તા. 21 ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતીલેક્સિકોન ટીમ પણ આ શુભ દિનને યાદગાર બનાવવા ઇચ્છે છે. આ માટે અમે સૌ ભાષાપ્રેમીઓને આ દિન નિમિત્તેના આપના સંદેશા અમને info@gujaratilexicon.com ઉપર મોકલવાની વિનંતી કરીએ છીએ. આપ સૌના શુભેચ્છા સંદેશ 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતીલેક્સિકોનના બ્લોગ ઉપર આપના નામ સાથે દર્શાવવામાં આવશે. તો આ જ ઘડીથી આપના શુભેચ્છા સંદેશ મોકલવાની શરૂઆત કરો.
જય જય ગરવી ગુજરાત.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં