આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ (Artificial Intelligence) (AI) ? શું તમે આ શબ્દ સાંભળ્યો છે ?
શું તમે આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ કેવી રીતે કામ કરે છે તે જાણો છો ?
ગુજરાત વિશ્વકોશ ટસ્ટ આયોજિત પ્રિ. આર. એલ. સંઘવી અને શ્રીમતી મંજુલા આર. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા હેઠળ તમે ‘મશીન લર્નિંગ (Machine learning) અને ડીપ લર્નિંગ (Deep learning)ની ટેક્નોલોજીથી સર્જાનારી આવતીકાલ’ વિશે જાણવા ઉત્સુક હોવ તો તા. 11 મે 2022ને બુધવારના રોજ સાંજે 5.30 વાગે ગુજરાત વિશ્વકોશ ભવન પર હાજર રહેશો.
આ કાર્યક્રમ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ફેસબુક એકાઉન્ટ પરથી લાઇવ પણ જોઈ શકાશે
મશીન લર્નિંગ આલ્ગોરીધમ તથા ડેટાનો સ્વયંભૂ (ઓટોમેટીક) ઉપયોગ કરીને વિશ્લેષણ કરે છે અને કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર જાતે જ નિર્ણય લે છે.
પ્રોગામનો મુખ્ય આશય ભૂતકાળના પ્રયોગો તથા અનુભવો પરથી શીખવાનો છે. જેમ જેમ એક જ પ્રકારના ડેટા વારંવાર આવતા જાય છે તેમ તેમ મશીન લર્નિંગના પ્રોગામ તેના ભૂતકાળના અનુભવોને આધારે વધુ ને વધુ કાર્યક્ષમ તથા કાર્યદક્ષ વિશ્લેષણ કરી શકે છે, આગાહી કરી શકે છે અને નિર્ણય લઈ શકે છે.
એક સરળ ઉદાહરણ લઈએ. સંસ્થામાં કામ કરતા કર્મચારીઓના વિવિધ એંગલથી ફોટા લીધા હોય અને મશીન લર્નિગના મૉડેલને દરેક ફોટો કયા કર્મચારીનો છે અને અંગેની તાલીમ આપી હોય તો સંસ્થાના કેમ્પ્સમાં વિવિધ સ્થળે હરફર કરતી વ્યક્તિ કોણ છે તેને કૅમેરાની મદદથી સરળતાથી ઓળખી શકાય છે. વારંવાર પુનરાવર્તન પામતા કામો માટે મશીન લર્નિંગના વિનિયોગો અસરકારક નીવડે છે. મશીન લર્નિંગમાં પ્રત્યેક વિનિયોગ માટે મૉડલ તૈયાર કરવામાં આવે છે. મૉડલને તૈયાર કરવા માટે તાલીમના ભાગરૂપ ડેટા પૂરા પાડવા પડે છે. આમ, ડેટાની ગુણવત્તા એ અગત્યનો મુદ્દો છે.
માણસના મગજમાં આવેલા જૈવિક ન્યુરોન અને તેમના નેટવર્કના આધારે જે રીતે મગજ કામ કરે છે તેમ જ નિર્ણય લે છે તે જ સિદ્ધાંતના આધારે, ડીપ લર્નિંગ હેઠળ કૃત્રિમ ન્યુરલ નેટવર્કની મદદથી મગજ જે પ્રકારે કામ કરે છે તે જ પ્રકારે અવલોકનોથી માંડીને નિર્ણયો લેવાનું કામ સરળતાથી થાય છે.
કૃત્રિમ બુદ્ધિમત્તા (આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ)(AI) ના બે મુખ્ય આધાર સ્તંભ છે – મશીન લર્નિંગ (Machine learning) તથા ડીપ લર્નિંગ. વિવિધ ક્ષેત્રો જેવા કે આરોગ્ય, ખેતી, સંરક્ષણ – યુદ્ધ, માનવરહિત વાહનો, ગ્રાહકો માટે ભલામણો, રોબોટિક સર્જીરી, રોગની ઓળખ, માલસામાન પહોંચાડવા, ડ્રગ ડિસ્કવરી વગેરે માટે મશીન લર્નિગ તથા ડીપ લર્નિગના સિદ્ધાંતોને આધારે અકલપ્ય કહી શકાય તેવા વિનોયોગો તૈયાર થઈ રહ્યા છે, જે માનવજીવનના ભવિષ્યને વિવિધ સ્તરે અસર કરશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.