આરતીબહેન પટેલ એક જાણીતાં ટીવી આર્ટિસ્ટ, નાટ્ય કલાકાર તથા અભિનેત્રી છે. તેમણે અનેક ટીવી સીરિયલો, નાટકો અને ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો છે. તે સિવાય એક સફળ નિર્માત્રી તરીકે પણ તેમણે પોતાની પ્રતિભા વિકસાવી છે. ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’ તેમના દ્વારા નિર્માણ પામેલ જાણીતું ગુજરાતી ચલચિત્ર છે. તેઓ એક ખ્યાતનામ રેડિયો જોકી પણ છે. સ્વરગુર્જરી જેવા અનેક રેડિયો કાર્યક્રમો દ્વારા તેમણે શ્રોતાઓમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરેલ છે.
ગુજરાતી ભાષા પ્રત્યે તેમને ખૂબ જ અનુરાગ છે. તેઓ ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. વિશાળ વાચન, મનન અને ચિંતન દ્વારા ગુજરાતી ભાષાને મનભરીને માણે છે. ગુજરાતી સાહિત્યસર્જનની પણ સારી એવી ક્ષમતા તેમણે કેળવેલ છે. પોતાની માતૃભાષા એવી ગુજરાતી ભાષાના પ્રચાર – પ્રસાર માટે તેઓ હંમેશાં તત્પર રહે છે.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે ગુજરાતીલેક્સિકનને તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો માણીએ…
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
માતૃભાષા ગુજરાતી અંગેના તેમના વિચારો કવિ શ્રી વિપિન પરીખના નીચેના કાવ્ય દ્વારા રજૂ કરેલ છે :
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.
મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બૅંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ડાન્સ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ડિશ શીખવા ‘cooking class’ માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડકયા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
– વિપિન પરીખ
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
ગુજરાતી ગીતો પ્રિય ઘણાં છે એટલે એકનું જ નામ ન આપી શકું, વળી હું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સ્વરગુર્જરી રેડિયો પર રજૂ કરું છું, એટલે એકનું નામ આપું તો પક્ષપાત કર્યો હોય એમ લાગે.
છતાં
– માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો
– આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
– સાંવરિયો રે મારો સાંવરિયો
– માણસ ઉર્ફે રેતી ઉર્ફે
ઘણાં ઘણાં …..
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
ટૂંકી વાર્તાઃ
મુકુન્દરાય, અલી ડોસો, ખરી મા, મારો અસબાબ વગેરે…
નવલકથાઃ
ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, ઓથાર, આયનો, યોગ વિયોગ, જડ ચેતન, મારે પણ એક ઘર હોય, આવતી કાલનો સૂરજ, સાત પગલાં આકાશમાં વગેરે ………
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
સંસ્કૃતિ સાચવી રાખવી હોય તો માતૃભાષા સાચવી રાખવી પડશે
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
ભવની ભવાઈ, મોતીના ચોક રે સપનામાં દીઠા (મારી નિર્માણ કરેલી ફિલ્મ), બે યાર…..
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
સંતુ રંગીલી (પ્રવીણ જોશીવાળું)
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
વર્ષા અડાલજા, કુન્દનિકા કાપડિયા, વીનેશ અંતાણી, કાજલ ઓઝા વૈદ્ય, અશ્વિની ભટ્ટ, વિનોદ જોશી, રમેશ પારેખ, સૌમ્ય જોશી, તુષાર શુક્લ ……
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
ટૂંકી વાર્તાઃ
મુકુન્દરાય, અલી ડોસો, ખરી મા, મારો અસબાબ,……
નવલકથાઃ
ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, ઓથાર, આયનો, યોગ વિયોગ, જડ ચેતન, મારે પણ એક ઘર હોય, આવતી કાલનો સૂરજ, સાત પગલાં આકાશમાં………
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
ન બોલવામાં નવ ગુણ
અને
બોલે તેનાં બોર વેચાય…..
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
માતૃભાષા બોલીને, તેને વાંચીને અને તેને સાંભળવાનો આગ્રહ રાખીને….
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
માતૃભાષા બોલીને, તેને વાંચીને અને તેને સાંભળવાનો આગ્રહ રાખીને….
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
ભગવદ્ગોમંડલના રચયિતા મહારાજા ભગવદ્સિંહજીને સો સો સલામ.
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
એટલી મહાન નથી કે મારા સુવિચારો લોકોને કહી શકું.
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
ગુજરાતી જ બોલું છું અને ગુજરાતી જ સાંભળું છું. બધી યાદગાર ઘટના જ છે.
અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?
Literature
માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?
ખૂબ જ પ્રશંસનીય કામ….!
સુશ્રી આરતી પટેલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં