Gujaratilexicon

ગુજરાતી ભાષા અને સાહિત્યિક સમુદાય (બર્મિંગહામ, યુકે) આયોજિત કવિ સંમેલન

November 12 2019
GujaratilexiconGL Team

હમણાં થોડાં સમય પહેલાં યુકેના બર્મિંગહામમાં એક કવિ સંમેલનનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાંં લૅન્કેશિયરના ગુજરાતી રાઇટર્સ ગિલ્ડના કવિઓએ પોતાની રસપ્રદ રચનાઓ પ્રસ્તુત કરી.

કવિ સંમેલન! આવજો
ઠંડી પડે, તો ય આવજો
સ્નો પણ પડે! આવજો
વાદળ ગરજે! આવજો
સુખ કે દુખ! આવજો. 

સંબંધની મીઠાશ છે
મિલનનો આનંદ છે 
આ અમારુંગામ છે
બર્મિંગહમ ગુર્જર ધામ છે. 

શ્રી અદમ ટંકારવી જણાવે છે કે, બ્રિટનમાં ગુજરાતી ભાષાને સેલિબ્રેટ કરવાનો આ ઉપક્રમ છે. બ્રિટિશ ગુજરાતીઓની યુવાપેઢીની આપણી ભાષામાં રસરુચિ નથી. અહીં ગુજરાતીનું ‘ભાષાવરણ’ ક્ષીણ થયું છે. તેમણે નીચે મુજબ ગઝલની પ્રસ્તુતિ કરી.

ગુર્જરી વ્યવહાર શોધું છું,

ધાણી ફૂટ બોલનાર શોધું છું.

લાવે પરભાતિયાં પાલવમાં ભરી

ખુશનુમા એ સવાર શોધું છું.

ક ખ ગ ઘના ગળે શોષ પડે

પહેલા ધાવણની ધાર શોધું છું.

તેંં ય અંગ્રેજી મૂઠ મારી છે

હું ય એનો ઉતાર શોધું છું.

જડી છે એક લાવારિસ ભાષા

હું એનો દાવેદાર શોધું છું

ગુજરાતીમાં લખી છે એક ગઝલ

ને હવે વાંચનાર શોધું છું.

આ ઉપરાંત સાગર મનુબરી, સિરાજ પટેલ વગેરેએ વિવિધ રચનાઓ પ્રસ્તુત કરી.

બીજી કેટલીક રચનાઓની ઝલક :

અહમદ ગુલ:

1)અવસરોના તોરણને શું કરું

મંડપો સળગી ગયાનું યાદ છે

2) તું યે તારું નામ બદલી આવજે   

હું મને ભૂલી ગયાનું યાદ છે

૩) એટલું સમજી વિચારી તોડજે   

ફૂલ સાથે અત્તર જેવું છે કશું


શબ્બીર કાઝી:

આદતોને કેળવી લીધી અમે

ચાહતો પણ મેળવી લીધી અમે

હોલવાશે ના જીવનભર એ કદી

જ્યોત એવી મેળવી લીધી અમે

પ્રેમ છલકાવી વતનનો હરપળે

પાંપણોને ભીંજવી લીધી અમે

ઈસ્માઈલ દાજી- ‘અનીસ’

કાગળ, કલમ ને એક દિલ લઈને આવ્યો છું

શબ્દો મહી મસ્તી સૂરાની લઈને આવ્યો છું

મોસમોથી યે વધુ બદલાતા રહે છે આજના માનવો

આ જગના અંધકારને મિટાવે તે ચાંદની લઈને આવ્યો છું

સાત સમંદર ઉલેચવાની તમન્ના છે ‘અનીસ’ની

હાથ ખાલી છે છતાં હું મુક્કદર લઈને આવ્યો છું

બોલ્ટન – બ્લેકબર્ન તરફના કવિઓ વતી ઈમ્તિઆઝ નો રિપોર્ટ



Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects