શ્રી કિશોર પંડ્યા – શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ તથા સંશોધન ક્ષેત્રે જાણીતું નામ
નામ : કિશોરકુમાર સવાઈલાલ પંડ્યા, જન્મ : 12 જાન્યુઆરી, 1952, અભ્યાસ : એમ. એસ. સી., પી.એચ.ડી (કૅમેસ્ટ્રી)
લોકભોગ્ય ભાષામાં વિજ્ઞાનની વાતો લોકો સુધી પહોંચાડનાર શ્રી પી.ટી. સાયન્સ કૉલેજ, મોડાસાના ભૂતપૂર્વ આચાર્ય, કવિ, વાર્તાકાર તથા પત્રકાર તરીકે જાણીતા શ્રી કિશોરભાઈ શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ તથા સંશોધન ક્ષેત્રે જાણીતી વ્યક્તિ છે.
સન્માન અને પારિતાષિકો :
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા 1989માં વિજ્ઞાનપથ ઍવોર્ડ.
ભારત સરકારના માહિતી વિભાગ, દિલ્હી દ્વારા પ્રકાશિત ખગોળયાત્રીના પ્રકાશન બદલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા સન્માન
હિંદી કવિતાઓના ગુજરાતી અનુવાદ બદલ રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા દ્વારા સન્માનિત
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બેસ્ટ પોપ્યુલર વિજ્ઞાન પુસ્તક ‘વિજ્ઞાનરસ’ બદલ વર્ષ 2011માં સન્માન
વર્ષ 2000થી અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સલાહકાર સંશોધન સમિતિમાં માનદ નિમણૂક પામેલ છે.
શિક્ષણ, સંશોધન અને વહીવટી કામકાજનો 36 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.
પ્રકાશિત પુસ્તકો :
રાસાયણિક શસ્ત્રો શું છે ?, કબૂતર હજી જીવે છે (1986), રેતમાનવ (1992), વિજ્ઞાનતિર્થ (1992), લાલની રાણી (1992), ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ (1996), ખગોળયાત્રી વગેરે… અંગ્રેજી તથા હિંદી ભાષામાંથી અનેક કૃતિઓના અનુવાદ પણ કર્યા છે તથા અનેક પુસ્તકોમાં સહાયક લેખક તરીકે સેવા બજાવેલ છે.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે ગુજરાતીલેક્સિકનને તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો માણીએ…
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
ગુજરાતી… મારી ભાષા…મારી માતાની ભાષા…!
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
આ વાદળ-છાયો તડકો…
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
કબૂતર હજી જીવે છે (ટૂંકી વાર્તા સંગ્રહ)
આપને ગમેલું ગુજરાતી ભાષાનું કોઈ ચલચિત્ર ? જેમનો અભિનય ગમ્યો હોય તેવા અભિનેતા ?
ચલચિત્ર – કંકુ, કલાપી
અભિનેતા – સંજીવકુમાર
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
ગમતું નાટક – પસંદગી
ટીવી શ્રેણી – સપનાનાં વાવેતર
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
બાલમુકુંદ દવે, કનૈયાલાલ મુનશી, ચિનુ મોદી
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
કબૂતર હજી જીવે છે (ટૂંકી વાર્તા સંગ્રહ)
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
બોલે તેનાં બોર વેચાય
ન બોલ્યામાં નવ ગુણ
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
ગુજરાતીમાં બોલું – ચાલું, ચારે બાજું માત્ર સપનાં મારી ભાષામાં દેખાય.
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
માતૃભાષા અભિયાન
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
માનસિક ચેતના વ્યવહાર દ્વારા પોતાની વાત અનેક લોકો સુધી પહોંચી શકે છે.
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
હૈદરાબાદના સ્થાનિક ગુજરાતીની ગુજરાતી ભાષામાં બોલવાની લઢણ યાદ રહી ગઈ છે.
અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?
સાર્થ જોડણીકોશ
માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?
ગુજરાતીલેક્સિકન ભાષાના દરેક વ્યક્તિ સુધી પહોંચવા સતત પ્રયત્નશીલ રહે છે.
શ્રી કિશોર પંડ્યા
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.