Gujaratilexicon

ધીરુબહેન પટેલ – સાહિત્યના ભેખધારી

January 10 2020
Gujaratilexicon

ગુજરાતી સાહિત્ય પરિષદનાં ભૂતપૂર્વ અને પ્રથમ મહિલા પ્રમુખ ધીરુબહેન પટેલ ગુજરાતી સાહિત્યમાં એક સીમાસ્તંભરૂપ લેખિકા છે. લઘુનવલના સાહિત્ય સ્વરૂપમાં અમૂલ્ય પ્રદાન આપનારાં લેખિકા ધીરુબહેન પટેલ મોખરાનું સ્થાન ધરાવે છે.

‘વાંસનો અંકુર’ ધીરુબહેનની શ્રેષ્ઠ લઘુનવલ ગણાય છે. તેમની ‘આગંતુક’ નામની સર્જનકૃતિ સમસ્યાનવલ છે. ધીરુબહેને નારી હૃદયના ‘વડવાનલ’, ‘હુતાશન’ અને ‘આંધળી ગલી’ જેવી કૃતિઓમાં જીવનની વ્યથાનું હૃદયદ્રાવક નિરૂપણ કર્યું છે. તેમની મોટા ભાગની નવલકથાઓમાં વ્યક્તિગત અને સામાજિક સમસ્યાઓ તાદ્રશ થાય છે.

ધીરુબહેનને ટીવી પર ટોમ એન્ડ જેરી કાર્ટૂન જોવું ગમે છે.‘વાંસનો અંકુર’ નામની લઘુનવલકથા ધીરુબહેને ફક્ત પાંચ દિવસમાં લખી હતી. તેમણે ‘ગગનના લગ્ન’ નામની હાસ્યકથા પણ લખી છે. ધીરુબહેનને આકરો ઉનાળો ખૂબ ગમે છે.

તેઓ મૂળ ચરોતરનાં પટેલ છે. તેઓ મુંબઈની ભવન્સ કોલેજમાં અંગ્રેજી પ્રોફેસર રહ્યાં હતાં. ધીરુબહેનની પહેલી નવલકથા ‘વડવાનલ’ હતી જે સમાચાર પત્રમાં ધારાવાહી રૂપે રજૂ થઈ હતી. ખૂબ લોકપ્રિય નીવડેલી આ સામાજિક નવલકથાને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું.

‘વાંસનો અંકુર’ ધીરુબહેનની શ્રેષ્ઠ લઘુનવલ ગણાય છે. તેમની ‘આગંતુક’ નામની સર્જનકૃતિ સમસ્યાનવલ છે. ધીરુબહેને નારી હૃદયના ‘વડવાનલ’, ‘હુતાશન’ અને ‘આંધળી ગલી’ જેવી કૃતિઓમાં જીવનની વ્યથાનું હૃદયદ્રાવક નિરૂપણ કર્યું છે. તેમની મોટા ભાગની નવલકથાઓમાં વ્યક્તિગત અને સામાજિક સમસ્યાઓ તાદ્રશ થાય છે. એમના કથાનક, ચરિત્રચિત્રણ, ભાષાશૈલી અને જીવનદર્શનનું સ્તર ઊંચું હોય છે.

તેમના સર્જનમાંથી ધ્વનિરૂપે જીવનસંદેશ વ્યક્ત થાય છે. તેમણે ટી.વી. સિરિયલ્સ લખી છે. તેમની વાર્તા પરથી કેતન મહેતાએ ‘ભવની ભવાઈ’ ફિલ્મ બનાવી છે. ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે ધીરુબહેન સાથે થયેલી ટેલિફોનિક વાતચીતની ઝલક…

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની કેટલીક યાદગાર ફિલ્મો

તમારી દિનચર્યા જણાવશો?

સવારે છ વાગે ઉઠી જઈને ચા પીવું, પછી છાપા વાંચુ, આગલી રાતનું લખવાનું બાકી હોય તો એ પૂરું કરું. બપોરે સાદું ભોજન લઉં. પછી એકાદ કલાક સૂઈ જઉં. પછી પાછી લખવા બેસું, ટીવી જોઉ, મિત્રોને મળું વગેરે.

– સર્જકોને સાંજ વધારે ગમતી હોય છે પણ તમને દિવસનો કયો સમય વધારે ગમે?

મને બળબળતી બપોર બહુ ગમે. સર્જકની સાંજ જેવી મારી સાંજ હોતી નથી.

હાલમાં લેખન પ્રવૃત્તિમાં શું કરી રહ્યાં છો?

રમણ મહર્ષિના પુસ્તકોનો અનુવાદ કરું છું.

છેલ્લે તમે મૌલિક સર્જન શું કર્યું?

‘મમ્મી, તું આવી કેવી’ નામનું બાળકનાટક લખ્યું છે. આ નાટક મુંબઇના પૃથ્વી થિયેટરમાં ભજવાયું. તેના બે શો થયા છે. તદુપરાંત બાળ નાટક ‘સૂતરફેણી’ ભજવાયું.

કેવા વાતાવરણમાં કૃતિ સર્જાય છે?

કોઇ ડિસ્ટર્બ ન કરતું હોય ત્યારે. લખવાના બે પ્રકાર છે એક ડેડલાઇન વચ્ચે અને બીજું લખ્યા વગર રહેવાય નહીં ત્યારે સર્જન કાર્ય થાય છે. મનમાં આવે ત્યારે કવિતા કે તેની પંક્તિ લખું છું. (આટલું કહીને છેલ્લે રચેલું ગુજરાતી ભાષા પરનું બાળકાવ્ય લહેકા સાથે સંભળાવે છે.)

તમને ગમતા સર્જકો કયા?

કુન્દનિકા કાપડીઆ, કાજલ ઓઝા-વૈદ્ય, વર્ષા અડાલજા અને હિમાંશી શેલતની ટૂંકી વાર્તા વાંચવી ગમે. વિશ્વ પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તાનાં પ્રવાસ વર્ણનો ગમે.

– નવી પેઢીનાં કયા મહિલા સર્જક તમને પ્રતિભાશાળી લાગે છે?

ડૉ. રેણુકા પટેલની ‘ધોધમાર’ કૃતિ વાંચી. સરસ રીતે લખાયેલી કૃતિ છે.

ગમતા પુસ્તકો કયા?

ડિકશનરી-અમરકોશ, શ્રીમદ ભગવદ્ ગીતા અને રમણ મહર્ષિનું સાહિત્ય.

ગુજરાતી સાહિત્ય સર્જનમાં છેલ્લા દાયકામાં કેવાં પરિવર્તનો આવ્યાં છે?

કાજલ, વર્ષા પાઠકની લેખન શૈલી જુદી જાતની છે. વિષય અને ભાષાના બધાં બંધનો નીકળી ગયાં છે. પ્રતિબંધ વગરનું લખાય છે અને એ વધારે વંચાય છે. જોકે મને એ બધું ગમતું નથી પણ હાલમાં એ વંચાય છે.

જીવનનો ‘બર્ડ આઇ વ્યૂ’ કેવો છે?

આનંદદાયક લાગે છે .એવું લાગે છે કે જાણે હજુ તો જીવનયાત્રાની શરૂઆત થઇ છે.

– કયુ શહેર વધારે પ્રિય છે! મુંબઈ કે અમદાવાદ?

પહેલાનું (ભીડભાડ વગરનું) મુંબઈ.

ઘર-પરિવાર વિશે કંઈ જણાવશો?

મુંબઈમાં ભત્રીજા-વહુ સાથે રહું છું. અમદાવાદ અવારનવાર આવ-જા કરતી રહું છું પણ પ્રવૃત્તિ વધારે મુંબઈમાં હોવાથી અહીં વધારે રહેવાનું બને છે.
Source : http://tinyurl.com/4s82q79

Gujaratilexicon

:

Most Popular

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects