વહીવટી કુનેહ, પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને ભાષાપ્રેમની પ્રતિમા – ભાવનાબેન દવે
સુશ્રી ભાવનાબેન પ્રભાવશાળી વ્યક્તિત્વ, તીવ્ર બુદ્ધિપ્રતિભા ધરાવનાર નીડર અને બાહોશ સંન્નારી છે. રાજકારણ ક્ષેત્રે તેમની સૂઝ અને કુનેહ પ્રસંશનીય છે. પોતે શિક્ષણના જીવ છે. માતૃભાષા ગુજરાતી પ્રત્યે અપાર સ્નેહ ધરાવે છે. ગુજરાતી ભાષા અને સાહિત્યનું વાંચન વિશાળ છે. શિક્ષણ, માતૃભૂમિ અને માતૃભાષા ગુજરાતીની સેવા તેમના આદર્શો છે. તેમનો શૈક્ષણિક અને વ્યાવસાયિક પરિચય આ પ્રમાણે છે :
ઉપાધ્યક્ષ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ
પૂર્વ મેયર, અમદાવાદ શહેર (પ્રથમ મહિલા મેયર)
પૂર્વ સાંસદ, સુરેન્દ્રનગર
અભ્યાસ : એમ.એ. (અર્થશાસ્ત્ર) બી.એડ્.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
જેટલા સરળ અને મીઠા ગુજરાતીઓ છે તેટલી જ સરળ અને મીઠી ગુજરાતી ભાષા છે.
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, બોલ વાલમના….
આપને ગમતી કોઈ ટુંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
પૉસ્ટઑફિસ, ગ્રામલક્ષ્મી
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટુંકમાં સમજાવશો ?
આપણી ભાષા જ આપણી સંસ્કૃતિને રજૂ કરે છે. ભાષા ભાવને વ્યક્ત કરે છે.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
‘કેવી રીતે જઈશ ?’ પ્રિય ગુજરાતી કલાકાર શ્રી રમેશ મહેતા (હાસ્ય કલાકાર)
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
પ્રીત, પિયુ ને પાનેતર, શેતલને કાંઠે
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? ( કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
શ્રી સુન્દરમ્, શ્રી ઉમાશંકર જોશી, ગાંધીજી, શ્રી ગોવર્ધનરામ મા. ત્રિપાઠી, શ્રી ઈશ્વર પેટલીકર, શ્રી ક. મા. મુનશી, શ્રી પન્નાલાલ પટેલ
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
સરસ્વતીચંદ્ર, સત્યના પ્રયોગો, માણસાઈના દીવા, ભવની ભવાઈ, પાટણની પ્રભુતા
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
‘નાનો પણ રાઈનો દાણો’, ‘મા એ મા બીજા બધા વગડાના વા’, ‘ નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન’
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
દૈનિક બોલચાલમાં શુદ્ધ અને સરળ રીતે માતૃભાષાનો ઉપયોગ.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઇએ ? આપનાં મંતવ્યો જણાવો.
પ્રાંતની દરેક માધ્યમની શાળામાં માતૃભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવીએ.
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
નર્મદ, અખો, ગાંધીજી. સંસ્થા તરીકે ગુજરાત વિદ્યાપીઠ અને હવે ગુજરાતી લેક્સિકોનને પણ ગણી શકાય.
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો. ‘વિશાળ આ જગવિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો ને વનોની છે વનસ્પતિ’
“ખબર છે એટલી કે માતની હાકલ પડી છે”,
“સૌંદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે”,
“હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે”
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
તૈયાર કપડાની દુકાનમાં જઈ કહ્યું તૈયાર સુતરાઉ ડ્રેસ લેવો છે, દુકાનદારે કહ્યું અમારે ત્યાં કોટનના ડ્રેસ ઘણા સારા છે, મેં કહ્યું મારે તો સુતરાઉ જોઈએ છે ! દુકાનદાર કહે અમે સુતરાઉ નથી રાખતા, કોટન જોઈએ તો બતાઉં ! (દુકાનદારને સુતરાઉ એ જ કોટન એની ખબર નહોતી)
અમારી ગુજરાતીલેક્સિકોનન વેબસાઇટ વિશે પણ નીચે મુજબ આપના ઉત્તરો જણાવવા વિનંતી :
અમારી Gujaratilexicon વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?
જોવાની બાકી છે, પણ એના વિશે સાંભળ્યું ચોક્કસ છે, ખૂબ સમૃદ્ધ છે. પહેલું તો શિષ્ટ અને ગુજરાતી ભાષાના હિતેચ્છુઓ દ્વારા આ વેબસાઇટ તૈયાર થઈ છે અને બીજું માતૃભાષાને ચાહતા હોઈએ ત્યારે એના કોઈ વિભાગ અળખામણા ક્યાંથી લાગે ?
માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં ગુજરાતીલેક્સિકોનનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?
ગુજરાતી ભાષાની ધરખમ સેવા થઈ રહી છે, ખૂબ સુંદર. એનું યથાવકાશ નવીનીકરણ થતું જાય છે એ પણ ગૌરવની વાત છે. ગુજરાતી ‘લેક્સિકોન’ (શબ્દકોશ એ ભાવની રીતે, કાર્યની રીતે નાનો પડશે) શબ્દ પણ ગુજરાતી ભાષામાં જ આવે તો ? વિશ્વભરના લોકોને એ શબ્દ મોઢે થઈ જશે.
સુશ્રી ભાવનાબેન દવે
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં