્રી.) વિદ્વાન સ્ત્રી; પંડિતા
વિદૂષક = (પું.) મશ્કરો; રંગલો; મજાકિયો
Source : Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૨૯, ૩૦, ૩૧)
Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)
Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.