SGVP હોલિસ્ટ્રીક હોસ્પિટલ, હેતલ્સ યોગ ક્લિનીક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના સંયુક્ત ઉપક્રમે યુનેસ્કો પ્રમાણિત વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદમાં ફરી વાર હેરિટેજ યોગ ફેસ્ટિવલની બીજી સીઝન શરૂ થઈ છે. આ ઈવેન્ટમાં વર્લ્ડ હેરિટેજ સીટી, અમદાવાદની વિવિધ ઐતિહાસિક જગ્યાઓ પર તારીખ 28 ડિસેમ્બરથી તારીખ 26 જાન્યુઆરી વચ્ચે પાંચ અલગ અલગ દિવસો દરમ્યાન યોગ અને મેડિટેશન લાઇવ સંગીત સાથે કરાવવામાં આવશે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક એવા યોગાસન એ પણ અમદાવાદના ઐતિહાસિક સ્થળો પર! આ અવસર ચૂકવા જેવો નથી.
કાર્યક્રમની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે. :
5/01/2020 – મેડિટેશન@ ભદ્ર કિલ્લો (રવિવાર, સમય સવારે 6થી 7)
11/01/2020 – ફુલ મૂન નાઈટ મેડિટેશન@ શ્રી જોગી સ્વામી હૃદય કુટિર, SGVP કેમ્પસ (શનિવાર, સમય રાત્રે 8થી 9)
19/01/2020 – સૂર્ય ત્રાટક@ ગાંધી આશ્રમ (રવિવાર, સવારે 6થી 7)
26/01/2020 – મેડિટેશન@ નગીના વાડી (રવિવાર, સવારે 6.30થી 7.30)
આ સમાજસેવાના ભાવથી કરવામાં આવેલ આયોજન છે અને આ કાર્યક્રમમાં જેને પણ ભાગ લેવો હોય તે લઈ શકે છે. આમાં કોઈ રજિસ્ટ્રેશન ફી નથી.
આ કાર્યક્રમ સંબંધિત વધુ માહિતી મેળવવા અથવા રજિસ્ટ્રેશન કરાવવા આપ 6359855508 ઉપર કોલ કરી શકો છો.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં