શ્રી ગિજુભાઈ ભરાડ એક આદર્શ કેળવણીકાર – શિક્ષણકાર તથા સંપાદક છે. (જન્મદિન – ૨૦ ઑગસ્ટ, ૧૯૪૦ , નિવાસ – રાજકોટ)
જીવનની ઝરમર
ટ્રસ્ટી તથા મેનેજમેન્ટ સ્વરૂપે ચાલીસ શૈક્ષણિક સંસ્થા સાથે સીધું જોડાણ
256 વિજ્ઞાન માધ્યમિક શાળામાં ભરાડ સાહેબે તૈયાર કરેલ શિક્ષણ પદ્ધતિ પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે
ત્રણ હજારથી વધારે શાળા-કોલેજમાં શૈક્ષણિક મુલાકાત તથા પ્રવચન
ઇન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નોલૉજી – સીડની (ઑસ્ટ્રેલિયા) દ્વારા વર્ષ 2001માં સાયન્સ એવોર્ડ
ઇન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નોલૉજી – લંડન (બ્રિટન) દ્વારા વર્ષ 2005માં ગણિત એવોર્ડ
પી. આર. એલ. – ન્યુ દિલ્હી દ્વારા રીસર્ચ એવોર્ડ (2006)
દેશ અને પરદેશના 25થી વધારે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી સંબંધે વિશિષ્ટ સન્માનિત ઍવોર્ડ
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
મધુર ઉચ્ચારો, સામી વ્યક્તિને સાંભળવું ગમે તેવી ભાષા. શીખવામાં અઘરી, ભાવાત્મક શબ્દભંડોળનો મોટો સમૂહ.
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
વૈષ્ણવજન તો તેને રે કહીએ…
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
નવલકથા – મનુભાઈ પંચોળી લિખિત સોક્રેટિસ, ટૂંકી વાર્તા – ધૂમકેતુ લિખિત પોસ્ટઑફિસ
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
આપણી ભાષા ગુજરાતીને અનુલક્ષીને સંસ્કૃતિ એટલે કે લાગણી, પેમ અને ભાવનાના કુદરતી બીજને મજબૂત કરતી, સારા વિચારો, સખત પરિશ્રમ અને બીજાને ઉપયોગી થવાની આપણી ગુજરાત સંસ્કૃતિ વિશ્વમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
ફિલ્મ: આપણે તો ધીરુભાઈ, મનગમતા કલાકાર: ઉપેન્દ્ર ત્રિવેદી
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
નાટક: ભર્તુહરિ
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
કવિ: રમેશ પારેખ, લેખક: ગુણવંત શાહ, નાટ્યકાર: હસમુખ બારાડી, નવલકથાકાર: રમણલાલ વસંતલાલ દેસાઈ
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
માણસાઈના દીવા
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
(1) સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય
(2) આકાશના તારા ગણવા કરતાં, સમુદ્ર કાંઠે છીપલાં વીણવાં સારાં
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
અમે અમારી શિક્ષણ સંસ્થાનું માધ્યમ માતૃભાષા જ રાખીએ છીએ.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. શુદ્ધ માતૃભાષા બોલી શકાય, લખી શકાય તેમજ પ્રવચન કરી શકાય તે માટે શબ્દભંડોળ વધારવાના પ્રયાસો કરવા જોઈએ. ખૂબ જ આંટી ઘૂંટીવાળા વ્યાકરણની ભૂમિકાઓ સરળ બનાવવી જોઈએ. રાજયમાં માતૃભાષા જાણતી બધી જ વ્યક્તિએ પ્રવચનો તથા અન્ય કાર્ય માતૃભાષામાં જ કરવાં જોઈએ. માતૃભાષામાં વધારે સારા, સરળ, સમજી શકાય તેવાં પુસ્તકો તૈયાર કરવાં જોઈએ.
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
સંસ્થા: (1) ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ, (2) લોકભારતી – સણોસરા
મહાનુભાવ: મનુભાઈ પંચોળી, ડૉ. ગુણવંત શાહ, ડૉ. પંકજ જોષી
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
પ્રાથમિક શિક્ષણ માત્ર પ્રેમ અને લાગણી દ્વારા, માધ્યમિક શિક્ષણ શિસ્ત અને સમયપાલન માટે તેમજ
ઉચ્ચ શિક્ષણ માર્ગદર્શન તેમજ આવડત માટે વિકસાવો.
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
લેસ્ટરમાં જવાનું થતાં ત્યાં આપણા ગુજરાતી સમાજ દ્વારા થતાં તમામ કાર્યક્રમના આયોજનો સંપૂર્ણપણે
ગુજરાતીમાં જ થાય છે.
અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?
ગુજરાતી સ્પેલચેકર, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ વિભાગ, અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ વિભાગ
માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?
ગુજરાતી શબ્દોની જોડણી આજે મોટાભાગની વ્યક્તિઓ સાચી લખી શકતી નથી. તે માહિતી ગુજરાતીલેક્સિકનમાંથી મળી શકે છે. કોઈ પણ શબ્દના ભાવાર્થ સાથેના એકથી વધારે અર્થો પણ ગુજરાતીલેક્સિકનમાંથી મળી શકે છે.
શ્રી ગિજુભાઈ ભરાડ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ