Home » GL Community » Page 6 » Stories
સુલતાનની કુર્નિશ બજાવવાની સ્પષ્ટ ના બાળ શિવાજીને એક વખતે પિતા શાહજી ભોંસલે સાથે બિજાપુરના સુલતાનના દરબારમાં જવાનું થયું. શાહજી અને શિવાજી દરબાર તરફ જતા જ હતા ત્યાં તેઓએ જોયું કે, એક ખૂણે કસાઈ ગાયનો વધ કરવા તત્પર બન્યો હતો. ગાય માથું હલાવી ભાંભરડા દેતી હતી. શાહજી આગળ નીકળી ગયા હતા. એટલે સલાહ લેવાનો સમય ન […]
દોડતાં રાક્ષસનાં મોં પાસે ગયા અને… શ્રીકૃષ્ણ ગોકુલમાં ગોપબાળો વચ્ચે મોટા થઈ રહ્યા હતા. તેઓ હવે પાંચ વર્ષના થઈ ગયા હતા. તેઓ ગોપબાળો સાથે વાછરડાં હાંકી જંગલમાં ચરાવવા જતા હતા. એ સૌની સાથે શ્રીકૃષ્ણ પણ દોડી દોડીને આગળ જતા હતા. ગાયો-વાછરડાં ચરી રહ્યાં હતાં. શ્રીકૃષ્ણ બાળમિત્રો સાથે ખેલી રહ્યા હતા. સૌ હસી-મજાક કરી રહ્યા […]
ઘણા વર્ષો પહેલા ની વાત છે. રાજકોટ સ્થિત વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ અંધ બાળાઓને ભણતર સાથે રોજગાર મળી રહે એ માટે વર્ષો થી કાર્યરત છે. એક વાર આ સંસ્થા માં અંધ બાળાઓ ની સંગીત ની લેખિત પરીક્ષા હતી, જ્યાં મારે રાઈટર તરીકે જવાનું થયું. રાઈટર તરીકે આ મારો પહેલો અનુભવ. અને અંધ વિદ્યાર્થીની હોવાથી […]
લાખો કરીને એક વણઝારો હતો. પૈસે ટકે ઘણો સુખી હતો. પરંતુ જિંદગીમાં દરેક દિવસો માણસને સરખા જતા નથી. તેને પૈસાની ખોટ પડવા લાગી. આથી તે એક શેઠ પાસે ગયો. પોતાની મુશ્કેલીની બધી વાત કરી અને કહ્યું કે તમારી પાસેથી ઉછીના લીધેલા પૈસા એક વરસમાં તમને પાછા આપી જઈશ. શેઠે કશી જ શરત કર્યા વિના પ્રમાણિકતા […]
આળસુ ઊંટ એક હતું જંગલ . તેમાં એક ઊંટ રહે. આ ઊંટે ખૂબ તપ કર્યું. અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન બોલ્યા, ‘હે ઊંટ ! તારા પર રાજી થયો છું, બોલ તારે શું જોઈએ ? ઊંટ બોલ્યું, ‘ હે ભગવાન ! મને ચારસો માઈલ લાંબી ડોક આપો. કારણ કે ખોરાકની શોધમાં મારે દૂર-દૂર જવું પડે છે. […]
એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રૉઇંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ […]
પ્રભાતનાં સોનેરી કિરણો પૃથ્વી પર ફેલાયા. રજનીની વિદાય સાથે ઉષાનું આગમન થયું. એક નવી સવાર. શહેર આખું રજાની બે દિવસની આળસ મરડી ઊભું થયું. જે લોકો નોકરી કરતાં હતાં એ લોકો પોતપોતાને કામે જવા દોડાદોડી કરવા લાગ્યાં અને બાકીનાં ઘરનાં કામમાં જોતરાઈ ગયાં. ઉષાના કિરણો સાગર પર પડતાં એક નયનરમ્ય દ્રશ્ય સરજાઈ ગયું પણ […]
દૂરતા છે એટલી તારી હવે , આવવા છે જ ક્યાં રસ્તા મને. એણે બારીનો પરદો હટાવ્યો ને સુર્યપ્રકાશ આખા ઓરડામાં ફેલાઈ ગયો. એની નજર બહાર સ્વીમીંગપુલ તરફ ગઈ. પુલમાં પાણી નહોતું. એ દોડી… નળમાં પાઈપ લગાવી પુલ ભરવા નળ ખોલ્યો પાઈપમાં પાણી નહોતું આવતું એટલે કશાકાકાને બૂમ મારવા મોં ખોલ્યું પણ અવાજ ન નીકળ્યો.. એણે […]
એક રાજા હતો. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો.એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી. પછી રાજા શું થાય છે તે જોવા થોડે […]
રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું પુંજા પટેલ. શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની પાડી નાની અને નમણી. પટેલને પાડી વહાલી-વહાલી લાગે. ગામને છેવાડે પુંજા પટેલનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ. ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને પાડી જેવા નાનાં પ્રાણીઓને […]
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ