(૧) નુસખો (૨) મસકો (૩) ધુસકો (૪) ધ્રુસકો
(નુસ્ખો, મસ્કો, ધુસ્કો, ધ્રુસ્કો – આ શબ્દો ખોટા છે.)
‘ટનનન‘ માં ત્રણ વખત ન લખવું.
‘સરરર‘ માં ત્રણ વખત ર લખવું.
કેટલાક ત્રણને બદલે બે જ અક્ષરો લખે છે તે ખોટું છે.
આમ કેમ? ‘કરણ‘ પ્રત્યય લાગે ત્યારે અનેક શબ્દોની જોડણીમાં આ રીતનો ફેરફાર થતો હોય છે.
‘વિસ્તૃતિ‘માં ‘તિ‘ પણ ‘કરણ‘ પ્રત્યય લાગતાં ‘વિસ્તૃતીકરણ‘ થશે.
આપણી પોતાની કે સબંધિતની મોટર હોય તો ‘કાર‘ કહેવાશે. ભાડૂતી મોટર માટે ‘ટેક્સી‘ બોલીએ છીએ.
જોયું? વિશેષણ બનતાં ‘ળી‘ નું ‘ળિ‘ થઈ ગયું.
કેટલાક ‘વીજળીક‘ લખે છે તે ખોટું છે. ‘વીજળિક‘ લખો.
‘બિસમાર‘ ને બદલે કેટલાક ‘બિસ્માર‘ લખે છે તે ખોટું છે. ‘સ‘ આખો લખો
‘બિસમાર‘ એટલે શું? આપણે ‘બિસમાર‘ નો અર્થ ‘ખંડિયેર‘ કે ‘જર્જરિત‘ જેવો કરીએ છીએ.
શબ્દકોશમાં ‘બિસમાર‘ નો અર્થ નીચે પ્રમાણે છે.
બિસમાર = (વિ.) વિસ્મૃત; વિસારી મૂકેલું
‘આજ‘ એક શબ્દ છે, જ્યારે ‘આ જ‘ એ બે જુદા જુદા શબ્દો છે – આ અને જ અને તે જુદા લખવા જોઈએ.
‘જ‘ અક્ષર છે, અને શબ્દ પણ છે. એ તો તમે જાણતાં જ હશો.
અહીં ‘જ‘ અક્ષર તરીકે નહિ, પણ શબ્દ તરીકે વાપરવાનો છે. એટલે બંને જગ્યાએ જુદો લખાતો હોય છે.
‘સ્‘ ખોડો લખવાના શોખીનો ‘અસ્વાર‘, ઘોડેસ્વાર અને ‘ઘોડેસ્વારી‘ લખે છે પણ તે ખોટું છે.
બધે જ ‘સ‘ આખો લખો. નીચે મુજબ.
‘અસવાર‘; ‘ઘોડેસવાર‘; ‘ઘોડેસવારી‘
શબ્દકોશોમાં પ્રૂફરીડિંગની ભૂલને ખાતર ઘોડેસ્વાર ક્યાંક ક્યાંક છપાયું હોય છે તેની નોંધ લેશો.
‘પ્રાંતીય‘ અને ‘પ્રાંતિક‘ બંને સમાનાર્થી શબ્દો છે.
પ્રાંતિક–પ્રાંતીય = (વિ.) પ્રાંતને લગતું
‘પ્રાંતીયતા‘માં પણ ‘તી‘જ આવશે.
ચુપ–ચૂપ; ચુપકી–ચૂપકી; ચુપચાપ–ચૂપચાપ
‘ચુપકીદી‘માં માત્ર ‘ચુ‘ જ લખાશે. ‘ચૂ‘ નહિ.
જોડણીના નિયમ પ્રમાણે આ શબ્દમાં ‘ચુ‘ જ લખાતો હોય છે.
‘ચિંગું‘ અને ‘ચિંગૂસ‘ બંને સમાનાર્થી શબ્દો છે.
ચિંગું–ચિંગૂસ = (વિ.) કંજૂસ; કરકસરિયું
ચિંગૂસાઈ = (સ્ત્રી.) કંજૂસાઈ
(‘ચિંગુસાઈ‘ શબ્દ નથી તેની ખાસ નોંધ લો.)
એ જ રેતી ‘ઓધ્ધો‘ અને ‘ઓધ્ધેદાર‘ લખો.
કુચ–કૂચ = સ્ત્રીની છાતી; સ્તન
કૂચ = લશ્કરી ઢબની ચાલ; રવાના થવું તે
આમ લશ્કરી ઢબની ચાલ માટે માત્ર ‘કૂચ‘ શબ્દ જ વપરાય છે, ‘કુચ‘ નહિ.
તુર્કી ભાષાનો આ શબ્દ ગુજરાતી ભાષામાં ઉમેરાયો છે. એ ત્રણ રીતે લખાય છે.
(૧) કુરનસ (૨) કુરનિસ (૩) કુર્નિશ
અર્થ : ‘ઝૂકીને સલામ કરવી તે‘
ભરાઉ = (વિ.) ભરેલું; પુષ્ટ
ભરાવ = (પું.) જથ્થો; જમાવ
અનેક શિક્ષિત માણસો પણ આ શબ્દોનો ઉપયોગ કરવામાં ભૂલ કરતા હોય છે. ‘ઝગડો‘; ‘ઝગડાળું‘ શબ્દો ખોટા છે. સાચા શબ્દો છે : ‘ઝઘડો” અને ‘ઝઘડાળુ.’
મોટા ભાગના વિદ્યાર્થીઓ ‘આટર્સ‘ લખવાને બદલે ‘આર્ટસ‘ લખતા હોય છે. કોઈ કોઈ પ્રોફેસરો પણ.
‘આટર્સ કૉલેજ‘ એમ લખવું જોઈએ. કારણ કે ‘ટ‘ અને ‘સ‘ બંનેનો જોડાક્ષર થતો હોઈ ‘ટ‘ ઉપર મૂકવાની ‘રેફ‘, ‘સ‘ ઉપર મુકાય છે.
Source : Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૨૧, ૨૨, ૨૩, ૨૪)
Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)
Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત
Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.