શક્તિશાળી ઘોડો
February 07 2020
Written By
Rahul Viramgamiya
કિરાત વનની બહાર એક ગામ હતું. વનમાં રહેતો વલુ વાઘ અવારનવાર ગામમાં ઘૂસીને ગાય-બકરીઓને ઉપાડી જતો. ઘણી વાર ગામમાંથી કોઈ માણસ પણ એની હડફેટે આવી જતો. એક દિવસ ગીલુ ઘોડો વનમાં એક ઝાડ નીચે ઊભો હતો. અચાનક તેણે અવાજ સાંભળ્યો,’શું થયું ગીલુભાઈ? કેમ ઉદાસ છો ?
ગીલુએ જોયું તો શકરો શિયાળ તેને પૂછી રહ્યો હતો. ગીલુ ઘોડાએ કહ્યું,‘મેંજીવનભર મારા માલિકની સેવા કરી. હવે હું વૃદ્ર થવા આવ્યો એટલે તેમણે મને નકામો સમજીને કાઢી મૂક્યો. શકરા શિયાળે કહ્યું,‘તારો માલિક બહુ ખરાબ છે. ગીલુ ઘોડાની આંખમાં આંસુ આવી ગયાં,‘હવે હું કંઈ કામનો નથી રહ્યો. અચાનક શકરા શિયાળે કહ્યું,‘મિત્ર, તારે એ દેખાડવું પડશે કે તું બેકાર નથી. એવું કંઈક કામ કર કે સૌ કોઈ તારો આદર કરે.’પણ શું કરૂં ? ગીલુ ઘોડાએ પૂછ્રયું,‘આજકાલ ગામની સૌથી મોટી સમસ્યા કઈ છે? ગીલુ ઘોડાએ કહ્યું,‘જો તું વલુ વાઘને પકડીને ગામમાં લઈ જાય તો લોકો તારી વાહ વાહ કરશે. ગીલુ ઘોડાએ કહ્યું,‘આમ કહીને તું મારા જેવા મજબૂર મિત્રની મજાક ઉડાવે છે! શકરા શિયાળે ગીલુ ઘોડાના કાનમાં કંઈક કહ્યું. ગીલુ ઘોડાએ પણ હા પાડી. બીજી તરફ વલુ વાઘ સવારથી ભૂખ્યો હતો. શકરા શિયાળે તેને પૂછ્રયું,‘શું થયું વલુભાઈ? કેમ ગુસ્સામાં છો ? વલુ વાઘ બોલ્યો,‘આજે કોઈ શિકાર જ નથી મળ્યો. બહુ ભૂખ લાગી છે. શકરો શિયાળ કહે,‘એક ઘોડો બેભાન છે પેલી બાજુ, પણ સમસ્યા એ છે કે તે ભારેખમ છે એટલે તમે મોઢેથી તેને ખેંચી નહીં શકો. ‘તો પછી હું શું કરૂં ?’ વલુ વાઘે પૂછ્રયું. શકરા શિયાળે કહ્યું,મ ‘મારી પાસે એક ઉપાય છે. હું તમારી પૂંછડી એની પૂંછડી સાથે બાંધી દઈશ. પછી તમે એને ખેંચીને લઈ જઈ શકશો. વલુ વાઘ તૈયાર થઈ ગયો. શકરા શિયાળે દોરડાથી બંનેની પૂંછડી બાંધી. વલુ વાઘ ગીલુ ઘોડાનેં ખેંચવા ગયો ત્યાં તો થયું એવું કે ગીલુ ઘોડો ઊભો થઈને દોડવા લાગ્યો અને વલુ વાઘ ખેંચાતો ગયો. ગીલુ ઘોડો પહાડ ઉપરથી દોડ્યો. વલુ વાઘ લોહીલુહાણ થયો. આખરે ગીલુ ઘોડો ગામમાં વચ્ચોવચ જઈને ઊભો રહ્યો. આખું ગામ ભેગું થઈ ગયું. બધાં આંખો ફાડીને જોવા લાગ્યા અને કહે, વૃદ્ર ઘોડો વાઘને પકડી લાવ્યો. આ તો ચમત્કાર થઈ ગયો. વલુ વાઘ બેભાન થઈ ગયો હતો. ગામલોકોએ વલુ વાઘને પકડાવી દીધો. ગીલુ ઘોડાનો માલિક વખાણ કરતા બોલ્યો, મારો ઘોડો દુનિયાનો સૌથી શક્તિશાળી ઘોડો છે. મને એના ઉપર ગર્વ છે.
More from Rahul Viramgamiya



More Stories



Interactive Games

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.